બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / us body builder franklin aribeana is almost died while drinking cold water went to heart surgery

આરોગ્ય / ઠંડા પાણીથી બચીને રહેજો! મોતની કગાર પર જ પહોંચી ગયો હતો બૉડી બિલ્ડર, બાદમાં કરવી પડી હાર્ટ સર્જરી

Vikram Mehta

Last Updated: 01:27 PM, 28 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોડી બિલ્ડર લોકોમાં ફિટનેસ પ્રત્યે જાગૃતતા લાવી રહ્યા છે. વર્કઆઉટ કરવા દરમિયાન ઠંડુ પાણી પીધું હતું, જેના કારણે તેમના જીવ પર જોખમ ઊભું થયું હતું, જેથી આ અંગે તેઓ સતત લોકોમાં જાગૃતતા લાવી રહ્યા છે.

અમેરિકી પ્રાંત હસ્ટનના ફેમસ બોડી બિલ્ડર લોકોમાં ફિટનેસ પ્રત્યે જાગૃતતા લાવી રહ્યા છે. બોડી બિલ્ડર ફ્રેંકલિન અરબેઈના 15 વર્ષના અનુભવના આધાર પર ફિટનેસ દરમિયાન જે પણ ભૂલો કરવામાં આવે છે, તે અંગે જાગૃતતા લાવવાનું કામ કરે છે. ફ્રેંકલિન અરબેઈનાએ વર્કઆઉટ કરવા દરમિયાન ઠંડુ પાણી પીધું હતું, જેના કારણે તેમના જીવ પર જોખમ ઊભું થયું હતું, જેથી આ અંગે તેઓ સતત લોકોમાં જાગૃતતા લાવી રહ્યા છે. 

શું છે સમગ્ર મામલો?
છેલ્લા 15 વર્ષમાં ફ્રેંકલિન સતત હોસ્પિટલના ધક્કા ખાઈ રહ્યા છે. ફ્રેંકલિન 18 વર્ષના હતા અને એકવાર અચાનક બેભાન થઈ ગયા હતા. પરિસ્થિતિને સમજીને તેમણે આકલન કર્યું, જેના કારણે તેમણે હાર્ટ સર્જરી કરાવવી પડી હતી. 

ઠંડા પાણીથી મોતની પરિસ્થિતિ ઊભી થઈ
મીડિયા રિપોર્ટ અનુસાર ફ્રેંકલિન અરબેઈનાએ જણાવ્યું કે, ‘હું ઠંડુ પાણી પીતો હતો ત્યારે મારી હાર્ટબીટમાં પ્રોબ્લેમ આવ્યો હતો અને હું અચાનક બેભાન થઈ ગયો હતો. મને પહેલા આવું ક્યારેય થયું નહોતું. તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. હોસ્પિટલમાં જેનેટિક ટેસ્ટિંગ પછી ખબર પડી હતી કે, તેમના જીનમાં મ્યુટેશન થયું છે, જે એલાઈંડ ફિબ્રિલેશન ઈન્ડ્યૂસ કરી રહ્યો હતો.’
 
વધુ વાંચો: પ્રકૃતિની ગોદમાં અનમોલ વરદાનરૂપ છે આ 3 જડીબુટ્ટી, સેવન કરવા માત્રથી દૂર થશે અનેક બીમારીઓ

તબિયત શા માટે બગડી?
એલાઈંડ ફિબ્રિલેશન હાર્ટની પરિસ્થિતિ વિશે જણાવે છે. ફ્રેંકલિને ઠંડુ પાણી પીધું તો પાણી પીવાને કારણે તેના ગળાની પાછળની વેગસ નર્વ સ્ટિમ્યુલેટની પરિસ્થિતિ ઊભી થઈ હતી. વેગસ નર્વ બ્રેઈનથી ચેસ્ટ સુધી ફેલાયેલી હોય છે, જે હાર્ટબીટને રેગ્યુલેટ કરવાનું કામ કરે છે. ફ્રેંકલિનના ડોકટરે જણાવ્યું કે, ‘આ પ્રકારની પરિસ્થિતિને કારણે થાક લાગે છે, છાતીમાં દુખાવો થાય છે અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. વર્કઆઉટ કરતા સમયે લોકોએ આ લક્ષણો પર ખાસ ધ્યાન આપવું જોઈએ.’

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Bodybuilder Heart Surgery fitness awareness franklin aribeana franklin drink cold water ફિટનેસ અવેરનેસ ફ્રેંકલિન અરબેઈના બોડીબિલ્ડર હાર્ટ સર્જરી Lifestyle
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ