બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
બાઇડન તંત્રએ એક વરિષ્ટ અધિકારીએ શુક્રવારે કહ્યું કે, અમેરિકાન જનારા ઇન્ટરનેશનલ પ્રવાસીઓએ પોતાની ફ્લાઇટમાં સવાર થવા માટે એક દિવસની અંદર કોરોનાનો ટેસ્ટ કરાવવાની જરૂરિયાત નહીં રહે. રવિવાર, 12 જૂને ડેડલાઇન પૂર્ણ થઇ જશે, જ્યારબાદ તેને લંબાવવામાં નહીં આવે.
વ્હાઇટ હાઉસના સહાયક પ્રેસ સચિવ કેવિન મુનોજે આપી માહિતી
વ્હાઇટ હાઉસના સહાયક પ્રેસ સચિવ કેવિન મુનોજના ટ્વિટર પર આ વાતની પુષ્ટિ કરી કહ્યું, અમેરિકા દેશમાં પ્રવેશ કરનારા હવાઈ મુસાફરો માટે કોવિડ-19 ટેસ્ટની જરૂરિયાતને સમાપ્ત કરશે. @CDCgov વિજ્ઞાનના આધારે અને મુસાફરીના આધારે તેની જરૂરિયાતોનું મૂલ્યાંકન કરશે. @POTUS તેના માટે મહત્વપૂર્ણ અસરકારક રસી અને સારવાર પર કામ કરે છે.
ADVERTISEMENT
US will end Covid-19 testing requirement for air travelers entering the country
— Kevin Munoz (@KMunoz46) June 10, 2022
@CDCgov will evaluate its need based on the science and in context of circulating variants
@POTUS work on effective vaccines and treatments critical to this https://t.co/cpdlNfRHbt
ADVERTISEMENT
ભારતમાં કોરોનાની હાલની સ્થિતિ
ભારતમાં કોરોના વાયરસના એક દિવસમાં 7584 કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 4 કરોડ 32 લાખ 5 હજાર 106 પર પહોંચી છે. એક દિવસમાં ભારતમાં કોરોનાથી 3 હજાર 719 દર્દી સ્વસ્થ થયા છે. તો 24 લોકોના મૃત્યુ થયા છે. એક્ટિવ કેસ 36 હજાર 267 થયા છે. દેશમાં કોરોનાથી કુલ 4 કરોડ 26 લાખ 44 હજાર 92 દર્દી સ્વસ્થ થયા છે. ભારતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 5 લાખ 24 હજાર 747 પર પહોંચ્યો છે.
WHOના મુખ્ય વૈજ્ઞાનિકે વ્યક્ત કરી આશંકા
દેશમાં અને રાજ્યમાં ફરીવાર કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે WHOના મુખ્ય વૈજ્ઞાનિકો વધતા કેસોને લઈને ચિંતાજનક નિવેદન આપતા કહ્યું કે દેશના અનેક વિસ્તારોમાં ઓમિક્રોનના વેરિએન્ટ BA.4 અને BA.5 ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેને લઈને દેશમાં ફરીવાર કોરોનાની નાની લહેર આવી શકે છે. ઉલ્લેખનીય છે કેટલાક દિવસોથી દેશના અનેક રાજ્યોમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.