બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / troubles intrease for pruthvi shaw, court orders investigation into sapna gill case

છેડતીનો કેસ / ફરીથી પૃથ્વી શોની મુશ્કેલીમાં વધારો, સપના ગિલ કેસમાં કોર્ટે આપ્યા તપાસના આદેશ, જાણો શું છે મામલો

Vidhata

Last Updated: 08:32 AM, 4 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષ 2023નાં મામલામાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સપના ગિલે ક્રિકેટર પૃથ્વી શૉ પર આરોપ લગાવ્યો હતો કે પૃથ્વી શૉએ અંધેરીના એક પબમાં તેની છેડતી કરી હતી. જોકે, પૃથ્વી શૉએ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા.

ક્રિકેટર પૃથ્વી શૉ પર લાગેલા છેડતીનાં આરોપનો મામલો ફરી વેગ પકડી શકે છે. હવે મુંબઈની એક કોર્ટે પોલીસને આ મામલે તપાસ કરવાનો આદેશ આપ્યો છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સપના ગિલે પૃથ્વી શૉ પર છેડતીનો આરોપ લગાવ્યો હતો. જોકે, પોલીસને તપાસમાં પૃથ્વી શૉ વિરૂદ્ધ કંઈ મળ્યું ન હતું. પોલીસે સપના ગિલનો કેસ ન નોંધ્યો ત્યારે તે મેજિસ્ટ્રેટ કોર્ટ પહોંચી હતી.

આ મામલો વર્ષ 2023નો છે. સપના ગિલે આરોપ લગાવ્યો હતો કે પૃથ્વી શૉએ અંધેરીના એક પબમાં તેની સાથે છેડતી કરી હતી. જોકે, પૃથ્વી શૉએ આ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. ફેબ્રુઆરી 2023 માં, પૃથ્વી શૉ પર હુમલો કરવા સંબંધિત વિવાદમાં સપના ગિલ સહિત ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી હતી. એવા અહેવાલો છે કે હોટલમાં સેલ્ફી લેવા અંગે વિવાદ થયો હતો. હાલ સપના ગિલ જામીન પર બહાર છે.

મેજિસ્ટ્રેટ તાયડેએ આપ્યા તપાસના આદેશ

હવે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એસ.સી. તાયડેએ પોલીસને 19 જૂન સુધીમાં તપાસ રિપોર્ટ સુપરત કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે સપના ગિલની તે માંગને ફગાવી દીધી, જેમાં તેની એ ફરિયાદના આધારે ક્રિકેટર પૃથ્વી શૉ સહિત અન્ય લોકો સામે FIR ન નોંધવા બદલ પોલીસ સામે કાર્યવાહી કરવા માંગતી હતી. બુધવારે મેજિસ્ટ્રેટ તાયડે તપાસના આદેશ આપ્યા છે.

જામીન મળ્યા બાદ સપના ગિલે અંધેરીના એરપોર્ટ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. સપના ગિલ અહીં પૃથ્વી શૉ, તેના મિત્ર આશિષ યાદવ અને અન્ય લોકો સામે કથિત છેડતીની ફરિયાદ નોંધાવવા પહોંચી હતી. જ્યારે પોલીસે ક્રિકેટર વિરુદ્ધ કેસ ન નોંધ્યો ત્યારે તેણે મેજિસ્ટ્રેટ કોર્ટનો સંપર્ક કર્યો હતો.

સપના ગિલ હતી નશામાં

પોલીસ અગાઉ કોર્ટને જણાવી ચુકી છે કે પબના સીસીટીવી ફૂટેજની તપાસમાં જાણવા મળ્યું છે કે સપના ગિલ અને તેના મિત્ર શોભિત ઠાકુર નશામાં હતા અને ડાન્સ કરી રહ્યા હતા. ઠાકુર ફોન પર શૉનું રેકોર્ડિંગ કરવા માંગતા હતા, પરંતુ ક્રિકેટરે તેને વીડિયો બનાવવાથી રોકી દીધો. પોલીસનું કહેવું હતું કે ફૂટેજ જોતા એવું નથી લાગતું કે પૃથ્વી શૉ અને અન્ય લોકોએ સપના ગિલની છેડતી કરી હતી.

સપના ગિલે કર્યો હતો પૃથ્વી શૉની કારનો પીછો

પોલીસે કહ્યું હતું કે પબમાં હાજર સાક્ષીઓના નિવેદન પણ લેવામાં આવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે કોઈએ પણ સપના ગિલને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો ન હતો. પોલીસે એર ટ્રાફિક કંટ્રોલ એટલે કે ATC ટાવરના સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યા હતા, જેમાં એવું જોવા મળ્યું હતું કે સપના ગિલ હાથમાં બેઝબોલ બેટ લઈને પૃથ્વી શૉની કારનો પીછો કરી રહી હતી. 

વધુ વાંચો: VIDEO : કપિલ શર્માના કોમેડી શોમાં રોહિત શર્મા ! બોલ્યો- 'ભારતીય ખેલાડીઓ 'સસ્તે મુર્ગે', હાસ્યની સુનામી આવી

કોર્ટને કહેવામાં આવ્યું હતું કે તેઓએ શૉની કારની વિન્ડસ્ક્રીન તોડી નાખી હતી. પોલીસ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે CISF અધિકારીએ નિવેદન આપ્યું હતું કે સપના ગિલ જે દાવો કરી રહી છે એવું કંઈ થયું ન હતું. CISF અધિકારીના જણાવ્યા અનુસાર, તેમને ઝઘડાની માહિતી મળી હતી અને ઘટનાસ્થળે પહોંચ્યા પછી તેમણે જોયું કે કારની વિન્ડશિલ્ડ તૂટેલી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ