ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / જલ્દી કરો, સુપ્રીમ કોર્ટમાં ભરતી પડી છે, ધો. 10-12 પાસ ઉમેદવારો રેડી થઇ જાઓ

વેકેન્સી / જલ્દી કરો, સુપ્રીમ કોર્ટમાં ભરતી પડી છે, ધો. 10-12 પાસ ઉમેદવારો રેડી થઇ જાઓ

Last Updated: 08:49 PM, 21 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપ્રીમ કોર્ટમાં સરકારી નોકરી મેળવવા ઇચ્છતા યુવાનો માટે 450થી વધુ જગ્યાઓ પર ભરતીની તક સામે આવી છે. જાણો કયા પદ માટે કેટલી જગ્યાઓ છે, કોણ અરજી કરી શકે છે, કેટલો પગાર મળશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે.

ADVERTISEMENT

સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયામાં ભરતીની મહત્વની તક સામે આવી છે. જેમાં કોર્ટ માસ્ટર, સિનિયર પર્સનલ આસિસ્ટન્ટ, કોર્ટ આસિસ્ટન્ટ, જુનિયર કોર્ટ એટેન્ડન્ટ અને જુનિયર કોર્ટ આસિસ્ટન્ટ સહિતનાં વિવિધ પદો માટે ભરતીની જાહેરાતો બહાર પાડવામાં આવી છે. જેમાં કુલ જગ્યાઓની સંખ્યા 450થી વધુ છે અને પદ પ્રમાણે પગાર તથા લાયકાત અલગ-અલગ છે.

આ ભરતીમાં અમુક જગ્યાઓ માટે ધોરણ 10 પાસ ઉમેદવારો પાત્ર બની શકે છે જ્યારે ટેકનિકલ અને આસિસ્ટન્ટ પદો માટે ઉચ્ચ શૈક્ષણિક લાયકાત, ટાઇપિંગ કે શોર્ટહેન્ડનું જ્ઞાન અને અનુભવ જરૂરી હોઈ શકે છે.

કોર્ટ માસ્ટર (શોર્ટહેન્ડ)

આ પદ પર સંભવિત 20 જગ્યાઓ ભરવામાં આવશે. જે ઉમેદવારોને શોર્ટહેન્ડમાં નિપુણતા છે અને સરકારી ક્ષેત્રમાં કામ કરવાનો અનુભવ ધરાવે છે તેમના માટે આ પદ છે. જેમાં લાયકાત તરીકે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી, કમ્પ્યુટરનું જ્ઞાન અને અંગ્રેજી ટાઇપિંગમાં પ્રતિ મિનિટ 40 શબ્દની સ્પીડ જરૂરી છે. અનુભવ તરીકે પ્રાઇવેટ સેક્રેટરી, સિનિયર પર્સનલ આસિસ્ટન્ટ, પર્સનલ આસિસ્ટન્ટ કે સિનિયર સ્ટેનોગ્રાફર તરીકે ઓછામાં ઓછા પાંચ વર્ષનો સંબંધિત અનુભવ જોઈએ. વયમર્યાદા 30થી 45 વર્ષ રાખવામાં આવી છે. પગાર ધોરણ ₹67,700થી ₹2,08,700 સુધી રહેશે. અરજીની તારીખ 25 ઓક્ટોબરથી 15 નવેમ્બર 2026 સુધી રાખવામાં આવી છે.

સિનિયર પર્સનલ આસિસ્ટન્ટ

આ પદ પર 65 જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે આ ભરતી સારી તક છે. જોકે, તેમાં અંગ્રેજી શોર્ટહેન્ડ અને ટાઇપિંગની આવડત હોવી જરૂરી છે. લાયકાત તરીકે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી જોઈએ. શોર્ટહેન્ડમાં અંગ્રેજીમાં પ્રતિ મિનિટ 110 શબ્દની સ્પીડ જોઈએ. કમ્પ્યુટર ટાઇપિંગમાં પર પ્રતિ મિનિટ 40 શબ્દની સ્પીડ જોઈએ. જેમાં વયમર્યાદા 1 ઓક્ટોબર 2026ના રોજ 18થી 30 વર્ષની રાખવામાં આવી છે. તો પગાર ધોરણ ₹47,600થી ₹1,51,100 સુધી રખાયો છે. જેમાં અરજીની કરવાની તારીખ 20 ઓક્ટોબરથી 10 નવેમ્બર 2026 સુધીની છે.

જુનિયર કોર્ટ એટેન્ડન્ટ

આ પદ પર 130 જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં ધોરણ 10 પાસ ઉમેદવારો માટે આ ભરતી ખાસ ઉપયોગી બની શકે છે. આ પદ માટે પસંદગીની પ્રક્રિયામાં લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂનો સમાવેશ થાય છે. લાયકાત તરીકે માન્ય બોર્ડમાંથી ઓછામાં ઓછું ધોરણ 10 પાસ માંગવામાં આવ્ય છે. જેમાં વયમર્યાદા 18થી 27 વર્ષ રાખવામાં આવી છે. ઓબ્જેક્ટિવ પ્રકારની પરીક્ષા અને ઇન્ટરવ્યૂ દ્વારા પસંદગી પ્રક્રિયા થશે. જેમાં પગાર ધોરણ ₹21,700થી ₹69,100 સુધી મળશે. જેમાં અરજીની કરવાની તારીખ 4 નવેમ્બરથી 25 નવેમ્બર 2026 સુધી રાખવામાં આવી છે.

કોર્ટ આસિસ્ટન્ટ (ટેક્નિકલ)

આ પદ પર 15 જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં કમ્પ્યુટર સાયન્સ અને આઇટી ક્ષેત્રમાં અભ્યાસ કરનારા ઉમેદવારો માટે આ ટેક્નિકલ પદ છે. આ ભરતીમાં માત્ર ડિગ્રી પૂરતી નથી; સંબંધિત અનુભવની શરતો પણ લાગુ પડે છે. લાયકાત તરીકે કમ્પ્યુટર સાયન્સ અથવા ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં સંબંધિત ડિગ્રી અને સોફ્ટવેર ડેવલપમેન્ટનો જરૂરી અનુભવ માંગવામાં આવ્ય છે. તો અનુભવ તરીકે લાયકાતના પ્રકાર પ્રમાણે ત્રણથી ચાર વર્ષનો અનુભવ જરૂરી હોઈ શકે છે. જેમાં વયમર્યાદા 1 ઓક્ટોબર 2026ના રોજ 18થી 35 વર્ષ સધી રાખવામાં આવી છે. તો પગાર ધોરણ ₹44,900થી ₹1,42,400 સુધી હોઈ શકે છે. પસંદગી પ્રક્રિયા લેખિત પરીક્ષા, ટેક્નિકલ કસોટી, પ્રેક્ટિકલ ટેસ્ટ અને ઇન્ટરવ્યૂ આધારે થશે. જેમાં અરજી કરવાની તારીખ 3 નવેમ્બરથી 24 નવેમ્બર 2026 રખાઈ છે.

જુનિયર કોર્ટ આસિસ્ટન્ટ

આ પદ પર 250 જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં ગ્રેજ્યુએટ યુવાનો માટે સુપ્રીમ કોર્ટમાં નોકરી મેળવવાની આ મહત્ત્વની તક છે. જેમાં લાયકાત તરીકે માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં સ્નાતકની ડિગ્રી અને કમ્પ્યુટર ટાઇપિંગનું નોલેજ જોઈએ. વયમર્યાદા 1 સપ્ટેમ્બર 2026ના રોજ 18થી 30 વર્ષ રાખવામાં આવી છે. જેમાં પગાર ₹35,400 બેઝિક પગારથી શરૂઆત થશે ઉપરાંત લાગુ પડતા ભથ્થાં પણ મળશે. જેમાં પસંદગી પ્રક્રિયા લેખિત પરીક્ષા, ટાઇપિંગ ટેસ્ટ, વર્ણનાત્મક પરીક્ષા અને ઇન્ટરવ્યૂ દ્વારા થશે. જેમાં અરજીની છેલ્લી તારીખ 28 ઓક્ટોબર 2026 રખાઈ છે.

વધુ વાંચો : BHEL Recruitment 2026: 10મું પાસ અને ITI માટે સરકારી નોકરીની તક, 660 જગ્યાઓ પર ભરતી

અરજી કેવી રીતે કરવી?

સુપ્રીમ કોર્ટની ભરતી માટે અરજી કરતા પહેલાં સંબંધિત પદની ઓફીશીયલ જાહેરાત વાંચવી જરૂરી છે. જેમાં લાયકાત, વયમર્યાદા, અનુભવ, પરીક્ષાની પદ્ધતિ અને અરજીની તારીખો દરેક પદ માટે અલગ હોઈ શકે છે. અરજી કરવા માટે સુપ્રીમ કોર્ટની ઓફીશીયલ ભરતી વેબસાઇટ પર જાઓ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Supreme Court Jobs Supreme Court Recruitment Supreme Court Vacancy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ