ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 10 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરીની સુવર્ણ તક, અગ્નિવીરો તો ખાસ વાંચે
Last Updated: 09:47 AM, 3 February 2026
ADVERTISEMENT
સરકારી નોકરીઓ માટે તૈયારી કરી રહેલા દેશભરના યુવાનો માટે ફેબ્રુઆરી મહિનો ફાયદાકારક રહેવાનો છે. એક તરફ, 1 ફેબ્રુઆરીએ રજૂ કરાયેલા 2026ના બજેટમાં, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ભવિષ્યના રોજગારના લેન્ડસ્કેપની માહિતી આપી છે.તો બીજી તરફ ફેબ્રુઆરી મહિનામાં ઘણી મોટી ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થવાની છે.
ADVERTISEMENT
આ સંદર્ભમાં, બે મુખ્ય સરકારી વિભાગોએ 10મું ધોરણ પાસ કરનારા ઉમેદવારો માટે ભરતી નોટિફિકેશન જાહેર કરી છે, જે હેઠળ 50 હજારથી વધુ જગ્યાઓ ભરવામાં આવી રહી છે.આ માટે અરજી પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. ત્યાં અગ્નિવીર તરીકે સેવા આપતા સૈનિકો માટે એક મોટી અપડેટ છે.આવો, જોબ એલર્ટની આ કડીઓમાં 10મું પાસ ઉમેદવારો માટે બે સરકારી વિભાગોમાં ભરતી અરજી પ્રક્રિયા અને અગ્નિવીરોની રિટાયરમેન્ટ પહેલાં મળી શકે તેવા સંભવિત લાભો વિશે વિગતવાર વાત કરીએ.
રેલ્વે ગ્રુપ D માં 21,997 પદો પર ભરતી
ADVERTISEMENT
ભારતીય રેલ્વે ગ્રુપ ડી ભરતી 2026 નુ નોર્ટિફિકેશન જાહેર કરવામાં આવ્યુ છે, અને ભારતીય રેલ્વેએ 21,997 ગ્રુપ ડી જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. દેશભરમાંથી જે ઉમેદવારોએ 10મું ધોરણ પાસ કર્યું છે તેઓ આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે.અરજી કરવાની છેલ્લી તારીખ 2 માર્ચ, 2026 છે. ફી ભરવાની છેલ્લી તારીખ 4 માર્ચ, 2026 છે. અરજી ફોર્મમાં ફેરફાર કરવા માટેની સુધારણા વિન્ડો 5 માર્ચથી 14 માર્ચ સુધી ખુલ્લી રહેશે. અરજીઓ ઓનલાઈન સબમિટ કરી શકાય છે.
ઇન્ડિયા પોસ્ટમાં 10મું પાસ માટે 28,740 પદોની ભરતી
ADVERTISEMENT
ઇન્ડિયા પોસ્ટ ગ્રામીણ ડાક સેવક (GDS) ભરતી 2026 ની સૂચના બહાર પાડવામાં આવી છે. આ GDS ભરતી હેઠળ ઇન્ડિયા પોસ્ટ કુલ 28,740 જગ્યાઓ ભરવા જઈ રહી છે. સૌથી વધુ ખાલી પદો મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં છે.આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 14 ફેબ્રુઆરી છે. જે ઉમેદવારોએ ધોરણ 10 પાસ કર્યું છે તેઓ અરજી કરવા પાત્ર છે. પસંદગી ધોરણ 10 ના પરિણામોના મેરિટના આધારે કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે, સમગ્ર ભરતી પ્રક્રિયા ફેબ્રુઆરી મહિનાની અંદર પૂર્ણ કરવાનું આયોજન છે.
રિટાયરમેન્ટથી પહેલા અગ્નિવીરોને એડજેસ્ટ કરવાની તૈયારી
ADVERTISEMENT
અગ્નિવીરોની પહેલી બેચ આ વર્ષના અંતમાં રિટાયર થવાની શક્યતા છે. લાંબા સમયથી રિટાયર થઈ રહેલા અગ્નિવીરોને કેવી રીતે સમાવી શકાય તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે. જાણકારી અનુસાર, ગૃહ મંત્રાલયે આની પર કામ શરૂ કરી દીધું છે. ગૃહ મંત્રાલયે અર્ધલશ્કરી દળોના વરિષ્ઠ અધિકારીઓની એક આંતરિક સમિતિની રચના કરવાનો નિર્દેશ આપ્યો છે, જે રિટાયરમેન્ટ થઈ રહેલા અગ્નિવીરો માટે એડજેસ્ટમેન્ટ પ્લાન પર કામ કરશે.માનવામાં આવે છે કે અગ્નિવીરોની પહેલી બેચ રિટાયર થાય તે પહેલાં આ બાબતે નીતિગત નિર્ણય લેવામાં આવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ