ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / unique example of honesty PSI 30 lakh diamond Returned to owner

સુરત / ઇમાનદારીની અનોખી મિશાલ, PSI એ ૩૦ લાખના હીરા માલિકને પરત કર્યા

Published By: Vishal

Last Updated: 11:41 AM, 7 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત વરાછા પોલીસ સ્ટેશનના PSI વી.કે.રાઠોડે ઇમાનદારીની એક અનોખી મિશાલ પુરી પાડી છે. પોતાની મોટરસયકલની ડીકીમાં એક હીરા દલાલે શરતચુકથી 40.288 કેરેટ હીરા જેની કિંમત આશરે 30 લાખ જેટલી થવા જય છે તે મૂકી દીધા હતા, તે હીરા વરાછા પોલીસ સ્ટેશનમાં મૂળમાલિકને પરત કર્યા હતા.

ADVERTISEMENT

વરાછા પોલીસ સ્ટેશનમાં લંબે હનુમાન પોલીસ ચોકીમાં ફરજ બજાવતા PSI વી.કે.રાઠોડ તપાસના કામે વરાછા રોડ મીની હીરા બજાર ખાતે ગયા હતા. જ્યાં અક્ષર પાઉભાજી નજીક પોતાની મોટરસાયકલ મૂકી તપાસ માટે ગયા અને પાછા ફર્યા ત્યારે પોતાની મોટરસાયકલની ડીકીમા તપાસનાં કાગળો મુકવા ડીકી ખોલી તો અંદર એક બીજી બેગ પડી હતી. 

એ બેગ ચેક કરતા તેમાંથી હીરાના ચાર પાર્સલ મળી આવ્યા હતા. ઘટનાની ગંભીરતા સમજી રાઠોડે તુરંત આસપાસ તપાસ કરી પણ કોઈ વિગત ન મળતા ત્યાં બેઠેલા વોચમેનને જો કોઈ હીરાની તપાસમાં આવે તો લંબે હનુમાન પોલીસ ચોકીનો સંપર્ક કરવાનું જણાવી પોતે નીકળી ગયા હતા. બીજી તરફ આ હીરા જે હીરા દલાલ ઉમેદ જેબલિયાના હતા તે તપાસ માટે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમને વોચમેન દ્વારા લંબે હનુમાન પોલીસ ચોકીનો સંપર્ક કરવા જણાવતા છેવટે પોલીસની ઔપચારિકતા અને ખરાઈ બાદ હીરા પરત આપવામાં આવ્યા હતા.

ઉમેદ જેબલિયા કે, જેમણે ભૂલથી 40 હાજર કેરેટ હીરાનું પાર્સલ પોતાની મોટરસાયકલના બદલે PSI વી.કે.રાઠોડની મોટરસાયકલની ડીકીમાં મૂક્યું હતું તે ઘટનાક્રમ કૈક આવો હતો. ઉમેદ જેબલિયા હીરા દલાલ છે તેમને વરાછા મીની હીરા બજારમાં પિયુષ ધોળીયાની પાસેથે 40.288 કેરેટ હીરા લઇ તેને કટિંગ પોલીશીંગ માટે આપવાના હતા. હીરા લઈ તેઓ પોતાની મોટરસાયકલની પાસે પહોંચ્યા ત્યાં તેમના અન્ય એક મિત્ર મળી ગયા તેમની સાથે વાતો કરી રહ્યા હતા ત્યારે તેમને હીરાનું જોખમ હાથમાં રાખવાના બદલે જે ચાર પેકેટ સાથેનું પર્સ હતું તે મોટરસાયકલની ડીકીમાં મૂકી દીધું હતું. હકીકતમાં એ મોટરસાયકલ PSI વી.કે.રાઠોડની હતી, જોકે છેવટે તેમને આ પાર્સલ પાછું મળી ગયું હતું. ત્યારે PSI વી.કે.રાઠોડની ઇમાનદારીને દાદ આપવી પડે. કારણ કે હાલના સમયમાં આવા ઇમાનદાર વ્યક્તિઓ બહું ઓછા જોવા મળે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Diamond Gujarat police PSI surat ઇમાનદારી surat

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ