બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / રાજકોટ / અન્ય જિલ્લા / Unique celebration of love expression, Jeevadaya in Rajkot, Vatsalya day in Morbi

કહા ના પ્યાર હૈ / પ્રેમાભિવ્યક્તિની અનોખી ઉજવણી, રાજકોટમાં જીવદયા તો મોરબીમાં વાત્સલ્ય દિવસનો પરમાનંદ

Mehul

Last Updated: 03:49 PM, 14 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં વિદ્યાર્થીઓએ 11,000 રોટલી એકત્રિત કરી ગાય અને શ્વાનને ખવડાવી અબોલ જીવ પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો હતો તો મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપે બાળકો માટે વાત્સલ્ય દિવસ મનાવ્યો.

  • પ્રેમના દિવસ 'વેલેન્ટાઈન'ની અનોખી ઉજવણી
  • રાજકોટમાં અબોલ  પશુઓને ભોજનથી આનંદ
  • તો મોરબીમાં બાળકોને બત્રીસ પક્વાનથી પરમાનંદ  


આજે 14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઈન ડે. આ દિવસની લોકો પ્રેમની અભિવ્યક્તિના દિવસ તરીકે ઓળખે છે. હજારો કિલો ગુલાબથી  માંડીને  લાખો રૂપિયાની બેટ-સોગાદોની આપ-લે થાય છે. પણ ક્યારેય અબોલ-અને મૂંગા પશુઓ પ્રત્યે જીવદયા કે લાગણી સામૂહિક રીતે વ્યક્ત કરાઈ છે ? ના .કદાચ નહિ.પ્રેમની અભિવ્યક્તિના પવિત્ર દિવસે  રાજકોટમાં વેલેન્ટાઈન ડે ની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.વિરાણી સ્કૂલમાં વેલેન્ટાઈન ડેની અનોખી ઉજવણી કરાઈ. વિદ્યાર્થીઓએ 11,000 રોટલી એકત્રિત કરી ગાય અને શ્વાનને ખવડાવી અબોલ જીવ પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો હતો.અને ત્યારબાદ પુલવામાં શહીદ જવાનોને બે મિનિટ મૌન રાખી શ્રધ્ધાંજલી પાઠવી હતી.આમ આજના દિવસે રાજકોટની વિરાણી સ્કૂલના વિદ્યાર્થીઓએ વેલેન્ટાઈન ડેની અનોખી ઉજવણી કરી હતી.

મોરબીમાં 'વાત્સલ્ય' દિવસ 

મોરબીનું યંગ ઇન્ડિયા ગ્રૂપ આજે વેલેન્ટાઈન ડેને વાત્સલ્ય દિવસ તરીકે ઉજવીને બાળકોને જલસો કરાવ્યો હતો. જેમાં પ્રાથમિક શાળાના બાળકોને ઓડી સહિતની લકઝરીયસ કારમાં બેસાડીને શહેરની સફર પર લઈ જવામાં આવ્યા હતા. બાદમાં બાળકોને ભાવતું ભોજન પણ પીરસવામાં આવ્યું હતું. આમ વાત્સલ્ય દિવસ બાળકો માટે યાદગાર બની રહે તેવું સરાહનીય આયોજન યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા કરવામાં આવ્યું છે. 

બાળકોને સ્કાય મોલ,લક્ઝુરીયસ કારની સફર 

યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વેલેન્ટાઇન ડે ની વાત્સલ્ય દિવસ તરીકે અનોખી ઉજવણી કરવાનું પ્રેરક આયોજન કરવામાં આવ્યું હતું. હાલ ભારત દેશમાં પાશ્ચાત્ય તહેવારોની ઉજવણીનું ઘેલું લાગ્યું છે. ત્યારે આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ તહેવારોની ઉજવણી કરીને જરૂરિયાત મંદોના ચહેરા પર મુસ્કાન લાવનાર યંગ ઇન્ડિયા ગ્રૂપે વેલેન્ટાઇન ડેના દિવસે નવતર કાર્યક્રમ યોજ્યો હતો. વેલેન્ટાઇન ડેને વાત્સલ્ય દિવસ તરીકે ઉજવીને યંગ ઇન્ડિયા ગ્રૂપ જરૂરિયાતમંદ બાળકોના ચહેરા પર સ્મિત રેલાવ્યુ હતુ. મોરબીની જુદી જુદી સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 100 જેટલા બાળકોને સ્કાય મોલ ખાતે લઇ આવવામાં આવ્યા હતા. આ જોય રાઈડમાં બધાજ બાળકોને 40 જેટલી મર્સીડીઝ, ઓડી, BMW સહિતની લકઝયરીયસ કારમાં બેસાડી મોરબી શહેરની સફર કરાવી હતી. બાળકોએ જોય રાઈડની મજા માણ્યા બાદ ભાવતા ભોજન કર્યા હતા.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ