બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / તમારા કામનું / GST ઘટાડા બાદ જો જૂના ભાવે જ વસ્તુ મળે તો શું કરવું? અહીં કરી દો ફરિયાદ

કામની વાત / GST ઘટાડા બાદ જો જૂના ભાવે જ વસ્તુ મળે તો શું કરવું? અહીં કરી દો ફરિયાદ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 10:31 PM, 21 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GST Reforms: જીએટીના ઘટાડો કરાયેલા દરનો લાભ લોકોને આવતીકાલ એટલે કે 22 સપ્ટેમ્બરથી મળવાનો છે.

GST Reforms: જીએટીના ઘટાડો કરાયેલા દરનો લાભ લોકોને આવતીકાલ એટલે કે 22 સપ્ટેમ્બરથી મળવાનો છે. જીએસટીના ઘટાડાથી સાબુ, શેમ્પૂ, બાળકોની પ્રોડક્ટ્સ, જીવન વીમા અને આરોગ્ય વીમા જેવી ઘણી રોજિંદા વસ્તુઓ સસ્તી થશે. જીએસટીના ઘટાડા પછી પણ જૂના ભાવે જ ચીજવસ્તુઓ વેચાતી હોય તો ગ્રાહકો ફરિયાદ કરી શકે છે.

GST Reforms: સરકાર દેશમાં એકસમાન અમલીકરણ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. પરિણામે જીએસટી સંબંધિત ફરિયાદો નોંધાવવા માટે એક પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. જીએસટી સુધારા પછી નવા ભાવ, બિલિંગ અને મળી રહેલી છૂટ અંગે તમારી ફરિયાદો કરી શકો છો.

soap.jpg

તમારી ફરિયાદ અહીં કરો

નવી સિસ્ટમ હેઠળ નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન (https://consumerhelpline.gov.in) પર ફરિયાદ કરી શકો છો. તમે જીએસટી સંબંધિત તમારી ફરિયાદો નોંધાવી શકો છો. આમા એક સબ-કેટેગરી છે જેમા ઓટોમોબાઈલ, બેંકિંગ, FMCG અને ઈ-કોમર્સ જેવા સેક્ટર્સને આવરી લેવાયા છે.

તમે કૉલ અથવા SMSથી પણ ફરિયાદ કરી શકો

તમે ટોલ-ફ્રી નંબર 1915, NCH એપ, વેબ પોર્ટલ, વોટ્સએપ, એસએમએસ, ઇમેઇલ અથવા ઉમંગ એપ દ્વારા પણ તમારી ફરિયાદ નોંધાવી શકો છો. આ સિવાય કન્ઝ્યુમર હેલ્પલાઇન નંબર 8800001915 પર પણ મેસેજ કે વોટ્સએપથી ફરિયાદ દાખલ કરી શકાશે. નેશનલ કન્ઝ્યુમર નંબર હેલ્પલાઇન નંબર 1915 તેમજ 1800114000 પર પણ ફરિયાદ કરી શકાશે. નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન એપ કે ઉમંગ એપ પર પણ ફરિયાદ કરી શકાશે.

gst-simple

આ સેવા હિન્દી, અંગ્રેજી, તમિલ, બંગાળી, ગુજરાતી અને આસામી સહિત 17 પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ છે. એકવાર તમારી ફરિયાદ નોંધાઈ જાય, પછી તમને એક યૂનિક ડોકેટ નંબર આપવામાં આવશે, જેનાથી તમારી ફરિયાદ પર કાર્યવાહી કેટલે પહોચી એ જાણી શકશો.

ઇંડસ્ટ્રી એક્સપર્ટ્સ કહે છે કે ફરિયાદ સંબંધીત પોર્ટલ શરૂ થવાથી ગ્રાહકોને સમજવામાં મદદ મળશે કે સામાન પર જીએસટી દરમાં ઘટાડાનો ફાયદો થઈ રહ્યો છે કે કઇ જગ્યાએ તેનો અમલ કરાતો નથી. આનાથી રિટેલ લેવલ પર ટેક્સ રિફોર્મ વધુ પ્રભાવી રીતે લાગુ થઇ શકશે.

આ રીતે તમારી ફરિયાદ કરો

https://consumerhelpline.gov.in પોર્ટલ પર

નેશનલ કન્ઝ્યુમર ટ્રોલ ફ્રી નંબર 1995 પર.

કન્ઝ્યુમર હેલ્પલાઇન નંબર 8800001915 પર પણ મેસેજ કે વોટ્સએપથી

નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન ટ્રોલ ફ્રી નંબર 1800114000 પર

નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન એપ અથવા ઉમંગ એપ પર પણ ફરિયાદ કરી શકાશે.

vtv app add

આ પણ વાંચોઃ એલાન / PM મોદીના રાષ્ટ્રજોગ સંબોધનની 10 મોટી વાતો, નવા GSTના ફાયદા ગણાવ્યા, શું શું કહ્યું?

આ રીતે બચતનો ટ્રેક કરો

આ ઉપરાંત સરકારે બીજું એક પોર્ટલ શરૂ કર્યું છે જ્યાં તમે જીએસટી લાગુ થયા પહેલા અને પછીના માલસામાનની કિંમતોની તુલના કરી શકો છો. આનાથી તમને ખ્યાલ આવશે કે તમે દરેક વસ્તુ પર કેટલી બચત કરી રહ્યા છો. આ કરવા માટે તમે સરકાર દ્વારા બનાવેલી વેબસાઇટ http:savingwithgst.in ની જઇ શકો છો. તેમાં ઘણી બધી વિવિધ કેટેગરી છે, જેમ કે ખાદ્ય વસ્તુઓ, ઘરગથ્થુ સામાન, ઇલેક્ટ્રોનિક્સ, સ્નૈક્સ વગેરે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

GST News GST Grievance Portal GST Reforms 2025

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ