તમારા Aadharમાં થવા જઇ રહ્યો છે આ મોટો ફેરફાર, થોડું મુશ્કેલ હશે અપડેશન

By : krupamehta 05:24 PM, 11 October 2018 | Updated : 05:24 PM, 11 October 2018
આધાર કાર્ડમાં પહેલા ઘણી ચીજોમાં ફેરફાર સરળતાથી થઇ જતો હતો. પરંતુ હવે UIDAIમાં કંઇ પણ અપડેટ કરાવવા માટે કેટલાક નિયમોમાં ફેરફાર કરવા જઇ રહી છે. આ નવો નિયમ જાન્યુઆરી 2019 થી લાગૂ થશે. જે નિયમોમાં પરિવર્તન થવા જઇ રહ્યું છે એમા જન્મતિથિ અને સરનામું સામેલ છે. 

UIDAIએ એક નવી નોટિફિકેશન જારી કરી છે, જે હેઠળ હવે નાગરિકોની જન્મતિથિમાં પરિવર્તન કરાવવું મુશ્કેલ થશે. હવે કોઇ પણ વ્યક્તિ માત્ર એક વખત જ જન્મતિથિમાં પોતાની નજીકના આધાર કેન્દ્ર પર પરિવર્તન કરાવી શકે છે. બીજી વખત જન્મતિથિમાં પરિવર્તન આધાર કેન્દ્ર પર ના હોઇને UIDAIના ક્ષેત્રીય કાર્યાલય પર થશ અને એના માટે અરજીકર્તાએ પોતે હાજર રહેવું પડશે. 

જાન્યુઆરી 2019 થી આધારમાં કોઇ પણ પ્રકારનો ફેરફાર કરવા માટે ફોર્મ ભરીને મોકલી દેતા હતા. પરંતુ નવા વર્ષથી કોઇ પણ પ્રકારની અપડેટ UIDAIના પોર્ટલ અથવા નજીકના કેન્દ્ર પર જ થઇ શકશે. 

જો કોઇ અરજીકર્તાને પોતાના આધારમાં સરનામું ચેન્જ કરાવવું હશે તો એ પણ તરત થશે નહીં. જ્યારે કોઇ આવેદકને કાર્ડમાં એડ્રેસ ચેન્જ કરાવવું હશે તો એને UIDAIની તરફથી નવા સરનામે એક પિન મોકલવામાં આવશે. જેવી આવેદક પિન મળી જશે, એને એવું આધાર પોર્ટલ પર સબમિટ કરવું પડશે. પિન વેરિફાઇ થવા પર એ વ્યક્તિનું એડ્રેસ ચેન્જ કરી દેવામા આવશે. 

હાલમાં લોકોને સરનામું ચેન્જ કરવા નવા સરનામાનું પ્રમાણ પણ અપલોડ કરવાનું હોય છે. આ વ્યવસ્થા આવતા વર્ષથી સમાપ્ત થઇ જશે. Recent Story

Popular Story