બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / UP police action violence case cm yogi west bengal delhi

એક્શન / ઉત્તરપ્રદેશમાં કુલ 255 એરેસ્ટ, 9 જિલ્લાઓમાં 13 ફરિયાદ, હિંસા બાદ CM યોગીના મોટા આદેશ

Hiren

Last Updated: 12:14 AM, 12 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જુમ્માની નમાઝ બાદ શુક્રવારે ઉત્તરપ્રદેશ સહિત 3 રાજ્યોમાં હિંસા ભડકાવવાની ઘટનાથી સરકાર અલર્ટ મોડ પર છે. CM યોગી એક્શનમાં આવી ચૂક્યા છે.

  • ઉત્તરપ્રદેશમાં 9 જિલ્લામાં 13 ફરિયાદ
  • યુપીમાં કુલ 255 આરોપીઓની ધરપકડ
  • બંગાળના હાવડામાં 53 આરોપીઓની ધરપકડ

ઘટનાના બીજા દિવસે શનિવારે પોલીસ-તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરી. ઉત્તરપ્રદેશમાં હિંસા મામલે 9 જિલ્લામાં 13 ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જ્યારે 255 આરોપીઓની ધરપકડ થઈ. પશ્ચિમ બંગાળના હાવડા હિંસામાં 53 આરોપીઓને 14 દિવસની જેલમાં મોકલાયા છે. મુર્શિદાબાદ હિંસામાં પણ પોલીસ દરોડા કરી રહી છે. આ પ્રકારે ઝારખંડમાં પણ પોલીસ સવારથી જ બંદોબસ્ત વધારી દીધો. રોડ પર નિકળનારાઓની ધરપકડ કરવાના આદેશ આપ્યા છે. રાંચીમાં કાલે 12 વાગ્યા સુધી ઇન્ટરનેટ સેવાઓ બંધ રહેશે. મુર્શિદાબાદના બેલદંગા વિસ્તારમાં પણ ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ છે.

ડીજીપી કાર્યાલયના અનુસાર, ફિરોઝાબાદમાં એક એફઆઈઆર દાખલ થઇ અને અત્યાર સુધીમાં 13 આરોપીઓની ધરપકડ થઇ છે. આ પ્રકારે, અલીગઢમાં એક ફરિયાદ થઇ અને 3ની ધરપકડ થઇ, હાથરસમાં એક ફરિયાદ થઇ અને 50ની ધરપકડ થઈ, મુરાબાદમાં એક ફરિયાદ થઇ અને 27ની ધરપકડ થઇ, આંબેડકરનગરમાં એક ફરિયાદ થઇ અને 28ની ધરપકડ થઇ, સહારનપુરમાં 3 ફરિયાદ થઇ અને 64ની ધરપકડ થઈ, પ્રયાગરાજમાં 3 ફરિયાદ થઇ અને 68ની ધરપકડ થઈ છે. જ્યારે લખીમપુર ખીરી અને જાલૌનમાં એક-એક ફરિયાદ દાખલ થઇ છે. મોડી સાંજ સુધી જાલૌનમાં 3 ધરપકડ થઈ. પરંતુ લખીમપુર ખીરીમાં અત્યાર સુધી કોઈની પણ ધરપકડ નથી થઇ શકી. આ આંકડો શનિવાર રાત્રે 8 વાગ્યા સુધીનો છે.

સહારનપુરમાં  64ની ધરપકડ, 2 આરોપીઓના ઘર પર પહોંચ્યું બુલડોઝર
સહારનપુર હિંસા મામલે પોલીસે અત્યાર સુધીમાં કુલ 64 લોકોની ધરપકડ કરી છે. જ્યારે 2 આરોપીઓના ગેરકાયદે નિર્માણ તોડી પાડવામાં આવી રહ્યા છે. જિલ્લા તંત્ર બન્ને આરોપીઓના ઘર પર બુલડોઝર લઇને પહોંચ્યું હતું. આરોપીઓની ઓળખ અબ્દુલ વકીફ પુત્ર બિલાલ ખાતા ખેડી, મુઝમિલ પુત્ર અસ્મત રાહત કોલોની 62 રોડ તરીકે થઈ છે. તંત્રએ આના ગેરકાયદે નિર્માણને તોડવાનું શરૂ કરી દીધું છે. સહારનપુરના એસએસપીએ જણાવ્યું કે, પોલીસ કોતવાલીને જામા મસ્જિદ મામલે સામેલ આરોપીઓ વિરૂદ્ધ એનએસએ લગાવવામાં આવશે.

પ્રયાગરાજઃ 64 આરોપીઓને સેન્ટ્રલ જેલ, 4 સગીર બાળ સુધાર કેન્દ્ર મોકલાયા
પ્રયાગરાજ હિંસા મામલે ખુલ્દાબાદ પોલીસ સ્ટેશન અને કરેલીમાં 29 ગંભીર અને ગંભીર કલમો હેઠળ કેસ દાખલ કરાયા છે. 70 ઉપદ્રવી નામજોગ હતા. 24 કલાકની અંદર કુલ 68 આરોપીની ધરપકડ કરી લીધી. બાદમાં આરોપીને સંબંધિત કોર્ટ સમક્ષ રજૂ કરાયા. 68માંથી 4 આરોપી સગીર નીકળ્યા. કોર્ટે 64 ઉપદ્રવીઓને સેન્ટ્રલ જેલ નૈની મોકલવાના આદેશ આપ્યા છે. જ્યારે, 4 સગીરોને બાળ સુધાર કેન્દ્ર મોકલવામાં આવ્યા છે. ધરપકડ કરાયેલા તમામ લોકોના ઘરની તપાસ કરવામાં આવી રહી છે. જેનું બાંધકામ ગેરકાદે નીકળશે, તેમના ઘર પર બુલડોઝર ચલાવવામાં આવશે.સાથે જ અટાલા વિસ્તારમાં ચાલી રહેલા બિરયાની એટલે અન્ય ખાણી-પીણીની દુકાનોને પણ ટાર્ગેટ કરવામાં આવી રહી છે.

ત્યારે, હિંસાની ઘટનાના મુખ્ય આરોપી મોહમ્મદ જાવેદના રાજકીય સહયોગી સિરાજ તાલિબે પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, મોહમ્મદ જાવેદને ફસાવવામાં આવ્યા છે. જ્યારે દંગા કરનારા ગુનેગારો પર કાર્યવાહી થવી જોઈએ. તેમણે જાવેદને સમાજને જોડનારા વ્યક્તિ ગણાવ્યા છે. તેઓ ખુદ શાંતિ જાળવવાની વાત કરતા હતા, તેઓ કેવી રીતે ગુનેગાર હોઈ શકે છે. પોલીસ પાસે કોઈ પૂરાવા હોય તો પબ્લિકમાં રજૂ કરે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ