ન્યૂઝ અપડેટ્સ
VTV / Fashion & Beauty / Use of telcum powder
ADVERTISEMENT
આ સુગંધિત અને સ્મૂધ પાવડર સુગંધ આપવા અને પરસેવો શોષવાની સાથે જ ઘણુ બધુ કરી શકે છે. તો આપ જાણવા માંગો છો કે પાવડર સાથે આપ શું-શું કરી શકો છો ? આવો જોઇએ...
ADVERTISEMENT
પરસેવાથી આઝાદી
આપ ટૅલ્કમ પાવડરથી તરત જ પરસેવાથી મુક્તિ પામી શકો છો. આપ તેને અંડરઆર્મ્સ, ઘુંટણની પાછળ, સ્તનોની અંદર અને વચ્ચે લગાવી શકો છો અને પરસેવાથી દૂર સ્મૂધ તથા ફ્રેશ ત્વચા પામી શકો છો.

ADVERTISEMENT
માટીને સરળતાથી હટાવે
જો આપ કોઈ બીચ પરથી આવ્યા છો, તો આપના શરીર પર ઠેક-ઠેકાણે માટી ચોંટેલી હોઈ શકે છે. ત્વચા પર ટૅલ્કમ પાવડર રગડવું આ માટીને ઉતારવાની અત્યંત સારી રીત છે. બસ પાવડર છાંટો અને માટી હટાવો.

ADVERTISEMENT
દુર્ગંધયુક્ત જૂતાં ફ્રેશ કરવા માટે
આપ ટૅલ્કમ પાવડરથી જૂતાંની દુર્ગંધથી મુક્તિ પામી શકો છો. આપ જૂતાંની અંદર રાત્રે પાવડર છાંટી દો અને સવારે તેને ઝાપટી દો. આ રાત ભરમાં ભેજ અને દુર્ગંધ શોષી લેશે અને સવારે જૂતાં ફ્રેશ મળશે.
પરસેવામાં કપડાં સરળતાથી પહેરાશે
નાળાના દિવસોમાં સ્કિન ફિટ જીન્સ પહેરવામાં બહુ મુશ્કેલી થાય છે. આવું ખાસ તો પરસેવાનાં કારણે થાય છે. આપ તેનાથી મુક્તિ પામવા અને કપડાંને યોગ્ય રીતે ખસકાવવા માટે ત્વચા પર પહેલા ટૅલ્કમ પાવડર છાંટી શકો છો.
ADVERTISEMENT

વૅક્સને સ્મૂધ રાખે છે
વૅક્સ કરતા પહેલા ત્વચા પર ટૅલ્કમ પાવડર છાંટચવાથી ત્વચા કોમળ થાય છે અને દુઃખાવો નથી થતો પાવડરનું પડ ત્વચાનુ વધારાનું ભેજ શોષી લે છે અને વૅક્સ યોગ્ય રીતે વાળ હટાવી શકે છે. કારણ કે આ ત્વચા અને વૅક્સ વચ્ચે એક પડ બનાવે છે, તેથી તેનાથી દુઃખાવો પણ ઓછો થાય છે.
ADVERTISEMENT
પાંપણ માટે ખાસ
આંખની પાંપણ પર બૅબી પાવડર છાંટવાથી આ લાંબી અને મોટી દેખાશે. ક્યૂ-ટિપને કામે લઈ ટૅલ્કમ પાવડરને પાંપણ પર મસકરાના પડ ઉપર લગાવો. તેનાથી મસકરો એકઠો નહીં થાય.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો