બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / tips and tricks to avoid petrol pump cheats and scams

Alert / છેતરપિંડીથી બચો! વાહનમાં 100-200 રૂપિયાનું પેટ્રોલ પુરાવતા હોય તો ખાસ વાંચી લો, ક્યારેય નહીં થાય નુકસાન

Premal

Last Updated: 05:27 PM, 31 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેટ્રોલ-ડીઝલના ભાવ સતત ઉંચાઈએ આંબી રહ્યાં છે. આવા મોંઘવારીના સમયે જો પેટ્રોલ પંપવાળા ગ્રાહકોને ચૂનો લગાવી દે તો ગ્રાહકોને મોટું નુકસાન થાય છે. ગ્રાહકોને ખબર હોતી નથી અને પેટ્રોલ પંપવાળા ગ્રાહકો સાથે પેટ્રોલની છેતરપિંડી કરે છે. આ છેતરપિંડીથી બચી શકાય છે ફક્ત તમારે થોડી વાતો પર ધ્યાન કેન્દ્રીત કરવાનુ છે અને થોડી સાવધાની રાખવી પડશે.

  • જો પેટ્રોલ પુરાવતી વખતે તમારે ના છેતરાવુ હોય તો ધ્યાનમાં રાખો આ વાત
  • તમારે થોડી સાવધાની રાખવી પડશે, પેટ્રોલ પંપ માલિક તમને છેતરી નહીં શકે
  • ખાલી ટાંકીમાં પેટ્રોલ ભરાવવાથી ગ્રાહકને થાય છે નુકસાન

  1. મોટાભાગના ગ્રાહકો પેટ્રોલ પંપ પર જઇને 100,200 અને 500 રૂપિયાનું રાઉન્ડ ફીગરમાં પેટ્રોલ પુરાવે છે. ઘણી વખત પેટ્રોલ પંપ માલિક રાઉન્ડ ફીગરવાળી રકમને મશીન પર ફિક્સ કરીને રાખે છે. જેનાથી ગ્રાહક છેતરાય તેવી શક્યતા વધારે રહે છે. તેથી જરૂરી છે કે તમે રાઉન્ડ ફીગરમાં પેટ્રોલ ભરાવશો નહીં. તમે રાઉન્ડ ફીગરથી 10-20 રૂપિયા વધુનુ પેટ્રોલ ભરાવી શકો છો.
  2. બાઈક અથવા કારની ખાલી ટાંકીમાં પેટ્રોલ ભરાવવાથી ગ્રાહકને નુકસાન થાય છે. જેનું કારણ એ છે કે તમારી ગાડીની ટાંકી જેટલી ખાલી હશે તેમાં હવા એટલી વધુ રહેશે. એવામાં પેટ્રોલ ભરાવ્યાં બાદ હવાના કારણે પેટ્રોલની માત્રા ઘટી જાય છે. ઓછામાં ઓછી અડધી ટાંકી હંમેશા ભરેલી રાખો.
  3. પેટ્રોલ ચોરવા માટે પંપ માલિક પહેલાથી જ મીટરમાં હેરાફેરી કરે છે. જાણકારો મુજબ, દેશમાં ઘણાં પેટ્રોલ પંપ હજી પણ જૂની ટેકનિક પર ચાલી રહ્યાં છે, જેમાં હેરાફેરી કરવી ખૂબ સરળ છે. તમે અલગ-અલગ પેટ્રોલ પંપમાંથી પેટ્રોલ નખાવો અને પોતાની ગાડીના માઈલેજને સતત ચેક કરાવતા રહો.
  4. પેટ્રોલ હંમેશા ડિજીટલ મીટરવાળા પંપ પર ભરાવવુ જોઈએ. જેનુ કારણ એ છે કે જૂના પેટ્રોલ પંપ પર મશીનો પણ જૂના હોય છે અને આ મશીનોમાં ઓછુ પેટ્રોલ ભરાવવાનો ડર વધુ રહે છે. 
  5. ઘણા પેટ્રોલ પંપ પર કર્મચારી તમે કહેલી રકમથી ઓછા રૂપિયાનું પેટ્રોલ ભરે છે. જો ગ્રાહક ટોકે તો તેમને કહેવામાં આવે છે કે મીટરને ઝીરો પર રીસેટ કરાઈ રહ્યું છે. પરંતુ જો તમે ચૂકી ગયા તો ઘણીવાર આ મીટર ઝીરો પર લાવવામાં આવતુ નથી. તેથી જરૂરી છે કે પેટ્રોલ ભરાવતી સમયે નક્કી કરો કે પેટ્રોલ પંપ મશીનનુ મીટર ઝીરો પર સેટ છે ને.
  6. મોટાભાગના લોકો જ્યારે પોતાના વાહનમાં પેટ્રોલ ભરાવે છે, તો તેઓ વાહનથી નીચે ઉતરતા નથી. જેનો ફાયદો પેટ્રોલ પંપના કર્મચારી ઉઠાવે છે. પેટ્રોલ પુરાવતી વખતે વાહનમાંથી નીચે ઉતરો અને મીટર પાસે ઉભા રહી જાઓ. 

સંકળાયેલા મુદ્દાઓ

Cheating Petrol Petrol Pump Tips and tricks Petrol Pump Cheats
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ