ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Today, people of this zodiac sign should take any decision carefully, otherwise they will fall into debt, check the horoscope

ભવિષ્ય દર્શન / આજે આ રાશિના જાતકો કોઈપણ નિર્ણય સમજી-વિચારીને કરજો, નહીંતર લેવાના દેવા પડી જશે, જોઈ લો રાશિ ભવિષ્ય

Published By: Premal

Last Updated: 07:45 AM, 23 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

ADVERTISEMENT

આજનું પંચાંગ
23 02 2023 ગુરુવાર
માસ ફાગણ
પક્ષ શુક્લ
તિથિ ચોથ
નક્ષત્ર રેવતી
યોગ શુભ
કરણ વણિજ સવારે 8.52 પછી વિષ્ટિ ભદ્રા
રાશિ મીન (દ.ચ.ઝ.થ.) રાત્રે 10.13 પછી મેશ (અ.લ.ઈ.)

આજનું દિન વિશેષ

મેષ (અ.લ.ઈ.) 

આ રાશિના જાતકોને આજના દિવસે નોકરી-ધંધામાં સારી પ્રગતિ જણાય. ખાસ કરીને કુટુંબ પરિવારમાં સુમેળ જણાય. જમીન-મકાનના પ્રશ્નોમાં ગૂંચવણ ઊભી થાય. મેષ રાશિના જાતકોએ આજે લાભ-હાનિને ધ્યાનમાં રાખી કામ કરવું. 

વૃષભ  (બ.વ.ઉ.) 

આ રાશિના જાતકોને આજના દિવસે સાથી કર્મચારીથી સાધારણ પરેશાની રહેશે. ખાસ કરીને આજે સંપત્તિને લગતા પ્રશ્નોનો સારો ઉકેલ આવશે. તમારે સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી. વૃષભ રાશિના જાતકોને આજે કામકાજમાં ફાયદો થશે અને મન પ્રસન્ન રહેશે.

મિથુન (ક.છ.ઘ.) 

આ રાશિના જાતકોની આજે ઈમાનદારીની કસોટી થાય વિજય આપનો થાય. મિત્રોની મદદથી કાર્ય સરળ બનાવી શકશો. ખાસ કરીને તમને જીવનસાથી અને સંતાનોનો ભરપૂર સહયોગ મળશે. મિથુન રાશિના જાતકોને આજે મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળશે. 

કર્ક  (ડ.હ.) 

કર્ક રાશિના જાતકોને આજના દિવસે કામકાજમાં સાથી મિત્રોનો સહયોગ મળશે. નોકરી-ધંધા માટે નવી તકો મળશે. ખાસ કરીને આજે કરેલા કાર્યોમાં યશ અને સફળતા મળશે. આ રાશિના જાતકોને આજે સંપત્તિને લગતા કાર્યોમાં સહયોગ મળશે. 

સિંહ (મ.ટ.) 

સિંહ રાશિના જાતકોને માન-સન્માન અને આબરૂમાં વધારો થાય. ખાસ કરીને આજે કોર્ટ કેસ કે મગજમારીથી દૂર રહેવું. તમારા નોકરી-ધંધામાં પ્રગતિના યોગો જણાય છે. આ રાશિના જાતકોએ કોઈપણ નિર્ણય સમજી-વિચારીને કરવો. 

કન્યા (પ.ઠ.ણ.) 

કન્યા રાશિના જાતકો માટે આજે નાના-મોટા રોકાણ માટે સમય ઉત્તમ નથી. તમને મિત્રોના સહયોગથી રોકાયેલા કામમાં પ્રગતિ થશે. ખાસ કરીને આજે નોકરીમાં મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળશે. આ રાશિના જાતકો ગુસ્સા ઉપર કાબૂ રાખશો તો જ કામ સુધરશે. 

તુલા  (ર.ત.) 

તુલા રાશિના જાતકોને આજના દિવસે નોકરી-ધંધામાં ઉજ્જવળ તકો મળશે. કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું. આજે લેવડ-દેવડમાં ખાસ કાળજીથી કામ લેવું. આ રાશિના જાતકોને આજે કરેલી મહેનત સારું ફળ આપશે. 

વૃશ્ચિક (ન.ય.) 

વૃશ્ચિક રાશિના જાતકોને ઘરમાં નવી વસ્તુઓ માટે ખર્ચ કરવો પડે. નોકરીમાં બઢતી અને મનપસંદ સ્થાન પ્રાપ્તિ મળે. ખાસ કરીને આજના દિવસે કાયદાકીય રીતે સાવચેતી રાખવી. આ રાશિના જાતકોને પરિવાર સાથેના સંબંધોમાં સુધારો જણાય. 

ધન (ભ.ધ.ફ.ઢ.) 

આ રાશિના જાતકોને આજે વ્યવસાયમાં આવકના નવા રસ્તાઓ મળે. તમને અંગત સમસ્યાઓમાં તકલીફો જણાય. તો સંપત્તિને લગતા પ્રશ્નોમાં સારું સમાધાન મળશે. આજે નોકરીયાત વર્ગને કામનો બોજો વધે. 

મકર (ખ.જ.) 

મકર રાશિના જાતકોને આજે ભાગીદારીમાં વૈચારિક મતભેદો સર્જાય. તો પ્રેમ પ્રસંગોમાં નિષ્ફળતાના પ્રસંગો ઉભા થાય. અભ્યાસ કે નોકરી અર્થે વિદેશ પ્રવાસનું આયોજન થાય તેવા યોગ દેખાઈ રહ્યાં છે. આ રાશિના જાતકોએ લોન કે કરજ લેવું પડે તો સાવધાની રાખવી.  

કુંભ (ગ.શ.સ.ષ.) 

કુંભ રાશિના જાતકોને પિતા-પિતરાઈ સાથેના સંબંધોમાં સુધારો જોવા મળે. તેમજ આરોગ્ય બાબતે ખાસ સાવચેતી રાખવી. તો નવા કામકાજમાં ભાગીદારીથી લાભ થાય. આ રાશિના જાતકોને આજે સંતાન બાબતની ચિંતામાં વધારો થાય. 

મીન (દ.ચ.ઝ.થ.) 

મીન રાશિના જાતકોને આજે આર્થિક સ્થિતિમાં સુધારો અને રાહત અનુભવાય. તમારે વારસાઈ મિલકતોનો ઉકેલ આવે. તેમજ નાના-મોટા પ્રવાસના આયોજનો થાય. ખાસ કરીને આ રાશિના જાતકોને સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય અને કામ સુધરે.  

કેવું રહેશે આપનું આગામી વર્ષ ?
શું કરવાથી થશે લાભ ?
શું કરવાથી આવશે ખોટા પરિણામો ?
જાણો આપના માટે ખાસ ઉપાય

કેવા પ્રકારના થશે લાભ ?
કોના દ્વારા મળશે સુખ ?
શું કરવાથી મળશે સફળતા ?
શું કરવાથી અનુભવાશે તકલીફો ?
જાણો આપના માટે ખાસ ઉપાય

શુભાંક - આજનો શુભ અંક છે 5
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે પીળો અને ગુલાબી
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12.01 થી 2.12 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 1.30 થી 3.00 સુધી
શુભ દિશા : આજે પૂર્વ દિશા શુભ છે
અશુભ દિશા : આજે અશુભ દિશા છે દક્ષિણ અને અગ્નિ
રાશિ ઘાત : તુલા (ર.ત.) અને કુંભ (ગ.સ.શ.ષ.)

સંકળાયેલા મુદ્દાઓ

Astrology dainik rashifal zodiac signs દૈનિક રાશિફળ ભવિષ્ય દર્શન રાશિફળ Dainik Rashifal

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ