બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / બિઝનેસ / વિશ્વ / Totalitarian rule in Twitter now: Musk become CEO, removed all directors too

Twitter / ટ્વિટરમાં હવે એકહથ્થુ શાસન: મસ્ક પોતે CEO, તમામ ડિરેક્ટર્સને પણ પદથી હટાવ્યા

Megha

Last Updated: 09:46 AM, 1 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેસ્લા, સ્પેસએક્સ, ન્યુરાલિંક અને ધ બોરિંગ કંપની ચલાવતા મસ્ક હવે ટ્વિટરના સીઇઓ બનશે. સાથે જ ટ્વિટરના બોર્ડના તમામ ડિરેક્ટર્સને રજા આપી દીધી એટલે તેઓ ટ્વિટરના એકમાત્ર ડિરેક્ટર બની ગયા છે.

  • એલન મસ્ક ટ્વિટરના એકમાત્ર ડિરેક્ટર બની ગયા
  • એલન મસ્ક હવે ટ્વિટરના સીઇઓ તરીકે સેવા આપશે
  • એલન મસ્ક એ પહેલા કેન્સલ કરી હતી ડીલ

ટ્વિટરના નવા માલિક એલન મસ્ક એક પછી એક એક નિર્ણય લઈને બધાને  ચોંકાવી રહ્યા છે. તાજેતરમાં તેણે કંપનીના સીઇઓ પરાગ અગ્રવાલને નીકાળી દીધા છે. તેથી હવે મસ્કે ટ્વિટરના બોર્ડના તમામ ડિરેક્ટર્સને રજા આપી દીધી છે. સોમવારે એક નિયમનકારી ફાઇલિંગ અનુસાર વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્ક ટ્વિટરના સીઇઓ તરીકે સેવા આપશે. ટેસ્લા, સ્પેસએક્સ, ન્યુરાલિંક અને ધ બોરિંગ કંપની ચલાવતા મસ્ક હવે ટ્વિટરના સીઇઓ બનશે. આ સાથે જ ટ્વિટરના બોર્ડના તમામ ડિરેક્ટર્સને રજા આપી દીધી છે. આ પછી, એલન મસ્ક ટ્વિટરના એકમાત્ર ડિરેક્ટર બની ગયા છે.

એલન મસ્ક એ પહેલા ડીલ કેન્સલ કરી હતી 
જણાવી દઈએ કે એલન મસ્કે 28 ઓક્ટોબરે ટ્વિટરની કમાન સંભાળી હતી અને એ પછી તુરંત જ તેને ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલ, સીએફઓ નેડ સેગલ અને લીગલ અફેર-પોલીસી હેડ વિજયા ગડ્ડેને કંપનીમાંથી કાઢી મૂક્યા. અને મસ્કે તેને કંપનીના હેડક્વાર્ટરમાંથી બહાર પણ કાઢ્યો હતો. જાણકારી મુજબ મસ્કે આ વર્ષે 13 એપ્રિલે ટ્વિટર ખરીદવાની જાહેરાત કરી હતી અને તેને શેર દીઠ $54.2ના દરે $44 બિલિયનમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ખરીદવાની ઓફર કરી હતી. પણ એ પછી સ્પેમ અને નકલી એકાઉન્ટના કારણે તેણે તે ડીલ હોલ્ડ પર મૂકી દીધી હતી. આ પછી 8 જુલાઈના રોજ મસ્કે ડીલ તોડવાનું નક્કી કર્યું કરીને તેની સામે ટ્વિટરે કોર્ટમાં અરજી કરી હતી. પણ ઓક્ટોબરની શરૂઆતમાં મસ્કે પોતાનું વલણ બદલ્યું અને ફરીથી ડીલ પૂરી કરવા પર આવ્યો હતો.  ડેલવેર કોર્ટે 28 ઓક્ટોબર સુધીમાં સોદો પૂર્ણ કરવાનો આદેશ આપ્યો હતો અને એલન મસ્કે એક દિવસ પહેલા જ ટ્વિટરની ઓફિસ પહોંચીને બધાને ચોંકાવી દીધા હતા.

કેમ કરાઇ હકાલપટ્ટી?
એલન મસ્કે ટ્વીટર સાથે ડીલ કરતા પહેલા એક સવાલ કર્યો હતો જે સવાલ ટ્વીટરના CEO સહિતના ઉચ્ચ અધિકારીઓને કરાયો હતો એલન મસ્કે ટ્વીટર પર ફર્જી ખાતા ધારકોની યાદી માંગી હતી. CEO પરાગ અગ્રવાલે ફર્જી ખાતા ધારકોની યાદી જાહેર ન કરતા વિવાદ થયો હતો. મસ્કે ટ્વીટર પર લોકોને ભ્રમિત કરવાનો લગાવ્યો આરોપ પણ લગાવ્યો હતો. જ્યારે એલન મસ્કે ટ્વીટરને હસ્તગત કર્યો ત્યારે ટ્વીટર CEO પરાગ ઓફિસમાં હાજર હતા. ટ્વીટરની ડીલ પુરી થતા ટ્વીટરના CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી કરવામાં આવી છે. ટ્વીટરના CFO નેડ સેગલ સહિતના ઉચ્ચ હોદ્દેદારોને પણ બરતરફ કરવામાં આવ્યા છે.

ટ્વીટરની નીતિઓમાં થશે ફેરફાર!
ટ્વીટર પર કંટેન્ટને લઈ નીતિનિયમમાં થઈ શકે છે ફેરફાર તેમજ કંટેન્ટ મોડરેશનને લઈ મહત્વના નિર્ણય લેવાઈ શકે છે જેમાં કંટેન્ટ મોડરેશન એટલે અપ્રમાણિક કંટેન્ટ જે ભ્રમ ઉત્પન્ન કરી શકે અને બીજી ભાષામાં હેડ સ્પીચ પણ કહેવામાં આવે છે. એલન મસ્ક હમેશથી કંટેન્ટ મોડરેશનનો વિરોધ કરતા આવ્યા છે. મસ્ક પ્રમાણે લોકોને પોતાની લાગણી વ્યક્ત કરવાની પુરી સ્વતંત્રતા હોવી જોઈએ. કંટેન્ટને લઈ ટૂંક સમયમાં નવા ફીચર્સ મળી શકે છે તેમજ ટ્વીટર પર દરેક માટે એડિટ બટનની સુવિધા કરવામાં આવશે. હાલ ખૂબ ઓછા લોકોને ટ્વીટર પર એડિટ બટનની સુવિધા અપાઈ રહી છે એડિટ ફીચર્સ માત્ર બ્યૂ ટિક યૂજર માટે હશે, જે સબ્સક્રિપ્શન બેસ્ડ હશે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ