ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / દેશના વિવિધ વિભાગોમાં બમ્પર ભરતી માટેનું નોટિફિકેશન જાહેર, ફટાફટ કરો એપ્લાય

કામની વાત / દેશના વિવિધ વિભાગોમાં બમ્પર ભરતી માટેનું નોટિફિકેશન જાહેર, ફટાફટ કરો એપ્લાય

Published By: Vidhata Gothi

Last Updated: 03:49 PM, 13 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં ફેબ્રુઆરી મહિનામાં અઢળક સરકારી નોકરીઓની ભરતી થવાની છે, ત્યારે આ મહિનો સરકારી નોકરી કરવા ઇચ્છુક યુવાનો માટે સોનેરી તકો લઈને આવી રહ્યો છે. જાણો ક્યાં-ક્યાં થઈ રહી છે ભરતી.

ADVERTISEMENT

દેશભરમાં ફેબ્રુઆરી મહિનામાં રેલવે, બેંક, RSSB, UPSC, ભારતીય પોસ્ટ, બિહાર પોલીસ સહિત કેટલાય વિભાગોમાં હજારો પદ પર ભરતી માટે નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે. આ તમામ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ ફેબ્રુઆરીમાં છે. એવામાં 10 પાસથી લઈને ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના યુવાનો આ પદ પર અરજી કરી શકે છે. ચાલો જાણીએ કયા-કયા વિભાગોમાં નોકરી બહાર પડી છે.

યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની ભરતી

યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની સિવિલ સર્વિસીસ પરીક્ષા અને યુપીએસસી ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ પરીક્ષા 2026 માટે અરજી પ્રક્રિયા હજુ પણ ચાલુ છે. પશુપાલન અને પશુચિકિત્સા વિજ્ઞાન, વનસ્પતિશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર, ગણિત, ભૌતિકશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર અને પ્રાણીશાસ્ત્ર, કૃષિ અથવા અન્ય કોઈપણ વિષયમાં સ્નાતકની ડિગ્રી ધરાવતા ઉમેદવારો આમાં ભરતી માટે અરજી કરી શકે છે. આ ભરતી માટેની છેલ્લી તારીખ 24 ફેબ્રુઆરી, 2026 છે.

પોસ્ટ વિભાગમાં ભરતી

ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા દેશભરના વિવિધ રાજ્યોમાં ગ્રામીણ ડાક સેવક (GDS)ના 28,740 પદો માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતીમાં રજીસ્ટ્રેશન માટે છેલ્લી તારીખ 14 ફેબ્રુઆરી છે અને અરજી પૂર્ણ કરવાની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી છે. 10 પાસ ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે.

બિહારમાં ભરતી

આ સિવાય બિહારમાં 462 સહાયક સબ-ઇન્સ્પેક્ટર ઓપરેટર પદો પર ભરતી થવાની છે. આ પદ માટે અરજી કરવા માટે, ઉમેદવારો પાસે ભૌતિકશાસ્ત્રની (B.Sc.) ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જરૂરી છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4 માર્ચ, 2026 છે. આ સિવાય બિહાર પંચાયતી રાજમા ઓડિટરના 102 પદ પર ભરતી માટે નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે. આ માટે અર્થશાસ્ત્ર, વાણિજ્ય ગણિત/ MBA/ CA/ ICWA પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. ફોરમ ભરવાની છેલ્લી તારીખ 26 ફેબ્રુઆરી છે.

vtv app promotion

NCERTમાં આ પદો પર ભરતી

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) પણ આસિસ્ટન્ટ પ્રોફેસર અને પ્રોફેસર સહિત વિવિધ શૈક્ષણિક જગ્યાઓ માટે ભરતી કરી રહી છે. ઉમેદવારો 20 ફેબ્રુઆરી સુધી આ પદ પર ભરતી માટે અરજી કરી શકે છે.

બેંકમાં નોકરીની તક

બેંકમાં નોકરીનું કરવા ઇચ્છુક ઉમેદવારો માટે પણ સોનેરી તક આવી ગઈ છે. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં 350 માર્કેટિંગ ઓફિસર પદો માટે અરજી પ્રક્રિયા ચાલી રહી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે. આ સિવાય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)માં સર્કલ-બેઝ્ડ ઓફિસરના 2,050 પદ પર ભરતી માટેનું નોટિફિકેશન પણ જારી કરવામાં આવ્યું છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 ફેબ્રુઆરી છે. ગ્રેજ્યુએટ, CA, CFA અને MBA કરેલ ઉમેદવારો આ માટે અરજી કરી શકે છે.

આ પણ વાંચો: આ રૂટ પરથી પસાર થનારી 2 'વંદે ભારત' બંધ કરાઈ, જાણો કેમ લેવાયો નિર્ણય

GSSSSBએ ગ્રુપ A અને Bના 5,370થી વધુ ક્લાર્ક સહિત વિવિધ પદો પર ભરતીની જાહેરાત કરી છે, જેના માટે અરજી કરવાની છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી છે. ગ્રેજ્યુએટ અને કમ્પ્યુટર જ્ઞાન ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.

રાજસ્થાન સ્ટાફ સિલેક્શન બોર્ડ કમ્બાઈન્ડ ડાયરેક્ટ રિક્રુટમેન્ટ 2026 દ્વારા 804 લેબ આસિસ્ટન્ટ અને જુનિયર લેબ આસિસ્ટન્ટ પદો માટે ભરતી ચાલી રહી છે. 12મુ પાસ અને કમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.

રેલવેમાં ગ્રુપ Dના 22,000 પદો પર ભરતી ચાલી રહી છે. 10મુ પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. અરજી કરવાની અંતિમ તારીખ 4 માર્ચ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Government job February Recruitment Career Opportunity

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ