ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / urfi javed get angry and fight on set with a man who secretly making her video says delete karo

મનોરંજન / ના હોય! ચોરીછુપે આ શખ્સ કરી રહ્યો હતો એવી હરકત કે ભડકી ઉર્ફી જાવેદ? રંગેહાથ પકડાતા જ જુઓ કર્યા કેવાં હાલ!

Published By: Premal

Last Updated: 04:16 PM, 21 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉર્ફીએ હંગામો કરતા સેટ પર હાજર લોકો અને ટીમના સભ્યો પણ આવી ગયા. જાણીતા ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કર્યો છે.

ADVERTISEMENT

  • ઉર્ફી જાવેદ પોતાની ડ્રેસિંગને લઈ સતત ચર્ચામાં રહે છે
  • ઉર્ફી જાવેદે ઈન્ડસ્ટ્રીમાં હાલ જાણીતું નામ છે
  • એક્ટ્રેસ હાલમાં સેટ પર એક શખ્સ સાથે લડી રહી હતી 

ઉર્ફી જાવેદ અલગ-અલગ અંદાજને લઇને રહે છે ચર્ચામાં

ઉર્ફી જાવેદએ ટીવી દુનિયામાં એ નામ છે, જેને ટીવી સીરિયલ્સથી નહીં પરંતુ બિગ બોસ ઓટીટી પછી લોકચાહના મળી છે. ઉર્ફી બિગ બોસ ઓટીટીમાંથી નોમિનેટ થનારી પ્રથમ સ્પર્ધક રહી, પરંતુ ત્યારથી તે તેના અલગ અંદાજને લઈ સતત ચર્ચામાં રહે છે. ઉર્ફી જાવેદ પોતાની ડ્રેસિંગને લઈ સતત ચર્ચામાં રહે છે. ઉર્ફી દરરોજ નવા લૂકમાં જોવા મળે છે. ઉર્ફી સાઈકલની ચેઈનથી, તો ક્યારેક કાચથી, ક્યારેક કાગળથી, કપડા બનાવી ચર્ચામાં રહે છે. 

સેટ પર કેમ લડી ઉર્ફી? 

ઉર્ફી જાવેદ તેના ડ્રેસિંગ સેન્સ અને નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે, પરંતુ હાલમાં જ તેણે એક વ્યક્તિને રંગે હાથે ઝડપી લીધો છે, જે તેની સાથે એવું કરી રહ્યો હતો, જે તેને મંજૂરી આપવામા આવી નહોતી. પછી શું ઉર્ફીએ હોબાળો મચાવ્યો. તમે પણ વિચારતા હશો કે આખરે મામલો શું છે. ઉર્ફીને હાલમાં જ સેટ પર એક શખ્સ સાથે લડતા જોઈ શકાય છે. સેટ પર આ વ્યક્તિ તેની મંજૂરી વગર તેનો વીડિયો બનાવી રહ્યો હતો. ઉર્ફીએ જ્યારે તેને નોટિસ કર્યો અને તેને જઈને વાત કરી તો તે માન્યો નહી તો ઉર્ફીએ હંગામો કર્યો અને તેનો ફોન દેખાડવાની વાત કરી હતી.

ઉર્ફીએ કેવીરીતે મચાવ્યો હોબાળો? 

ઉર્ફીએ હંગામો કરતા સેટ પર હાજર લોકો અને ટીમના સભ્યો પણ આવી ગયા. જાણીતા ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે અભિનેત્રી તે વ્યક્તિ પાસે ગઈ અને તેનો ફોન ચેક કરાવવા કહ્યું હતું. આ પછી એક વ્યક્તિ આવ્યો અને તે વ્યક્તિના હાથમાંથી ફોન છીનવી લીધો અને વીડિયો જોયો. એક ટીમ મેમ્બરને ઉર્ફીએ ફરિયાદ કરી કે જ્યારે તેને બોલવામાં આવ્યું હતું કે વીડિયો ન બનાવે તો પણ કેમ બનાવવામાં આવે છે. 

ઉર્ફી ગુસ્સામાં જોવા મળી 

વીડિયોમાં ઉર્ફી ગુસ્સામાં જોવા મળી રહી છે. ચાહકો માટે ઉર્ફીનું રિએક્શન થોડુ સરપ્રાઈઝ છે. વીડિયો જોયા બાદ ટ્રોલ્સ મજા લઈ રહ્યા છે. એક યૂઝર્સે વીડિયો જોઈ લખ્યું, ઉર્ફી એટલે ગુસ્સામાં લાગી રહી છે કારણ કે તેના પૂરા કપડા પહેર્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Urfi Javed Urfi Javed Hot Video Urfi Javed Video Urfi Javed Hot Video

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ