ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / આ રૂટ પરથી પસાર થનારી 2 'વંદે ભારત' બંધ કરાઈ, જાણો કેમ લેવાયો નિર્ણય
Last Updated: 03:03 PM, 13 February 2026
ADVERTISEMENT
Vande Bharat Express: ભારતમાં 82 રૂટ્સ પર કુલ 164 વંદે ભારત ટ્રેન ચાલી રહી છે. ભારતની સેમી-હાઈ-સ્પીડ ઓળખ બની ચૂકેલી વંદે ભારત એક્સપ્રેસને લઈને રાજસ્થાનથી મોટી અપડેટ આવી છે. હાઇ સ્પીડ, મોડર્ન ઇન્ટિરિયર અને સ્મૂધ રાઇડ માટે લોકપ્રિય આ ટ્રેનોમાંથી બે સેવાઓ ઉત્તર પશ્ચિમ રેલવેએ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી એ મુસાફરોને પરેશાની થઈ છે કે જેઓ શોર્ટ ટ્રાવેલ ટાઇમ અને કમ્ફર્ટ માટે વંદે ભારતને પ્રાથમિકતા આપતા હતા. આ રૂટ પર રોજિંદા મુસાફરી કારનારાઓના મનમાં ઘણા સવાલ આવી રહ્યા છે. ક્યારે અને કયા રૂટની ટ્રેનો કેન્સલ થઈ, જાણો.
ADVERTISEMENT
ઉત્તર પશ્ચિમ રેલવે પ્રમાણે, ટ્રેન નંબર 20981/82 ઉદયપુર શહેરથી આગ્રા કેન્ટ અને રીટર્ન વંદે ભારત સેવા 15 ફેબ્રુઆરી 2026 થી બંધ કરવામાં આવશે. આ સિવાય 20979/80 ઉદયપુર શહેરથી જયપુર અને રીટર્ન સેવા 14 ફેબ્રુઆરી 2026 થી બંધ કરવામાં આવશે. આ બંને રૂટ્સ પર વંદે ભારતે ઓછા સમયમાં ખાસ ઓળખ બનાવી લીધી હતી. ઉદયપુર, જયપુર અને આગ્રા વચ્ચે ઝડપી કનેક્ટિવિટી ઇચ્છતા મુસાફરોને આ નિર્ણયથી સમસ્યા થશે. નિયમિત મુસાફરોએ હવે અન્ય ટ્રેનો અને બદલાયેલા સમયપત્રકના આધારે તેમની મુસાફરીનું પ્લાનિંગ કરવું પડશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
વંદે ભારત એક્સપ્રેસ બંધ થયા પછી, હવે ઘણા લોકોને સવાલ થઈ રહ્યો છે કે આ ટ્રેનો શા માટે બંધ કરવામાં આવી. જણાવી દઈએ કે રેલવેએ આ માટે કોઈ સત્તાવાર કારણ આપ્યું નથી. જોકે, મીડિયા અહેવાલોમાં જણાવાયું છે કે આ રૂટ પર પૂરતો લોડ મળી રહ્યો ન હતો. સાથે જ રૂટનું રેશનલાઇઝેશન અને ખર્ચ પણ નીકળી શકતો ન હતો. ઓછા મુસાફરોના ભાર સાથે હાઇ ક્લાસ સેવા ચલાવવી મોંઘી પડે છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે ભવિષ્યમાં આ રૂટમાં ફેરફારો અથવા પુનઃસંકલન પર વિચારણા થઈ શકે છે.
આ પણ વાંચો: PF એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા છે, પણ UAN નંબર ભૂલી ગયા, 2 મિનિટમાં આ રીતે થશે રિકવર
ADVERTISEMENT
દેશમાં બે વંદે ભારત ટ્રેનો બંધ કરવામાં આવી છે. તો બીજી નવી વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવશે. રેલવેએ ઉદયપુર શહેર અને અમદાવાદના અસારવા વચ્ચે નવી વંદે ભારત ટ્રેનને મંજૂરી આપી છે. ટ્રેન નંબર 26963 સવારે 6:10 વાગ્યે ઉદયપુરથી ઉપડશે અને સવારે 10:25 વાગ્યે અસારવા પહોંચશે. રીટર્ન ટ્રેન નંબર 26964 અસારવાથી સાંજે 5:45 વાગ્યે ઉપડશે અને રાત્રે 10:00 વાગ્યે ઉદયપુર પહોંચશે. આ ટ્રેન મંગળવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ દોડશે. આ ટ્રેન રાજસ્થાન અને ગુજરાત વચ્ચે ઝડપી, આરામદાયક અને સમય-કાર્યક્ષમ મુસાફરીનો વિકલ્પ પ્રદાન કરશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.