ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / વાહનોની સુરક્ષાને લઈને નવા નિયમો, કારમાં બ્લેક બોક્સ સહિત પગપાળા ચાલનારાઓની સુરક્ષા પર પણ ભાર!

કામની વાત / વાહનોની સુરક્ષાને લઈને નવા નિયમો, કારમાં બ્લેક બોક્સ સહિત પગપાળા ચાલનારાઓની સુરક્ષા પર પણ ભાર!

Published By: Nirav Kumar

Last Updated: 08:38 AM, 22 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે વાહનોની સુરક્ષા વધારવા માટે નવા સેફ્ટી ધોરણો જાહેર કર્યા છે. જેમાં બ્લેક બોક્સ, રાહદારીઓનું રક્ષણ અને ક્રેશ ટેસ્ટ જેવા મહત્ત્વના મુદ્દાઓ સામેલ છે. ચાલો જાણીએ કે કઈ તારીખથી કયા નિયમો લાગુ થશે અને નવી કાર ખરીદનારાઓ માટે આ ફેરફારો કેમ મહત્ત્વના બની શકે છે.

ADVERTISEMENT

સરકારે વાહનોની સુરક્ષા માટે નવા નિયમો લાગુ કર્યા છે. હવે નવી કારોમાં પ્લેન જેવું ‘બ્લેક બોક્સ’ ફરજિયાત બનશે. આ સાથે જ પદયાત્રીઓની સુરક્ષા અને વાહન ચોરી અટકાવવા માટે પણ કડક માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. આ ફેરફારો એકસાથે નહીં પણ તબક્કાવાર અમલમાં આવશે.

સડક અકસ્માતમાં જાન-માલના નુકસાનને ઘટાડવા અને વાહનોને વધુ સુરક્ષિત બનાવવા માટે કેન્દ્ર સરકારે મોટર વાહનોના સુરક્ષા માનકોમાં ફેરફાર કર્યા છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયની અધિસૂચના મુજબ કાર અને બીજા વાહનો માટે ટક્કરથી સુરક્ષા, અકસ્માત વખતે ડેટા રેકોર્ડ કરવા, પદયાત્રીઓની સુરક્ષા અને વાહન ચોરી રોકવા સંબંધિત નવા માનકો લાગુ થશે.

હવે અકસ્માતનો ડેટા કારમાં જ રેકોર્ડ થશે

નવી કારોમાં ઇવેન્ટ ડેટા રેકોર્ડર (EDR) ફરજિયાત બનશે. તેને કારનું ‘બ્લેક બોક્સ’ પણ કહી શકાય. આ બિલકુલ પ્લેનમાં હોય છે તેવું જ કામ કરશે. અકસ્માત વખતે શું થયું તેનો ડેટા રેકોર્ડ કરશે જેથી હાદસાના કારણોની તપાસ સરળ બને.

ફ્રન્ટ અને સાઇડ ક્રેશમાં વધુ સુરક્ષા

નવા નિયમોમાં સામેની ટક્કર, સાઇડ ક્રેશ અને આંશિક ફ્રન્ટલ ટક્કર દરમિયાન મુસાફરોની સુરક્ષાના માનકોને મજબૂત બનાવવામાં આવ્યા છે. સ્ટીયરિંગ સિસ્ટમ માટે પણ નવા માપદંડ નક્કી કરવામાં આવ્યા છે જેથી ટક્કર વખતે ડ્રાઇવરને ઈજા થવાનું જોખમ ઘટે.

પદયાત્રીઓની સુરક્ષા પર ખાસ ધ્યાન

વાહનના આગળના ભાગથી પદયાત્રીઓને થતી ઈજાઓ ઘટાડવા માટે પણ સેફટી સ્ટાન્ડર્ડમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આમાં ફ્લેક્સિબલ પેડેસ્ટ્રિયન લેગ ઇમ્પેક્ટર (FlexPLI) નામના ટેસ્ટ સાધનનો ઉપયોગ પણ શામેલ છે. તેના દ્વારા ટક્કર વખતે પદયાત્રીના પગ પર પડતી અસરનું મૂલ્યાંકન કરવામાં આવે છે.

પાછળની ટક્કર અને ઇલેક્ટ્રિક કારોની સુરક્ષા

નવા સ્ટાન્ડર્ડમાં પાછળથી ટક્કર થાય ત્યારે ઇંધણ સિસ્ટમની સુરક્ષા સાથે ઇલેક્ટ્રિક વાહનોના પાવરટ્રેનની સુરક્ષા પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે. વધુમાં M1 કેટેગરીની કારોમાં પેડલ સિસ્ટમ અને તેના સંચાલન સંબંધિત માનકોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.

ચોરી રોકવા માટે નવા પ્રાવધાન

M અને N કેટેગરીના વાહનોમાં વાહન એલાર્મ સિસ્ટમ અને ઇમોબિલાઇઝર સંબંધિત જોગવાઈઓ પણ સામેલ કરવામાં આવી છે. જેમાં ઇમોબિલાઇઝર એવું સાધન છે જે ઓથોરાઇઝ રીતે વાહન સ્ટાર્ટ ન થાય તો એન્જિન કે વાહનના સંચાલનને રોકી દે છે.

વધુ વાંચો : ભારતમાં ટ્રેનો મોડી દોડવા પાછળ પિટ લાઇનની શું છે ભૂમિકા? જાણો શું છે આ સિસ્ટમ

નવા નિયમો ક્યારથી લાગુ થશે?

સરકારની સૂચના મુજબ અલગ-અલગ સ્ટાન્ડર્ડ તબક્કાવાર અમલમાં આવશે. જેમાં અમુક જોગવાઈઓ માટે 1 ઓક્ટોબર 2027ની તારીખ નક્કી કરવામાં આવી છે જ્યારે અન્ય સ્ટાન્ડર્ડ 2028 અને 2029થી લાગુ થશે. અમુક જોગવાઈઓની સમયમર્યાદા 2031-32 સુધી છે. અમલની તારીખ વાહનની કેટેગરી, મોડલ અને સંબંધિત જોગવાઈ મુજબ અલગ-અલગ રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Event Data Recorder Car Safety Regulations Vehicle Safety Rules

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ