ઘણી વખત મુસાફરી દરમિયાન લોકોનો મોબાઈલ ચોરાઈ કે ખોવાઈ જતો હોય છે. આ સ્થિતિમાં મુસાફરો ખૂબ જ પરેશાન થઈ જાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને રેલવેએ હવે એક નવી સુવિધા શરૂ કરી છે જેનાથી મુસાફરોનો મોબાઈલ ચોરાઈ જાય તો તેને સરળતાથી ટ્રેક કરી શકાશે. તેના માટે ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) અને રેલ્વે પ્રોટેક્શન ફોર્સે(RPF) સંયુક્ત રીતે એક નવું સ્ટેપ ઉઠાવ્યું છે જેના કારણે મોબાઇલનું ટ્રેસિંગ, બ્લોકિંગ અને રિકવરી હવે પહેલા કરતાં વધુ સરળ બની ગઈ છે.
- જાણો શું છે નવી સિસ્ટમ?
ટેલિકોમ્યુનિકેશન વિભાગના 'સંચાર સાથી' પોર્ટલને હવે ભારતીય રેલ્વેની 'રેલ મદદ' એપ સાથે જોડી દેવામાં આવી છે. આ સિસ્ટમ દ્વારા મુસાફરો તેમના ખોવાયેલા કે ચોરાયેલા મોબાઇલ વિશે સીધી ફરિયાદ 'રેલ મદદ' એપ પર નોંધાવી શકે છે. આ ફરિયાદ આપમેળે 'સંચાર સાથી' પોર્ટલ પર પહોંચશે જ્યાંથી મોબાઇલ બ્લોક કરવામાં આવશે જેથી તેનો દુરુપયોગ ન થઈ શકે અને તેનું ટ્રેકિંગ શરૂ કરી શકાય.
- સંચાર સાથી પોર્ટલમાં ઉપલબ્ધ સુવિધાઓ
- આ પોર્ટલ પર અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે જે મોબાઇલ ફોન શોધવાનું વધુ સરળ બનાવે છે.
- બ્લોકિંગ સુવિધા: વ્યક્તિ પોતાના ખોવાયેલા કે ચોરાયેલા મોબાઇલની પોર્ટલ પર જાણ કરીને તેને બ્લોક કરી શકે છે.
- ટ્રેસિંગ અને રિકવરી: પોલીસ અને RPFને મોબાઇલના ટ્રેસિંગ અને રિકવરી વિશે જાણ કરવામાં આવે છે.
- સાયબર ગુનાઓનું રિપોર્ટિંગ: આ પોર્ટલ ટેલિકોમ સંસાધનોના દુરુપયોગ, સાયબર ફ્રોડ અને અન્ય ડિજિટલ ગુનાઓ અંગે ફરિયાદો નોંધાવવાની સુવિધા પણ પૂરી પાડે છે.
- આ રીતે કરવી ફરિયાદ
જો મુસાફરી દરમિયાન તમારો મોબાઈલ ચોરાઈ જાય તો તમે આ એપ પર સરળતાથી ફરિયાદ નોંધાવી શકો છો. - એના માટે સૌ પ્રથમ તમારે રેલ મદદ એપ ડાઉનલોડ કરવી પડશે અને તેમાં ખોવાયેલા કે ચોરાયેલા મોબાઇલની ફરિયાદ નોંધાવવી પડશે.
- ત્યાર બાદ ફરિયાદ આપમેળે 'સંચાર સાથી' પોર્ટલ પર પહોંચી જશે.
- જો તમે ઇચ્છો તો, તમે સીધા www.sancharsaathi.gov.in પર જઈને તમારા મોબાઇલને બ્લોક કરવાની પ્રોસેસ પણ પૂરી કરી શકો છો.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ