બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / LPGના ભાવથી લઈને ATM કાર્ડ, આજથી બદલાશે 10 નિયમો, જાણવા જરૂરી
Last Updated: 08:50 AM, 1 September 2025
Rule Changes from 1 September: આજથી નાણા સંબંધિત નિયમોમાં મોટા ફેરફારો થવાના છે. આ બદલાવનો સીધી અસર તમારી રોજિંદી જરૂરિયાતો અને ઘરેલુ બજેટ પર થશે. તો ચાલો જાણીએ કયા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે.
ADVERTISEMENT
1.ચાંદી પર હોલમાર્કિંગ ફરજિયાત
સોનાની જેમ હવે ચાંદી પર પણ હોલમાર્કિંગ ફરજિયાત થવાનું છે. જો કે ચાંદીના દાગીના કે વસ્તુ ખરીદવી ફરજિયાત નથી, પરંતુ કિંમતોમાં ફેરફાર થવાની પૂરી શક્યતા છે. ચાંદીમાં રોકાણ કરનારાઓ માટે આ મહત્વનો ફેરફાર ગણાશે. સોનાની જેમ હવે ચાંદી પર પણ હોલમાર્કિંગ ફરજિયાત થવાનું છે. જો કે ચાંદીના દાગીના કે વસ્તુ ખરીદવી ફરજિયાત નથી, પરંતુ કિંમતોમાં ફેરફાર થવાની પૂરી શક્યતા છે. ચાંદીમાં રોકાણ કરનારાઓ માટે આ મહત્વનો ફેરફાર ગણાશે.
ADVERTISEMENT

2.કોમર્શીયલ ગેસના ભાવમાં બદલાવ
ADVERTISEMENT
સપ્ટેમ્બરની શરૂઆતમાં એક સારા સમાચાર આવ્યા છે અને LPG ગેસ સિલિન્ડર સસ્તો થયો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સિલિન્ડરના ભાવમાં 51.50 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. જોકે, આ વખતે પણ 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. તાજેતરના ઘટાડા પછી, હવે દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ ઘટીને 1580 રૂપિયા થઈ ગયો છે. ઓગસ્ટ મહિનામાં પણ તેની કિંમતમાં ઘટાડો થયો હતો. જોકે, 14 કિલોગ્રામના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તે સ્થિર છે. આ ફેરફાર પછી 1 સપ્ટેમ્બર 2025 થી નવી કિંમતો લાગુ કરવામાં આવી છે.
3.ફિક્સ્ડ ડિપોઝિટ (FD) દરોમાં ઘટાડો
ADVERTISEMENT
કેટલીક બેંકો FD વ્યાજદરની સમીક્ષા કરી ઘટાડો કરી શકે છે. હાલમાં વ્યાજદર 6.5% થી 7.5% વચ્ચે છે. દરોમાં ઘટાડો થયો તો FDમાં રોકાણ કરનારાઓને સીધી અસર થશે.

ADVERTISEMENT
4.ATM ઉપયોગ પર નવા નિયમ
સપ્ટેમ્બરથી કેટલાક બેંકો ATM ટ્રાન્ઝેક્શન પર નવા નિયમો લાગુ કરશે. મફત ઉપાડની મર્યાદા પાર કર્યા પછી વધારાના ચાર્જ વસૂલાશે. નિષ્ણાતો અનુસાર અનાવશ્યક ATM ઉપાડ ઘટાડવા સલાહ આપવામાં આવી રહી છે.
ADVERTISEMENT

5.ITR ફાઇલિંગ
ITR ફાઇલિંગ આ વખતે આવકવેરા વિભાગે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 30 જુલાઈથી વધારીને 15 સપ્ટેમ્બર 2025 કરી હતી, જેના કારણે કરદાતાઓને રિટર્ન ફાઇલ કરવા માટે વધારાનો સમય મળ્યો છે, પરંતુ હવે આ સમય આ મહિને સમાપ્ત થશે. આવી સ્થિતિમાં તમારે 15 સપ્ટેમ્બર પહેલાં ITR ફાઇલ કરવું પડશે અન્યથા નોટિસ આવી શકે છે.

6.પોસ્ટ નિયમ
ભારતીય પોસ્ટ નિયમો પોસ્ટ વિભાગ (DOP) 1 સપ્ટેમ્બર, 2025થી સ્થાનિક સ્તરે પોસ્ટલ સેવાને સ્પીડ પોસ્ટ સેવા સાથે મર્જ કરી રહ્યું છે, જેનો અર્થ એ છે કે હવે દરેક વસ્તુ ફક્ત સ્પીડ પોસ્ટ દ્વારા જ મોકલી શકાશે, સામાન્ય પોસ્ટ થશે નહીં, તેથી જો તમે 1 સપ્ટેમ્બરથી દેશની અંદર ઇન્ડિયા પોસ્ટ દ્વારા કોઈપણ રજિસ્ટર્ડ પોસ્ટ મોકલો છો, તો એ સ્પીડ પોસ્ટ ડિલિવરી હશે.
7.CNG-PNG ભાવમાં ફેરફાર
CNG-PNG અને જેટ ફ્યૂઅલ તેલ કંપનીઓ LPGની સાથે CNG, PNG અને જેટ ફ્યુઅલ (AFT)ના ભાવમાં પણ ફેરફાર કરે છે. એવી અપેક્ષા છે કે સપ્ટેમ્બર મહિનાથી તેમના ભાવ પણ બદલાઈ શકે છે.

8.ક્રેડિટ કાર્ડ નિયમ
ક્રેડિટ કાર્ડ નિયમો SBI કાર્ડે 1 સપ્ટેમ્બર, 2025થી તેનાં પસંદગીના કાર્ડ્સ માટેના નિયમોમાં ફેરફારની જાહેરાત કરી છે. કંપનીએ તેનાં કેટલાંક કાર્ડ્સ માટે રિવોર્ડ પોઈન્ટ્સ પ્રોગ્રામમાં સુધારો કર્યો છે. આ સુધારા સાથે આવાં કાર્ડ ધરાવતા ગ્રાહકો ડિજિટલ ગેમિંગ અને સરકારી વેબસાઇટ્સ પર ટ્રાન્ઝેક્શન સંબંધિત ખર્ચ પર રિવોર્ડ પોઈન્ટ્સ મેળવી શકશે નહીં.
9.UPS નિયમ
UPS ડેડલાઇન નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) હેઠળ આવતા કેન્દ્ર સરકારના કર્મચારીઓ પાસે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) પસંદ કરવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય છે. પહેલા આ તારીખ 30 જૂન હતી, પરંતુ બાદમાં તેને 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી હતી. આ સરકારી કર્મચારીઓ માટે શરૂ કરાયેલી પેન્શન યોજના છે.

10.FD ને લગતા નિયમો
ખાસ FD યોજનાઓ ઇન્ડિયન બેંક અને IDBI બેંક જેવી બેંકો હાલમાં કેટલીક ખાસ મુદતની FD ચલાવી રહી છે. ઇન્ડિયન બેંકની 444-દિવસ અને 555-દિવસની યોજનાઓમાં રોકાણ કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર, 2025 છે. એવી જ રીતે IDBI બેંકની 444-દિવસ, 555-દિવસ અને 700-દિવસની સ્પેશિયલ FDમાં રોકાણ કરવાની છેલ્લી તારીખ પણ 30 સપ્ટેમ્બર છે.
વધુ વાંચો: વારંવાર બીમાર પડતા હોય તો દરરોજ ખાઓ આ ફળ, વધશે રોગપ્રતિકારક શક્તિ!

અન્ય મહત્વની તારીખો
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.