બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Ukraine president volodymyr zelenskyy sacked ambassadors posted in india

નિર્ણય / યૂક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનું મોટું પગલું, ભારત સહિત 5 દેશમાં તૈનાત પોતાના રાજદૂતેને હટાવ્યા

Published By: Hiren

Last Updated: 11:52 PM, 9 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યૂક્રેન-રશિયાના યુદ્ધ વચ્ચે યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેંલેસ્કીએ મોટું પગલું ભર્યુ છે. તેમણે ભારત સહિત 5 દેશોમાં તૈનાત પોતાના રાજદૂતોને હટાવી દીધા છે.

  • યૂક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનું મોટું એક્શન
  • ભારત સહિત 5 દેશોમાં તૈનાત યૂક્રેની રાજદૂતોને કર્યા બરતરફ
  • રાજદૂતોને હટાવવા અંગેનું કારણ જણાવાયું નથી

યૂક્રેનના રાષ્ટ્રપતિની  વેબસાઇટ પર જાહેર આદેશ હેઠળ તેમણે જર્મનીમાં યૂક્રેનના રાજદૂત Andriy Melnykને બરતરફ કરી દીધા છે. આ સિવાય તેમણે હંગરી, ચેક રિપબ્લિક દેશ, નૉર્વે અને ભારતમાં તૈનાત પોતાના રાજદૂતોને પણ હટાવી દીધા છે. જોકે, શનિવારે જાહેર કરવામાં આવેલા આ આદેશની કાર્યવાહીનું કારણ જણાવાયું નથી. આદેશમાં એ પણ નથી જણાવાયું કે આ રાજદૂતોને કોઈ બીજી જગ્યાએ પોસ્ટિંગ મળશે કે નહીં.

વિદેશમાંથી સમર્થન મેળવવાની અપીલ
રાષ્ટ્રપતિ ઝેલેંસ્કીએ પોતાના આદેશમાં રાજદૂતોને યૂક્રેન માટે આંતરરાષ્ટ્રીય સમર્થન અને સેન્ય સહાયતા મેળવવાનો પણ આગ્રહ કર્યો છે.

ટર્બાઇનને લઇને જર્મની-યૂક્રેન આમને-સામને
જર્મનીની સાથે કીવના સંબંધ સંવેદનશીલ રહ્યા છે. જર્મની રશિયા ઉર્જા જરૂરિયાત પર નિર્ભર છે, સાથે જ તે યૂરોપની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. કેનેડામાં જર્મન નિર્મિત ટર્બાઇનને લઇને હવે બન્ને દેશો આમને-સામને આવી ગયા છે.

જર્મની ઇચ્છે છે કે કેનેડા રશિયાની પ્રાકૃતિક ગેસની દિગ્ગજ કંપની ગજપ્રોમને ટર્બાઇન આપે. ત્યારે યૂક્રેને કેનેડાથી ટર્બાઇન ન આપવાનો આગ્રહ કરતા કહ્યું કે, જો આને રશિયાને આપવામાં આવ્યું તો આ આના પર લગાવવામાં આવેલા પ્રતિબંધોનું ઉલ્લંઘન થશે.

ખેરસૉન ગવર્નરને હટાવ્યા
યૂક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ રશિયાના કબજાવાળા ખેરસૉન ઓબ્લાસ્ટ ગવર્નર હેનાડી લાહુતાને પણ હટાવી દીધા છે. રાષ્ટ્રપતિ વલોડિમિરે સર્વન્ટ ઑફ ધ પીપલ પાર્ટીથી ખેરસૉન ઓબ્લાસ્ટની ધારાસભા સદસ્ય દિમિત્રો બુટ્ટીને કાર્યકારી ગવર્નર તરીકે નિયુક્ત કર્યા હતા.

મારિયુપોલમાં 2 બ્લાસ્ટ, 3ના મોત
મારિયુપોલના મેયરના સહયોગી પેટ્રો ઇન્ડ્રીશચેન્કોના અનુસાર, 9 જુલાઈએ અજોવસ્ટલ સ્ટીલ પ્લાન્ટની નજીક 2 બ્લાસ્ટ થયા, જેનાથી ત્યાં આગ લાગી ગઈ. તેમણે કહ્યું કે, આ હુમલામાં 3 લોકોના મોત થયા જ્યારે કેટલાક ઇજાગ્રસ્ત થઇ ગયા.

દેશથી ભાગી જનારાની તપાસ થશે
સંસદ અધ્યક્ષ રુસ્લાન સ્ટેફનચુકે જણાવ્યું કે, યૂક્રેન પર રશિયાના હુમલા બાદથી પોતાના કર્તવ્યોને નિભાવવાના બદલે દેશ છોડીને જનારા પ્રતિનિધિઓના કેસની તપાસ માટે એક અસ્થાઈ તપાસ આયોગ બનાવવામાં આવશે.

માયકોલાઈવ પર રશિયાએ 6 મિસાઇલ છોડી
માયકોલાઈવ મેયર ઑલેક્ઝેન્ડર સેનકેવિચના અનુસાર, શનિવાર સવારે રશિયન સેના માયકોલાઇવ પર 6 મિસાઇલ છોડી. રશિયાના આ હુમલામાં કેટલીક ઇમારતો નષ્ટ થઇ ગઈ. જોકે જાનહાનિના કોઈ સમાચાર નથી.
 

સંકળાયેલા મુદ્દાઓ

India Ukraine Russia Crisis Volodymyr Zelenskyy ukraine ભારત યૂક્રેન રશિયા Ukraine Russia Crisis

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ