બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / PM કિસાનના 18મા હપ્તા પહેલા થયો મોટો ફેરફાર, ખેડૂતો માટે આ વાત જાણવી ખૂબ જ જરૂરી

તમારા કામનું / PM કિસાનના 18મા હપ્તા પહેલા થયો મોટો ફેરફાર, ખેડૂતો માટે આ વાત જાણવી ખૂબ જ જરૂરી

Last Updated: 12:09 PM, 9 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM કિસાનના 18મા હપ્તાની દેશના 12 કરોડ ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. ત્યારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે જોડાયેલા 12 કરોડથી વધુ ખેડૂતો માટે પીએમ કિસાન પોર્ટલ સાથે જોડાયેલી એક ખૂબ જ જરૂરી બાબત સામે આવી છે.

PM કિસાનનો 18મો હપ્તો ક્યારે આવશે? અવો સવાલ પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે જોડાયેલા 12 કરોડથી વધુ ખેડૂતોના મનમાં છે. જો કે હવે આ ખેડૂતો માટે વધુ મહત્ત્વના અને ઉપયોગી સમાચાર આવ્યા છે. PM કિસાનના 18મા હપ્તા પહેલા એક મોટો ફેરફાર થયો છે. હવે લાભાર્થીઓ પીએમ કિસાન પોર્ટલ અથવા એપ દ્વારા પોતાનો મોબાઈલ નંબર જાતે અપડેટ કરી શકશે.

જણાવી દઈએ કે ઓગસ્ટ-નવેમ્બર માટે પીએમ કિસાનનો હપ્તો આ મહિનાથી લઈને 30 નવેમ્બરની વચ્ચે કોઈપણ સમયે આવી શકે છે. સરકાર દ્વારા હજુ સુધી કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી. આ યોજનાનો 17મો હપ્તો PM નરેન્દ્ર મોદીએ 18 જૂને બહાર પાડ્યો હતો. અત્યાર સુધીમાં 10.30 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 2000-2000 રૂપિયાની રકમ સીધી પહોંચી ચુકી છે.

PROMOTIONAL 12

હવે લોકો 18મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. જો કોઈ લાભાર્થીએ પોતાનો મોબાઈલ નંબર બદલ્યો હોય, તો જરૂરી છે કે PM કિસાન પોર્ટલ પર તરત જ મોબાઈલ નંબર અપડેટ કરે લેવામાં આવે. જો કે આ કામ કરવા માટે ક્યાંય જવાની જરૂર નથી. તેના બદલે, કમ્પ્યુટર, લેપટોપ અથવા મોબાઇલથી ઘરે બેઠા સરળતાથી આ કામ કરી શકો છો. મોબાઈલ નંબર અપડેટ કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરવા પડશે.

આ પણ વાંચો: હવે UPIથી પણ બેંક લોન આપવા છે તૈયાર, બસ ગેરંટી માટે આટલાં ડોક્યુમેન્ટ્સ રાખજો તૈયાર

  • સૌથી પહેલા PM કિસાન પોર્ટલ https://pmkisan.gov.in/ પર જાઓ.
  • અહીં ફાર્મર કોર્નરમાં, e-KYC પછી, ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન, સ્ટેટસ ઓફ સેલ્ફ-રજિસ્ટર્ડ ફાર્મર/CSC ફાર્મર્સ, અપડેશન ઓફ સેલ્ફ-રજિસ્ટર્ડ ફાર્મર્સ, નો યોર સ્ટેટસ પછી અપડેટેડ મોબાઇલ નંબર આવશે. તેના પર ક્લિક કરો.
  • અહીં, રજિસ્ટ્રેશન નંબર અથવા આધાર નંબર નાખીને કેપ્ચા કોડ એન્ટર કરો અને Search બટન પર ક્લિક કરો.
  • સંમતિ તપાસો અને Get Aadhaar OTP પર ક્લિક કરો.
  • તમારા આધાર સાથે જોડાયેલા મોબાઈલ પર એક OTP આવશે. તેને આપેલ બોક્સમાં એન્ટર કરો અને વેરીફાઈ બટન પર ક્લિક કરો.
  • આ પછી તમારી સંપૂર્ણ વિગતો તમારી સામે હશે. તેમાં રજિસ્ટ્રેશન નંબર, તમારું નામ, મોબાઈલ નંબર, આધાર નંબર, જન્મ તારીખ અને જાતિ દેખાશે. નીચે આપેલા બોક્સમાં નવો મોબાઈલ નંબર એન્ટર કરો અને ગેટ OTP પર ક્લિક કરો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PM Kisan Utility News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ