ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Three youths say 'you are towing vehicles' at a time ...
ADVERTISEMENT
ADVERTISEMENT
ત્રણ યુવકોએ કર્મચારીઓને પાઇપ વડે ફટકાર્યા
ADVERTISEMENT
એલ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન-રાણીપમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ઉક્કડભાઈ વસાવા સ્ટાફના માણસો સાથે ગઈ કાલે સાંજના સમયે ચાંદખેડાની વિશ્વકર્મા કોલેજ સામેની રોયલ હોસ્ટલની બાજુમાં જાહેર રોડ પર ટ્રાફિકને અડચણરૂપ વાહનો ટોઈંગ કરવાનું કામ કરી રહ્યા હતા ત્યારે તેઓ વેલ સર્જન-રમાં આવેલ શ્રીનાથજી ઓટોમોબાઈલ એમરોન બેટરીની દુકાન સામે ટ્રાફિકને અડચણરૂપ રીતે પાર્ક કરેલ એક્ટિવા ટોઈંગ કરી રહ્યા હતા ત્યારે દુકાનમાં કામ કરતો યુવક બહાર દોડી આવ્યો હતો.
યુવકે ટ્રાફિક પોલીસની કામગીરીનો વિરોધ કરીને તમે વારે વારે વાહન ટોઇંગ કરી જાઓ છો તેમ કહીને ટ્રાફિક પોલીસ સાથે ઝઘડો કર્યો હતો અને વાહન ઉતારી દેવા માટે કહ્યું હતું. આ સમયે આ યુવક સાથે અન્ય બે યુવકો પણ પાઇપ લઈને આવી ગયા હતા. તેમણે પોલીસ હેડ કોન્સ્ટેબલ તેમજ તેમની સાથેના વાહન ટોઇંગ કરતા કર્મચારીઓ સાથે ઝઘડો કરીને જાહેર રોડ પર પાઇપ વડે હુમલો કરીને મારામારી કરી હતી. આ દરમિયાન આસપાસના લોકો આવી જતાં ત્રણેય યુવકો નાસી ગયા હતા.
ADVERTISEMENT
ત્યારબાદ વાહન ટોઇંગ કરનાર કર્મચારીએ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરતાં ચાંદખેડા પોલીસ આવી પહોંચી હતી અને ત્રણ યુવકો વિરુદ્ધમાં તેઓએ પોલીસ કર્મચારી સાથે રકઝક અને મારામારી કરી હોવાથી ચાંદખેડા પોલીસે સરકારી ફરજમાં અડચણરૂપ બન્યાનો ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો