ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / તમારા કામનું / હવે ભૂલી જજો કે જોઈએ તેટલાં iPhone ખરીદી શકશો! Appleએ લગાવ્યો કંટ્રોલ

ટેક / હવે ભૂલી જજો કે જોઈએ તેટલાં iPhone ખરીદી શકશો! Appleએ લગાવ્યો કંટ્રોલ

Published By: Nirav Kumar

Last Updated: 09:10 PM, 21 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Appleએ ભારતમાં iPhone ખરીદવા માટે નવી મર્યાદા લાગુ કરી છે. જેના હેઠળ એક ગ્રાહક એક ઓર્ડરમાં માત્ર બે ફોન જ ખરીદી શકશે. ચાલો જાણીએ આ નિર્ણય પાછળનું સંભવિત કારણ શું છે, કયા મૉડલ પર નિયમ લાગુ પડે છે અને iPhone ખરીદનારા ગ્રાહકો પર તેની કેવી અસર પડશે.

ADVERTISEMENT

સ્માર્ટફોનની દુનિયામાં Appleનું નામ અગ્રણી કંપનીઓમાં આવે છે પરંતુ હવે ભારતમાં iPhone ખરીદવા ઇચ્છતા ગ્રાહકો માટે એક નવો નિયમ સામે આવ્યો છે. Appleના ઓફિશિયલ ઑનલાઇન સ્ટોર પરથી એક ગ્રાહક એક ઓર્ડરમાં વધુમાં વધુ બે iPhone જ ખરીદી શકશે. આ લિમિટ માત્ર નવા મૉડલ પૂરતી સીમિત નથી પરંતુ કંપનીની સમગ્ર iPhone રેન્જ પર લાગુ થતી જોવા મળી છે.

એક ઓર્ડરમાં બે જ iPhone

Appleના ઑનલાઇન સ્ટોર પર હવે ગ્રાહક બે iPhone ખરીદી શકે છે. આ બંને ફોન એક જ મોંડલના હોઈ શકે છે કે અલગ-અલગ મૉડલ પસંદ કરી શકાય છે. પરંતુ જો કોઈ ગ્રાહક ત્રીજો iPhone કાર્ટમાં એડ કરવાનો પ્રયાસ કરશે તો વેબસાઇટ પર એલર્ટનો મેસેજ દેખાશે અને ઓર્ડરમાંથી ફોનની સંખ્યા ઘટાડવી પડશે. આ નિયમનો મતલબ એ છે કે પરિવારના સભ્યો માટે અથવા ભેટ આપવા માટે એકસાથે ત્રણ કે તેથી વધુ iPhone ખરીદવાનું આયોજન કરતા ગ્રાહકોએ ખરીદીની રીત બદલવી પડી શકે છે. હાલમાં આ મર્યાદા Appleના ઓફિશીલ ઑનલાઇન સ્ટોર પર જોવા મળી છે.

અચાનક આ લિમિટ કેમ મૂકી?

Appleએ આ નિર્ણય પાછળનું કારણ જાહેર કર્યું નથી. જોકે ટેક ક્ષેત્રના અહેવાલો અનુ મુજબ એક સંભવિત કારણ મોટા પ્રમાણમાં ફોન ખરીદીને ફરીથી ઊંચા ભાવે વેચતા રિસેલર્સ પર નિયંત્રણ રાખવાનું હોઈ શકે છે. જેમાં નવા મૉડલની માંગ વધારે હોય અને ઉપલબ્ધ સ્ટોક લીમીટેડ હોય ત્યારે ખરીદીની સંખ્યા પર કંટ્રોલ મૂકવાથી વધુ ગ્રાહકોને ફોન ખરીદવાની તક મળી શકે છે. જોકે આ માત્ર સંભવિત કારણ છે કંપનીએ તેની ઓફિશિયલ પુષ્ટિ કરી નથી.

ફોલ્ડેબલ iPhoneના લોન્ચ પહેલાં નિર્ણય

Appleનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે કંપનીનો ફર્સ્ટ ફોલ્ડેબલ સ્માર્ટફોન iPhone Duo ચર્ચામાં છે. આ ફોન માટે ભારતમાં 16 ઓક્ટોબરથી પ્રી-બુકિંગ શરૂ થયું હતું જ્યારે તેનું વેચાણ 23 ઓક્ટોબરથી શરૂ થવાનું છે. રિપોર્ટ મજબ પ્રી-બુકિંગ શરૂ થયા બાદ અમુક ગ્રાહકોને ડિલિવરી માટે લાંબી રાહ જોવી પડી રહી છે.

આ પહેલીવાર નથી જ્યારે Appleએ iPhoneની ખરીદી પર મર્યાદા મૂકી હોય. વર્ષ 2007માં પ્રથમ iPhone લોન્ચ થયો ત્યારે પણ કંપનીએ એક ગ્રાહકને વધુમાં વધુ બે ફોન ખરીદવાની પરમિશન આપી હતી. તે સમયે મોટા પ્રમાણમાં ફોન ખરીદીને ફરીથી વેચવાની એક્ટિવિટી રોકવી અને માર્કેટમાં ફોનની ઉપલબ્ધતા જાળવવી આ પગલાં પાછળનાં સંભવિત કારણોમાં હતાં.

વધ વાંચો :28 ઓક્ટોબરના રોજ Apple કરશે મોટો ધડાકો, ટચસ્ક્રીન MacBookથી લઈને આવશે iPad સહિતની આ પ્રોડક્ટ્સ

ગ્રાહકો માટે શું બદલાશે?

જો તમે Appleના ઓનલાઇન સ્ટોર પરથી iPhone ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો એક ઓર્ડરમાં બે ફોનની લિમિટ ધ્યાનમાં રાખવી જરૂરી છે. ખાસ કરીને પરિવાર માટે એકસાથે અનેક ફોન ખરીદવા ઇચ્છતા લોકો માટે આ નિયમ અસુવિધાજનક બની શકે છે. હાલ આ મર્યાદા કેટલો સમય અમલમાં રહેશે તે સ્પષ્ટ નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

iPhone Buying Rules iPhone Latest News iPhone Purchase Limit

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ