બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Union Home Minister Shri Amit Shah interacting with Chief Ministers of Gujarat

આફત / ગુજરાત પર બીજા સંકટનો ખતરો દેખાતા CM રૂપાણીએ અમિત શાહ સાથે કરી વાત, સામે જવાબ આવ્યો...

Kavan

Last Updated: 08:51 PM, 1 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

‘નિસર્ગ’ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે દસ્તક આપે તેવી હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્ય સરકાર દ્વારા આગોતરા આયોજન હાથ ધરવામાં આવ્યા છે ત્યારે આજરોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી દેશના ગૃહમંત્રી અમિત શાહ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમ થકી વાતચીત કરી હતી.

  • ગુજરાત પર ‘નિસર્ગ’ વાવાઝોડાનો ખતરો
  • ગૃહમંત્રી અમિત શાહ અને CM વિજય રૂપાણી વચ્ચે યોજાઇ વિડીયો કોન્ફરન્સ
  • કેન્દ્ર સરકારે તમામ મદદની દર્શાવી તૈયારી 

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઇ શાહે ગુજરાત પર આવનારી સંભવિત ‘નિસર્ગ’ વાવાઝોડાની સ્થિતીના સામના માટે રાજ્ય સરકારોની સજ્જતા અંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને વિસ્તૃત જાણકારી મેળવી હતી. 

રાજ્ય સરકારના આગોતરા આયોજન બાબતે કરી ચર્ચા 

મુખ્યમંત્રીશ્રીએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર-અમરેલી જિલ્લામાં આ સંભવિત વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકારે કરેલા આગોતરા આયોજનમાં NDRF ટીમ SDRF ટીમ તૈનાત રાખવામાં આવી છે. 

કેન્દ્ર સરકાર સહકારની આપી ખાતરી 

આ સાથે જ તેની તેમજ નીચાણવાળા વિસ્તારના લોકોના, માછીમારો-અગરિયાઓ અને ઝિંગા ફાર્મના લોકોને સલામત સ્થળે સ્થળાંતર સહિતની તૈયારીઓથી ગૃહમંત્રીશ્રીને વાકેફ કર્યા હતા. કેન્દ્રિય ગૃહ મંત્રીશ્રીએ આ સંભવિત ‘નિસર્ગ’ વાવાઝોડાની સ્થિતીના મૂકાબલા માટે રાજ્યને કેન્દ્ર સરકાર તરફથી પૂરા સહયોગની ખાતરી આપી હતી.   

વિડીયો ફોન્ફરન્સથી કરી વાતચીત

આ વિડીયો ફોન્ફરન્સમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ શ્રી અનિલ મુકિમ તેમજ મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, મહેસૂલ અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, પોલીસ મહાનિદેશક શિવાનંદ જ્હા સહિતના વરિષ્ઠ સચિવો પણ જોડાયા હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

Nisarga Cyclone Union Home Minister amit shah gujarat અમિત શાહ cyclone Nisrag
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ