ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Tips To Check Someone is Recording Your Call Or Not

સાવધાની / તમારો કોલ રેકોર્ડ થઈ રહ્યો છે, આ રીતે કરી લો ચેક અને જાણો બચવાના ઉપાય

Published By: Bhushita

Last Updated: 03:14 PM, 19 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારી મરજી વિના કોઈ તમારો કોલ રેકોર્ડ કરે છે તો સંભવ છે કે તમે તેને ચલાવી લેશો નહીં. અનેક વાર તમારી જાણ બહાર તમારો ફોન રેકોર્ડ થાય છે. ભારત સહિત અનેક દેશોમાં તમારી પરમિશન વિના કોલ રેકોર્ડ કરવાનું ગેરકાનૂની છે.

ADVERTISEMENT

  • કોલ રેકોર્ડિંગ છે ગેરકાયદેસર
  • આ ટિપ્સથી જાણો તમારો કોલ રેકોર્ડ થઈ રહ્યો છે કે નહીં
  • અપનાવી લો આ ઉપાયો અને રહો સેફ

જરૂરી નથી કે કોલ સરકારી એજન્સીઓ જ રેકોર્ડ કરતી હોય

સૌથી મોટો પ્રશ્ન એ છે કે તમે કેવી રીતે જાણી શકશો કે તમારો કોલ રેકોર્ડ થઈ રહ્યો છે કે નહીં. જરૂરી નથી કે દરેક વખતે તમારો ફોન સરકારી એજન્સીઓ જ રેકોર્ડ કરી રહી હોય.  સરકારી એજન્સીઓ ટેલિકોમ કંપનીઓની મદદથી કોલ રેકોર્ડિંગ કરે છે. તેના કારણે તમને ખ્યાલ રહેતો નથી.

ફાઈલ ફોટો

આ રીતે જાણો તમારો કોલ રેકોર્ડ થઈ રહ્યો છે કે નહીં.

ધ્યાનથી સાંભળો

નિયમ એ છે કે જો તમારી પાસે કોઈ કોલ આવે છે કે પછી તમે કોઈને કોલ કરો છો તો તેમાં થોડી સેકંડ બાદ બીપનો અવાજ આવે છે. તો આ સમયે શક્ય છે કે કોઈ તમારો કોલ રેકોર્ડિંગ કરી રહ્યું છે.

ફોન ઓવરહીટિંગ

ફોન ગરમ થવો એ સામાન્ય વાત છે પણ આવું વારેઘડી થાય છે તો ધ્યાન રાખો. કોલ રેકોર્ડિંગના કારણે પણ આવું થાય તે શક્ય છે. ફોનમાં આ પ્રકારનું સોફ્ટવેર ઈન્સ્ટોલ થાય છે તો કોલ રેકોર્ડિંગ ક્યાંક મોકલાઈ રહ્યું છે અને સતત કોલ રેકોર્ડિંગ થવાના કારણે ફોન હિટિંગની સમસ્યા આવે છે.

વધારે ડેટા વપરાય તો ધ્યાન રાખો

જો તમને લાગે કે તમારો ડેટા વધારે વપરાઈ રહ્યો છે જેટલો તમે ઉપયોગમાં લેતા નથી તો સાવધ થઈ જાઓ. ડેટા યૂઝેઝ ચેક કરો અને જાણો કે તમારો ડેટા ક્યાં વપરાઈ રહ્યો છે. અનેક વાર કોલ રેકોર્ડિંગ સોફ્ટવેર વધારે ડેટા લેતા હોય છે. કેમકે રેકોર્ડિંગ ફાઈલને રિમોટ સર્વર પર સેન્ડ કરવામાં આવે છે.

ફાઈલ ફોટો

બિનજરૂરી પોપ અપ અને મેસેજ

જો તમે સ્માર્ટફોનમાં લિમિટેડ એપ્સ યૂઝ કરો છો તો જાહેરાત વાળા એપ્સ નહીં હોય. છતાં તમારા ફોન પર પોપ અપ એડ કે મેસેજ આવે છે તો આ એક કારણ હોઈ શકે છે કે તમારો ફોન સ્પાય કરવામાં આવી રહ્યો છે. 

ફોન યૂઝમાં હોય પણ કનેક્ટિવીટી ન હોય

ફોન યૂઝ ન કરી રહ્યો હોય, કોઈ નોટિફિકેશન પણ ન હોય તો પણ સ્ક્રીન ઓન થઈ જાય, ફોન સાયલન્ટ મોડ પર જાતે જ જતો રહે, ફોન ઓફ થઈ જાય. ફ્રંટનો કેમેરો અચાનક ચાલુ થઈ જાય તો સમજો કે ફોનની જાસૂસી કરવામાં આવી રહી છે.

માઈક આઈકોન

સ્માર્ટફોનના સૌથી ઉપરના પેનલ પર કામ વિના પણ માઈક આઈકોન દેખાય તો સમજો કે તમારો કોલ રેકોર્ડ થઈ રહ્યો છે.

શટ ડાઉન થવામાં સમય

ફોન શટ ડાઉન કરો તો પ્રોસેસ ત્યાં સુધી ખતમ નથીસ થતી જ્યાં સુધી બેકગ્રાઉન્ડ પ્રોસેસ ખતમ ન થાય. જો કોલ રેકોર્ડિંગ કે સ્પાઈ એપ મોબાઈલમાં છે તો શટ ડાઉનમાં થોડો સમય લાગી શકે છે. 

વિચિત્ર ટેક્સ્ટ મેસેજ

ફોનમાં એવા મેસેજ આવે જે તમારી જાણ અને કામ સિવાયના હોય.તેમાં અલગ પ્રકારના કેરેક્ટર્સ અને સિમ્બોલ હોઈ શકે છે. આ મેસેજથી સાવધાન રહો.

જો તમને લાગે છે કે સ્માર્ટફોનમાં કોઈ પ્રકારની તકલીફ આવી રહી છે તો તમે તરત જ તમારો બધો ડેટા બેકઅપમાં લઈ લો અને સાથે જ ફેક્ટ્રી રીસેટ કરી લો.

સંકળાયેલા મુદ્દાઓ

Call Recording tips કોલ રેકોર્ડિંગ ટિપ્સ Call Recording

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ