બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / The Great Indian Kapil Show: Rohit Sharma calls Indian Cricket team members 'sust murge

ક્રિકેટ / VIDEO : કપિલ શર્માના કોમેડી શોમાં રોહિત શર્મા ! બોલ્યો- 'ભારતીય ખેલાડીઓ 'સસ્તે મુર્ગે', હાસ્યની સુનામી આવી

Hiralal

Last Updated: 05:49 PM, 3 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવતે અઠવાડિયે નેટફ્લિક્સ પર પ્રસારિત થનારા ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોમાં રોહિત શર્મા અને શ્રેયસ અય્યર આવી રહ્યાં છે.

કપિલ શર્મા ફરી એકવાર પોતાના લાફ્ટર શોમાં પરત ફર્યો છે અને આ વખતે તે ટીવી પર નહીં પરંતુ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર જોવા મળી રહ્યો છે. આ વખતે કપિલનો શો પણ થોડો આંતરરાષ્ટ્રીય બની ગયો છે, તેના શોનું નામ ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો રાખવામાં આવ્યું છે, જે 30 માર્ચથી શરૂ થયો છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Netflix India (@netflix_in)

કપિલના શોમાં રોહિત શર્મા અને શ્રેયસ અય્યર આવી રહ્યાં છે 
હવે આ અઠવાડિયે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા અને બેટ્સમેન શ્રેયસ અય્યર કપિલના શોમાં આવી રહ્યા છે, આ એપિસોડનો એક પ્રોમો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં રોહિત ક્રિકેટ સાથે જોડાયેલી ઘણી મજેદાર વાતો જાહેર કરતો જોવા મળી રહ્યો છે.

રોહિત સાથે કપિલની મસ્તી
શો દરમિયાન રોહિત શર્મા અને કપિલ શર્મા વચ્ચે કેટલીક વાતચીત થઇ રહી છે, જેમાં રોહિત કપિલના સવાલોના જવાબ આપી રહ્યો છે. જવાબો એવાં છે કે જે તમને હસતાં નહીં રોકી શકે. ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોના આ એપિસોડના પ્રોમોમાં જોઇ શકાય છે કે કપિલ રોહિત શર્મા સાથે ખૂબ મસ્તી કરી રહ્યો છે. આ દરમિયાન જ્યારે કપિલ રોહિત શર્માને પૂછે છે કે બંને સ્ટમ્પ પર માઈક લાગેલા છે, તો શું તમે ક્યારેય ગુસ્સામાં કોઈને કોઈ ભાષણ આપ્યું છે? રોહિત શર્મા આ અંગે પ્રતિક્રિયા આપે છે અને કહે છે કે હું શું કરી શકું છું ... આ અમારા છોકરાઓ 'સસ્તે મુર્ગે' જેવા છે. રોહિતની આ વાત સાંભળીને દર્શકોમાં હાસ્યનું મોટું મોજું ફેલાયું હતું. આ સમયે રોહિતની પત્ની પણ ત્યાં હાજર હતી અને તે પણ હસતી જોવા મળી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

The Great Indian Kapil Show કપિલ શર્મા રોહિત શર્મા The Great Indian Kapil Show
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ