ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / EPFO 3.0 પર મોટી અપડેટ, હવે PFના રૂપિયા સીધા એકાઉન્ટમાં આવી જશે!

તમારા કામનું / EPFO 3.0 પર મોટી અપડેટ, હવે PFના રૂપિયા સીધા એકાઉન્ટમાં આવી જશે!

Published By: Vidhata Gothi

Last Updated: 03:14 PM, 3 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

EPFO 3.0 Update: EPFO 3.0 અંતર્ગત હવે PFના પૈસા ઉપાડવાની પ્રક્રિયા પહેલા કરતાં વધુ સરળ અને ઝડપી થઈ ગઈ છે. હવે ઓનલાઇન EPF ક્લેમ માત્ર 8 દિવસમાં થઈ રહ્યું છે અને પૈસા સીધા એકાઉન્ટમાં આવી રહ્યા છે.

ADVERTISEMENT

EPFO 3.0 Update: નોકરી કરતાં અને EPFમાં પૈસા જમા થતાં હોય, એવા લોકો માટે એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ તેની સિસ્ટમને ઘણા અંશે ડિજિટલ અને સ્માર્ટ બનાવી દીધી છે. EPFO ​​3.0 હેઠળ કરવામાં આવેલા ફેરફારોને કારણે હવે PFના પૈસા ઉપાડવાની પ્રક્રિયા પહેલા કરતાં વધુ સરળ અને ઝડપી થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે રાજ્યસભામાં જણાવ્યું છે કે હવે ઓનલાઈન EPF ક્લેમની પ્રક્રિયામાં સરેરાશ માત્ર 8 દિવસનો સમય લાગી રહ્યો છે. એટલે કે જો માહિતી સાચી હોય અને KYC થયું હોય, તો અઠવાડિયામાં જ પૈસા ખાતામાં આવી શકે છે.

PF ક્લેમ માટે નહીં જોવી પડે વધારે રાહ

પહેલાં, EPF ક્લેમમાં ઘણા અઠવાડિયા કે મહિના લાગી જતાં હતા. ઘણીવાર ફાઈલો અટકી જતી હતી, એમ્પ્લોયરની મંજૂરીમાં વિલંબ થતો હતો અને પ્રોફાઇલમાં ભૂલને કારણે પૈસા અટકી જતાં હતા. પરંતુ EPFO ​​3.0માં કરવામાં આવેલા સુધારાઓ પછી હવે આ તસવીર બદલાઈ રહી છે. સરકારી ડેટા પ્રમાણે, નાણાકીય વર્ષ 2025-26માં 23 જાન્યુઆરી 2026 સુધીમાં EPFO​​એ 8.53 કરોડથી વધુ ક્લેમની પ્રક્રિયા કરી છે. આ સંખ્યા ગયા વર્ષ કરતા વધારે છે, જે સાબિત કરે છે કે સિસ્ટમ ઝડપી અને વધુ સક્ષમ થઈ છે.

કંપનીની મંજૂરી વિના પણ થશે ટ્રાન્સફર ક્લેમ

EPFO 3.0નો સૌથી મોટો ફાયદો એ લોકોને મળ્યો છે કે જેમનું e-KYC સંપૂર્ણપણે અપડેટ છે. એવા કર્મચારી હવે PF ટ્રાન્સફર માટે પોતાના જૂના કે નવા એમ્પ્લોયરની મંજૂરી વિના પણ ડાયરેક્ટ ઓનલાઇન ક્લેમ ફાઇલ કરી શકાય છે. આનાથી ખાસ કરીને એવા કર્મચારીઓને રાહત મળશે કે જેઓ વારંવાર નોકરી બદલે છે કે જેમનો જૂની કંપની સાથે સંપર્ક થઈ શકતો નથી. હવે, કર્મચારીઓ જાતે જ પોર્ટલ દ્વારા પોતાનું કામ પૂરું કરી શકે છે.

પ્રોફાઇલ પણ જાતે સુધારી શકશે કર્મચારીઓ

EPFOએ જાન્યુઆરી 2025થી પ્રોફાઇલ સુધારણા પ્રક્રિયાને પણ સરળ કરી દીધી છે. કર્મચારીઓ હવે પોતાનું નામ, જન્મ તારીખ અથવા અન્ય મહત્ત્વપૂર્ણ માહિતી જાતે જ અપડેટ કરી શકે છે કે સુધારી શકે છે. અગાઉ આ માટે ઓફિસના આંટા મારવા પડતાં હતા, પરંતુ હવે આ પ્રક્રિયા ઓનલાઇન અને સરળ થઈ ગઈ છે. સરકાર પ્રમાણે, જાન્યુઆરી 2026 સુધીમાં, EPFOએ 27 લાખથી વધારે પ્રોફાઇલ સુધારણા રિક્વેસ્ટ પૂરી કરી છે.

vtv app promotion

દેશની કોઈપણ બેંકમાંથી મળશે પેન્શન

EPFO 3.0 અંતર્ગત સેન્ટ્રલાઇઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમ પણ લાગુ કરી દેવામાં આવી છે. આનો અર્થ છે કે હવે પેન્શનરોને કોઈ ખાસ બેંક અથવા બ્રાંચ પર નિર્ભર નહીં રહેવું પડે. દેશની કોઈપણ શિડ્યુલ્ડ બેંકમાંથી પેન્શન મળી શકશે. આ સુવિધા ખાસ કરીને વૃદ્ધ પેન્શનરો માટે ઘણી મદદરૂપ સાબિત થશે.

ફેસ ઓથેન્ટિકેશનથી બનશે UAN

સરકારે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ફેસ ઓથેન્ટિકેશન સિસ્ટમ પણ શરૂ કરી દીધી છે. ઓગસ્ટ 2025થી નવા કર્મચારીઓ માટે UAN બનાવવા માટે ફેસ ઓથેન્ટિકેશન ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. UMANG એપ દ્વારા, આધાર-આધારિત ફેસ વેરિફિકેશનથી કર્મચારીઓ જાતે જ UAN બનાવી અને એક્ટિવ કરી શકે છે. અ માટે એમ્પ્લોયર પર નિર્ભર રહેવાની જરૂર નથી પડતી અને ઓળખની પણ વધુ સુરક્ષિત રહેશે.

આ પણ વાંચો: 10 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરીની સુવર્ણ તક, અગ્નિવીરો તો ખાસ વાંચે

પાસબુક જોવી સરળ

EPFO 3.0માં મેમ્બર પાસબુક લાઇટ ફીચર પણ આપવામાં આવી છે. હવે કર્મચારીઓ તેમના લેટેસ્ટ ટ્રાન્ઝેક્શન સરળતાથી જોઈ શકે છે. આનાથી એ ખબર પડે છે કે પૈસા જમા થયા છે કે નહીં અને કોઈ ગડબડ તો નથી ને. EPFO 3.0 હેઠળના આ બધા ફેરફારો કર્મચારીઓ અને પેન્શનરોના જીવનને સરળ બનાવવા માટે છે. ડિજિટલ સિસ્ટમ, ઝડપી ક્લેમ પ્રોસેસ, ઓછા પેપરવર્કને કારણે હવે PF ફંડ ઉપાડવું પહેલા કરતાં ઘણું સરળ થઈ ગયું છે. જો KYC થયું છે અને માહિતીમાં ભૂલ નથી, તો PFના પૈસા થોડા દિવસોમાં એકાઉન્ટમાં જમા થઈ શકે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે vtvgujarati.com આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PF Amount Withdrawal EPF Claim Settlement Time EPFO 3.0 Update

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ