બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Uncle-nephew killed in Gamkhwar accident on Saila Chotila highway

સુરેન્દ્રનગર / સાયલા ચોટીલા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, કાર પશુ સાથે અથડાતા કાકા-ભત્રીજાનું મોત

Ajit Jadeja

Last Updated: 10:05 AM, 31 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈજાગ્રસ્તોને સારવાર માટે સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા

સાયલા ચોટીલા હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં કાકા ભત્રીજાના મોત નીપજ્યા છે. જ્યારે સાત લોકોને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જે પૈકી એકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યુ છે. લીંમડીથી છાસિયા ભજનના કાર્યક્રમમાં જતા સમયે કારને અકસ્માત થયો હતો.

સુરેન્દ્રનગરના સાયલા ચોટીલા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કાર રસ્તા પર મૃત પશુ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર કાકા ભત્રીજાના મોત થયા છે. જ્યારે 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોમાં એકની હાલત ગંભીર છે. તમામ લોકો લીંબડીથી છાસિયા ભજનના કાર્યક્રમમાં જઈ રહ્યા હતા. ઘટનામાં સવજીભાઈ કોશિયા અને કલ્પેશ કોશિયાના મોત થયા છે. મૃતકના પરિવારજનોને જાણ થતા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. બે જણાના મોતને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ ખાતે રીફર કરાયા છે.

 

અગાઉ અકસ્માતમાં એકનું મોત થયું હતું

સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતના બનાવો વધી રહ્યાં છે ત્યારે સાયલા-ચોટીલા હાઈવે પર થોડા સમય અગાઉ ડોળીયા ગામ પાસે ખાનગી લકઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જયારે અન્ય ત્રણ થી ચાર મુસાફરોને ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યાં હતાં. જે અંગે સાયલા પોલીસ મથકે ખાનગી બસનાચાલક ભેરૂસીંગ શીવસીંગ ચૌહાણ રહે.રાજસ્થાનવાળાએ ફરિયાદ નોંધાવી હતી. 

આ પણ વાંચોઃ લુણીધાર ગામમાં કેન્ડી ખાધા બાદ 26 લોકોને થયું ફૂડ પોઈઝનિંગ, સારવાર અર્થે સિવિલમાં ખસેડાયા

વઢવાણના પરિવારને નડ્યો હતો અકસ્માત

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના આણંદપુર ગામે સાસરીમાં બે સાઢુભાઈનો પરિવાર સાથે દિવસભર સાથે રહ્યા બાદ પરત જતાં હતા, ત્યારે સાંગાણી ગામ પાસે તેમની કારની બાજુમાંથી પસાર થતી ટ્રક અચાનક પલટીને મારી કાર પર પટકાઈ હતી. જેના કારણે કારમાં સવાર વઢવાણમાં રહેતા એક પરિવાર સહિત છ સભ્યોના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ