ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / UPIથી 10 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી શકાશે, નવો નિયમ આ તારીખથી લાગુ

તમારા કામનું / UPIથી 10 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી શકાશે, નવો નિયમ આ તારીખથી લાગુ

Published By: Maulik Patel

Last Updated: 11:34 PM, 11 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન મર્યાદામાં મોટો ફેરફાર જાહેર કર્યો છે, જે 15 સપ્ટેમ્બર, 2025થી લાગુ થશે. પસંદગીના વેરિફાઈડ વેપારીઓ માટે પર્સન-ટૂ-મર્ચન્ટ (P2M) ટ્રાન્ઝેક્શનની દૈનિક મર્યાદા રૂ. 1 લાખથી વધારીને રૂ. 10 લાખ કરવામાં આવી છે. આ ફેરફારનો ઉદ્દેશ ડિજિટલ પેમેન્ટને વધુ સરળ અને સુરક્ષિત બનાવી, મોટા ચૂકવણાને પ્રોત્સાહન આપવાનો છે.

ADVERTISEMENT

UPI Transaction Limit: નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) ના ટ્રાન્ઝેક્શન માટે નવા નિયમો જાહેર કર્યા છે, જે 15 સપ્ટેમ્બર 2025થી લાગુ થશે. આ નવા નિયમો હેઠળ, પસંદગીના વેરિફાઈડ વેપારીઓ માટે પર્સન-ટૂ-મર્ચન્ટ (P2M) ટ્રાન્ઝેક્શનની દૈનિક મર્યાદા રૂ. 1 લાખથી વધારીને રૂ. 10 લાખ કરવામાં આવી છે. જોકે, પર્સન-ટૂ-પર્સન (P2P) ટ્રાન્સફરની મર્યાદા પહેલાની જેમ રૂ. 1 લાખ દૈનિક રહેશે. આ ફેરફારનો ઉદ્દેશ ડિજિટલ પેમેન્ટને વધુ સરળ અને સુરક્ષિત બનાવવાનો છે, ખાસ કરીને મોટા ચૂકવણા કરનારા ગ્રાહકો માટે.

upi-final

આ નવા નિયમો ખાસ કરીને તે ગ્રાહકો માટે ફાયદાકારક સાબિત થશે, જેમને અગાઉ મોટા ટ્રાન્ઝેક્શન માટે ચૂકવણીને નાના-નાના હિસ્સામાં વહેંચવી પડતી હતી અથવા ચેક અને બેંક ટ્રાન્સફર જેવી પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરવો પડતો હતો. NPCIના આ નિર્ણયથી ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન મળશે અને વિવિધ ક્ષેત્રોમાં મોટા ટ્રાન્ઝેક્શન સરળ બનશે.

વિવિધ ક્ષેત્રોમાં ટ્રાન્ઝેક્શન મર્યાદામાં વધારો

NPCIએ વિવિધ ક્ષેત્રો માટે UPI ટ્રાન્ઝેક્શનની મર્યાદામાં પણ ફેરફાર કર્યો છે. કેપિટલ માર્કેટ અને વીમા ક્ષેત્રમાં દૈનિક ટ્રાન્ઝેક્શન મર્યાદા રૂ. 2 લાખથી વધારીને રૂ. 5 લાખ અને દૈનિક મર્યાદા રૂ. 10 લાખ સુધી કરવામાં આવી છે. આ ઉપરાંત, સરકારી ઈ-માર્કેટપ્લેસ (જેમ પોર્ટલ), ટેક્સ ચૂકવણી અને અર્નેસ્ટ મની ડિપોઝિટ માટે ટ્રાન્ઝેક્શન મર્યાદા રૂ. 1 લાખથી વધારીને રૂ. 5 લાખ કરવામાં આવી છે. ટ્રાવેલ સેક્ટર માટે પણ ટ્રાન્ઝેક્શન મર્યાદા રૂ. 1 લાખથી વધારીને રૂ. 5 લાખ અને દૈનિક મર્યાદા રૂ. 10 લાખ કરવામાં આવી છે.

અન્ય ક્ષેત્રોમાં નવી મર્યાદાઓ

  • ક્રેડિટ કાર્ડ બિલ ચૂકવણી: એક ટ્રાન્ઝેક્શનમાં રૂ. 5 લાખ અને દૈનિક રૂ. 6 લાખ સુધીનું ચૂકવણું શક્ય બનશે.
  • લોન ચૂકવણી અને EMI: એક ટ્રાન્ઝેક્શનમાં રૂ. 5 લાખ અને દૈનિક મર્યાદા રૂ. 10 લાખ રહેશે.
  • ઝવેરાત ખરીદી: એક ટ્રાન્ઝેક્શનમાં રૂ. 2 લાખ અને દૈનિક રૂ. 6 લાખની મર્યાદા રહેશે.
  • બેંકિંગ સેવાઓ: ડિજિટલ ઓનબોર્ડિંગ દ્વારા ટર્મ ડિપોઝિટ માટે ટ્રાન્ઝેક્શન મર્યાદા રૂ. 2 લાખથી વધારીને રૂ. 5 લાખ કરવામાં આવી છે.

વધુમાં વાંચો: સચિન તેંડુલકર BCCIના નવા અધ્યક્ષ બનશે? ખુદ ક્રિકેટના ભગવાને કર્યો ખુલાસો

NPCIએ જણાવ્યું છે કે આ ફેરફારો UPIને મોટા પેમેન્ટ માટે વધુ ઉપયોગી બનાવશે. આનાથી દેશમાં ડિજિટલ પેમેન્ટને વધુ પ્રોત્સાહન મળશે અને મહત્વના ક્ષેત્રોમાં ચૂકવણી પ્રક્રિયા સરળ બનશે. આ નવા નિયમો ખાસ કરીને વેપારીઓ અને ગ્રાહકો માટે ડિજિટલ ટ્રાન્ઝેક્શનને વધુ અનુકૂળ અને સુરક્ષિત બનાવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

UPI Transaction Verified Merchants Digital Payment

Published by

Maulik Patel

Maulik Patel is the Sub Editor at VTV Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ