બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / FASTag Policy: એક વખત ટોલ ભરો અને આખું વર્ષ ટોલ ફ્રી, નવી સુવિધાનો લાભ ઉઠાવી લેજો
Last Updated: 10:20 AM, 25 May 2025
Fastag Policy Update: દેશમાં FASTag ને લઈને એક નવી અપડેટ આવી છે. કેન્દ્ર સરકાર FASTag સિસ્ટમમાં ફેરફાર કરવા જઈ રહી છે. દરરોજ લાખો લોકો ટોલ પ્લાઝાનો ઉપયોગ કરે છે. હવે ફાસ્ટેગમાં ટોલ ટેક્સ ભરવા માટે ફક્ત એક જ વાર રિચાર્જ કરવાનું રહેશે. નવી નીતિ હેઠળ, વાહન માલિકો વાર્ષિક 3,000 રૂપિયા ચૂકવીને આખું વર્ષ નેશનલ હાઈવે પર મુસાફરી કરી શકશે. આ ઉપરાંત, જે લોકો ઓછી મુસાફરી કરે છે, તેમના માટે પ્રતિ 100 કિલોમીટર 50 રૂપિયા ચૂકવવાનો ઓપ્શન પણ હશે. આ સિસ્ટમ ટોલ પ્લાઝા પર થતા ટ્રાફિક જામમાંથી રાહત આપશે અને ઇંધણની પણ બચત કરશે.
ADVERTISEMENT

ટોલ વસૂલાતને વધુ અનુકૂળ અને પારદર્શક બનાવવા માટે FASTag સિસ્ટમમાં કેટલાક જરૂરી ફેરફારો કરવામાં આવ્યા છે. આ નવી સિસ્ટમ લાગુ થયા પછી, લોકો માટે ટોલ ચૂકવવાનું સરળ બનશે અને લોકોની મુસાફરી વધુ સારી બનશે. ચાલો જાણીએ કે FASTag સિસ્ટમમાં કયા ફેરફારો થઈ શકે છે અને તેનાથી લોકોને શું ફાયદો થશે?
ADVERTISEMENT
FASTag સિસ્ટમમાં શું ફેરફાર થશે?
અહેવાલો અનુસાર, નવી નીતિ હેઠળ, વાહન માલિકો વાર્ષિક 3000 રૂપિયા ચૂકવીને આખું વર્ષ નેશનલ હાઈવે, એક્સપ્રેસવે અને સ્ટેટ હાઈવે પર ગમે તેટલી મુસાફરી કરી શકશે. આ પાસ FASTag એકાઉન્ટ સાથે ડિજિટલી લિંક થશે, જેના કારણે લોકોને વારંવાર ટોલ ચૂકવવાની જરૂર રહેશે નહીં.
ADVERTISEMENT

આ માટે, લોકોને બે પેમેન્ટના ઓપ્શન મળશે, એક વાર્ષિક પાસ અને બીજો અંતર-આધારિત ફી. અંતર આધારિત ચાર્જ એ લોકો માટે ફાયદાકારક રહેશે જેઓ ઓછી મુસાફરી કરે છે. આ માટે તેમને પ્રતિ 100 કિલોમીટર 50 રૂપિયા ચૂકવવા પડશે. નવી FASTag સિસ્ટમ માટે હાલના FASTag એકાઉન્ટનો ઉપયોગ કરીને નવી યોજનાનો લાભ મેળવી શકે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: સરકારી કર્મચારીઓ માટે કામના સમાચાર, UPSનું આ કામ નહીં કરો તો પેન્શન અટકશે
નવી FASTag સિસ્ટમ લાગુ થયા પછી, લોકોને ટોલ પ્લાઝા પર ટ્રાફિક જામનો સામનો કરવો પડશે નહીં અને લોકોના ઇંધણની પણ બચત થશે. આ નવી સિસ્ટમની મદદથી, ટોલની આવકની ભરપાઈ થશે અને છેતરપિંડી ઓછી થશે. સાથે જ ટોલ ચોરી અટકાવવા માટે બેંકોને વધુ સત્તાઓ આપવામાં આવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.