બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / અજબ ગજબ / unique temple in bangkok temple chao mae tuptim shrine

OMG / શેર માટીની ખોટ પૂરી થાય અને ઘેર ઘોડિયુ બંધાય તો ભક્તો આ દેવીને ચઢાવે છે લિંગ

Published By: Gayatri

Last Updated: 04:17 PM, 22 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સામાન્ય રીતે મંદિરમાં ફળ-ફૂલ, ધૂપ, મીઠાઈ સહિતના પ્રસાદ ધરાવવામાં આવે પણ આ મંદિરમાં માતાને અનોખી વસ્તુ ચઢાવાય છે.  સાંભળવું અને વાંચવું અજુગતું લાગશે, પરંતુ આ મંદિરમાં પુરૂષ પ્રજનન અંગ લિંગને ચઢાવવામાં આવે છે. ચાલો જાણીએ કે આ અનોખો મંદિર ક્યાં છે અને તે શા માટે આવી માન્યતા છે.

  • થાઈ સંસ્કૃતિમાં લિંગ એ સુખ સમૃદ્ધિનું પ્રતિક
  • કેમ ચઢાવાય છે શું છે વાયકા? 
  • શું છે પરંપરા

થાઇલેન્ડમાં સ્યાન નદીના કાંઠે બેંગકોકમાં આ અનોખું મંદિર બનાવવામાં આવ્યું છે. તે એક મઠ છે જેમાં ચાઓ માઇ ટબટીમ શિરનની પૂજા કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓ તેમને લાકડા, પથ્થર અને રબરથી બનેલા લિંગ ચઢાવવે છે. સામાન્ય રીતે ખોળો ન ભરાતો હોય અને સંતાન ન થતું હોય તો ઘોડિયુ ચઢાવવાની પરંપરા જોઈ હશે પણ અહીં આ લીંગ ચઢાવવાની પરંપરા ખરેખર અટપટી છે.   

કેમ ચઢાવાય છે શું છે વાયકા? 

એક દંતકથા અનુસાર, ન્યુ લર્ટ નામના વ્યક્તિએ અહીં એક માનતા માની અને પૂરી થઈ ત્યારથી  ઝાડ એક પવિત્ર આત્મા વસે છે તેમ માની અહીં એક મંદિર બનાવ્યું. લોકો અહીં સુગંધિત ફૂલો, ચંદન અર્પણ કરતા હતા.ચાઓ માઇને બુદ્ધના પૂર્વ યુગની એક ઝાડદેવી માનવામાં આવે છે. ચાઓ માઇ ટબટીમને પ્રજનન દેવી માનવામાં આવે છે. આ મંદિરમાં, પૂર્વ એશિયાના ઘણા દેશો સહિત થાઇલેન્ડથી ભક્તો આવે છે અને તેમનો પ્રજનન માટે પ્રાર્થના કરે છે અને તેમને પ્રસાદ તરીકે લિંગ અર્પણ કરે છે.

શું છે પરંપરા

પરંપરા અનુસાર લીંગની અને યોની પૂજાને પ્રાચીન સિંધુ ખીણની સંસ્કૃતિ માનવામાં આવે છે અને ભારતમાં પણ કામાખ્યા દેવીનું મંદિર એ વાતનો પુરાવો છે. તે જ રીતે આ મંદિર પણ સમાન પ્રાચીન સંસ્કૃતિની ઓળખ માનવામાં આવે છે. લોકો આ મંદિર અને દેવી ચાઓ માઇ પર ઉંડી આસ્થા અને વિશ્વાસ ધરાવે છે. એવું કહેવામાં આવે છે કે ભક્તો અહીં આવે છે અને બાળ સુખ મેળવે છે. મંદિરમાં જાસ્મિન ફૂલના માળા, ધૂપ લાકડીઓ અને કમળના ફૂલની કળીઓ પણ ચઢાવવામાં આવે છે. ચાઓ માઈને લોકો ડાન્સર, ઘોડો અને હાથીની પ્રતિમા પણ ચઢાવે છે. 

થાઈ સંસ્કૃતિમાં લિંગ એ સુખ સમૃદ્ધિનું પ્રતિક

મંદિરના લોકો કહે છે કે જે કોઈ પણ વ્યક્તિ આ મંદિરમાં પહેલીવાર આવે છે, તેઓ અહીં ચઢાવવામાં આવેલા લીંગને જોઈને કેટલીક વાર અસ્વસ્થતા અનુભવે છે. જો કે, થાઇ સંસ્કૃતિની સંસ્કૃતિ સાથે જોડાયેલા લોકો એકદમ ખુલ્લા વિચાર ધરાવતા હોય છે અને તેમના માટે આસ્થાનું દૃષ્ટિકોણથી મંદિરમાં લાકડામાંથી બનાવેલું લિંગમ ચઢાવવું સામાન્ય છે.

થાઇ સંસ્કૃતિમાં, લિંગને નસીબદાર અને સુખ સમૃદ્ધીના પ્રતિક તરીકે માનવામાં આવે છે. અહીં સંભોગ ફક્ત બાળકોને સુખ સાથે જોડીને જ નહીં પરંતુ તેને સુખ અને સમૃદ્ધિ સાથે જોડીને પણ જોવામાં આવે છે. થાઇ લોકો, જે બૌદ્ધ ધર્મમાં વિશ્વાસ કરે છે, તેમના ઘરની સામે લિંગ ફિગર પણ હોય છે જેથી ઘરમાં સમૃદ્ધિ રહે.

સંકળાયેલા મુદ્દાઓ

Bangkok Dharma OMG Unique Temple chao mae tuptim shrine થાઈલેન્ડ બેંગકોક યુનિક મંદિર unique temple

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ