બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / tips and tricks avoid cooking indoors 5 best ways to keep home cool

ટાઢક / ઉનાળામાં લાઇટ ગુલ થાય તો કંટાળશો નહીં, આ 5 રીતથી ઘરનો રાખો ઠંડા ઠંડા કુલ કુલ, ગરમીનો અહેસાસ પણ નહીં થાય

Bijal Vyas

Last Updated: 09:53 PM, 12 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આકરી ગરમીમાં વીજળી ના હોય કે જેના ઘરમાં એસી- કુલર ના હોય તો પણ ઘર ઠંડુ તમે રાખી શકો છો. જાણો આ 5 પદ્ધતિ વિશે જેનાથી તમે ઘર ઠંડુ રાખી શકો છો.

  • ઘરમાં નાના-નાના ફેરફાર કરીને તેને ઠંડુ રાખી શકાય છે
  • પીઓપી અમુક અંશે છતમાંથી આવતી ગરમીને શોષવાનું પણ કામ કરે છે
  • ગ્રીન નેટનો ઉપયોગ છોડને સીધા સૂર્યપ્રકાશથી બચાવવા માટે કરવામાં આવે છે

Home Cooling Tips:એપ્રિલ મહિનામાં હવે ઉનાળાની આકરી ગરમીનો અનુભવ થવા લાગ્યો છે. વધતી જતી ગરમી વચ્ચે, પાવર કટ થાય તેવુ ઘણી વખત બને છે. તેવામાં એસી, કુલર અને પંખા બંધ થતાં જ બધાની હાલત ખરાબ થવા લાગે છે. ઘણા લોકો એવા હોય છે જે ગરમી સહન કરી શકતા નથી અને ક્યારેક તેઓ તેના સ્વાસ્થ્ય પર પણ તેની અસર દેખાય છે. આવી સ્થિતિમાં, ગરમીને ધ્યાનમાં રાખીને એવી કેટલીક પદ્ધતિઓ અપનાવવામાં આવે તે જરૂરી છે, તો તે વીજળી ગયા પછી પણ ઘરને ઠંડુ રાખવામાં મદદ કરી શકે છે. એટલું જ નહીં, જ્યારે માત્ર પંખો ચાલતો હોય તેવામાં આ પદ્ધતિઓ ઘરની ઠંડક જાળવી શકે છે.

જો તમે પણ ગરમીથી બચવાના ઉપાયો શોધી રહ્યા છો, તો આવો તે એવી પદ્ધતિઓ વિશે જાણીએ જેનાથી ઘરમાં નાના-નાના ફેરફાર કરીને તેને ઠંડુ રાખી શકાય છે. આવો જાણીએ આવી જ 5 સરળ રીતો વિશે, જેની મદદથી ઘરની ઠંડક જાળવી શકાય છે.

ઘરના ઠંડુ બનાવી રાખશે આ 5 પદ્ધતિ

1. છત પર પાણી રેડો: પ્રાચીન સમયથી ઘરને ઠંડુ રાખવા માટે છત પર પાણી રેડવામાં આવે છે. આ પરંપરાગત પદ્ધતિ આજે પણ અસરકારક છે. જ્યારે સૂર્યના તાપને કારણે છત ગરમ થવા લાગે છે, ત્યારે ઘરની અંદર ગરમી અને ભેજનો અનુભવ વધે છે. આવી સ્થિતિમાં, છત પર પાણી રેડવું અને તેને ઠંડુ રાખવાથી ગરમી ઓછી થાય છે. આ સિવાય છતને ટીન શેડથી ઢાંકીને અથવા અન્ય કોઈ રીતે પણ છતની ગરમી ઘટાડી શકાય છે.

Tag | VTV Gujarati

2. પીઓપીની મદદ લોઃ પીઓપીનો ઉપયોગ ઘરની સુંદરતા વધારવા માટે કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે પીઓપી તમારા ઘરને ઠંડુ રાખવામાં પણ મદદરૂપ થાય છે. વાસ્તવમાં, પીઓપી અમુક અંશે છતમાંથી આવતી ગરમીને શોષવાનું પણ કામ કરે છે, તેવામાં જે રૂમમાં પીઓપીનું કામ કરવામાં આવશે, તમે અન્ય રૂમની તુલનામાં ઓછી ગરમી અનુભવશો.

3. બાલ્કનીમાં લગાવેલા છોડ: જ્યાં પણ ઘરમાંથી હવા આવતી હોય ત્યાં લીલા અને ગાઢ છોડ લગાવી શકાય છે. મુખ્યત્વે બાલ્કનીમાં વધુને વધુ લીલા છોડ રાખી શકાય છે. આવી સ્થિતિમાં, ત્યાંથી આવતી હવા ઠંડી અનુભવશે અને છોડ પણ ગરમી રોકવામાં મદદ કરશે. આ સાથે બારીની આસપાસ લીલા છોડ પણ રાખી શકાય છે જે ઠંડકનો અહેસાસ કરાવશે.

4. ગ્રીન નેટ - ગરમીનો અહેસાસ ઓછો કરવામાં ગ્રીન નેટ ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. ગ્રીન નેટનો ઉપયોગ છોડને સીધા સૂર્યપ્રકાશથી બચાવવા માટે કરવામાં આવે છે, પરંતુ તમે તેને ઘરના મુખ્ય દરવાજા અથવા બાલ્કનીમાં પડદા તરીકે પણ લગાવી શકો છો. આનાથી ઘણી હદ સુધી ગરમ હવા સીધી જ આવતી અટકાવી શકાશે.

do not put this things on the house terrace

5. ખસની ટટ્ટીઃ પાવર ગુલ થવા પર પણ ઘરને ઠંડુ રાખવા માટે ખસની ટટ્ટી લગાવવીએ ખૂબ જ જૂની અને પરંપરાગત રીત છે. તેને લગાવ્યા પછી આવતી હવા કૂલર અને AC નો અહેસાસ કરાવે છે. તે મુખ્યત્વે મુખ્ય દ્વાર પર અથવા જ્યાંથી વધારે પવન આવે છે ત્યાં લાગુ કરવામાં આવે છે. તેના પર વચ્ચે વચ્ચે પાણી રેડવામાં આવે છે, જેના કારણે ગરમ હવા સંપૂર્ણપણે ઠંડી થઇને આવે છે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ