બ્રેકિંગ ન્યુઝ
VTV / To Become Profitable, Byju's To Lay Off 2,500 Employees In Next Six Months
Hiralal
Last Updated: 10:14 PM, 12 October 2022
ADVERTISEMENT
દેશની મોટી એજ્યુકેશન ટેકનોલોજી કંપની બાયજૂએ શિક્ષકોની ભરતીને લઈને એક મોટું એલાન કર્યું છે. બાયજુસ કંપનીના કો-ફાઉન્ડર દિવ્યા ગોકુલનાથનું કહેવું છે કે કંપની ભારતીય અને વિદેશી બિઝનેસ માટે 10,000 શિક્ષકોની ભરતી કરશે. "અમે ભારતભરમાં નોંધપાત્ર બ્રાન્ડ જાગૃતિ લાવી છે. હવે અમે માર્ચ 2023 સુધીમાં નફાકારકતા પ્રાપ્ત કરવાની યોજના બનાવી રહ્યા છીએ. આ માટે અમે એક માર્ગ બનાવ્યો છે. આ યોજના હેઠળ માર્કેટિંગ બજેટ મહત્તમ કરવામાં આવશે અને ખર્ચની પ્રાથમિકતા નક્કી કરવામાં આવશે.
2023ની શરુઆતમાં કરાશે ભરશે
કંપનીનું કહેવું છે કે 2023ની શરુઆતમાં 10,000 ટીચરોની ભરતી કરવાની યોજના છે. તેને માટે ભારત ભરમાંથી અરજીઓ આમંત્રિત કરવામાં આવશે. બાયજૂનો દાવો છે કે, તેની પાસે ભારતભરમાં 200 થી વધુ સક્રિય કેન્દ્રો કાર્યરત છે. 2022ના અંત સુધીમાં તેને વધારીને 500 કેન્દ્રો કરવાનું લક્ષ્ય છે.
ADVERTISEMENT
શું છે બાયજૂ
બાયજૂ એક ઓનલાઇન ટીચિંગ એપ છે. જેના દ્વારા બાળકો ઘરે રહીને અભ્યાસ કરી શકે છે. બાયજૂ એ એક ઓનલાઇન એજ્યુકેશન સ્ટાર્ટઅપ છે જેને સત્તાવાર રીતે થિંક એન્ડ લર્ન કહેવામાં આવે છે. બેંગ્લોર સ્થિત આ સ્ટાર્ટઅપની સ્થાપના ભૂતપૂર્વ શિક્ષક બાયજુ રવીન્દ્રન દ્વારા કરવામાં આવી હતી, જે કંપનીનો એક તૃતીયાંશ હિસ્સો ધરાવે છે. તેમના માતા-પિતા પણ શિક્ષક રહ્યા છે. બાયજૂ ભારતમાં ઓનલાઇન શિક્ષણમાં મોખરે છે. બાયજૂએ ભારત ઉપરાંત અમેરિકા અને ઓસ્ટ્રેલિયા અને મેક્સિકોમાં પણ બાળકોને કોડિંગ શીખવવાનું શરૂ કર્યું છે.
ભારતમાં 8 કરોડ લોકો બાયજૂ એપનો ઉપયોગ કરી રહ્યાં છે
દેશમાં કોરોના મહામારી વખતે સ્કૂલો બંધ હોવાથી બાળકો ઘેર રહીને ભણતા હતા અને આવી સ્થિતિમાં હવે બાળકોને સ્કૂલો કરતા ઘેર રહીને ભણવાની આદત પડી છે. બાયજૂ આ વાતનો બરાબરનો ફાયદો ઉઠાવી રહી છે અને હાલમાં ભારતમાં 8 કરોડથી વધુ લોકો બાયજુની એપનો ઉપયોગ કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.