બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / વિશ્વ / Three big countries of the world are happy with a deal from India

કરાર / ભારતની એક ડીલથી દુનિયાના ત્રણ મોટા દેશ ખુશ: બાયડન, મેક્રોન અને સુનકે આ ક્ષણને ગણાવી ઐતિહાસિક

Priyakant

Last Updated: 02:10 PM, 15 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રિટનના પીએમ ઋષિ સુનકે પણ આ કરારને એ અર્થમાં ઐતિહાસિક ગણાવ્યો, ભારતની આ ડીલથી USAમાં ઊભી થશે 10 લાખ નોકરી

  • ભારત સરકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલ ડીલથી 3 મોટા દેશ ખુશ
  • ફ્રેન્ચ એરબસ-અમેરિકન કંપની બોઈંગ સાથે એર ઈન્ડિયાના એરક્રાફ્ટ ખરીદી કરાર 
  • અમેરિકાના 44 રાજ્યોમાં 10 લાખથી વધુ રોજગારીની તકો ઉભી થઈ 

ભારત સરકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલ એક ડીલથી દુનિયાના ત્રણ મોટા દેશ ખુશ થઈ ગયા છે. વાત જાણે એમ છે કે, ફ્રેન્ચ એરબસ અને અમેરિકન કંપની બોઈંગ સાથે એર ઈન્ડિયાના એરક્રાફ્ટ ખરીદી કરારનો ઉપયોગ PM મોદીએ આ બંને દેશો સાથે ભારતના વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત કરવા માટે કર્યો છે. જેના કારણે અમેરિકાના 44 રાજ્યોમાં 10 લાખથી વધુ રોજગારીની તકો ઉભી થઈ હોવાનું કહેવાય છે. 

ફ્રેન્ચ એરબસ અને અમેરિકન કંપની બોઈંગ સાથે એર ઈન્ડિયાના એરક્રાફ્ટ ખરીદી કરાર મહત્વનો સાબિત થયો છે.   એરબસ અને એર ઈન્ડિયા ડીલ દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે PM મોદીની વર્ચ્યુઅલ હાજરી અને બોઈંગ-એર ઈન્ડિયા ડીલ પછી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે પીએમ મોદીની ટેલિફોનિક વાતચીત નવા યુગમાં ઉડ્ડયન મુત્સદ્દીગીરીના ઉદાહરણો છે. 

ઋષિ સુનકે આ કરારને ઐતિહાસિક ગણાવી શું કહ્યું ? 
આ કરારને અમેરિકી રાષ્ટ્રપતિ બિડેન અને રાષ્ટ્રપતિ મેક્રોન દ્વારા પણ સ્થાનિક રાજકારણમાં તેમની સરકારની મોટી ઉપલબ્ધિ તરીકે રજૂ કરવામાં આવી છે. બ્રિટનના પીએમ ઋષિ સુનકે પણ આ કરારને એ અર્થમાં ઐતિહાસિક ગણાવ્યો છે કે એરબસને એન્જિન આપનારી બ્રિટિશ કંપની રેલ્યા રાઈસ હવે સેંકડો બ્રિટિશ નાગરિકોને રોજગારી આપશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું ? 
એરબસ અને એર ઈન્ડિયા કરારના અવસર પર પીએમ મોદીએ કહ્યું કે, ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું એવિએશન હબ બનવા માટે તૈયાર છે. આ કરાર ભારત અને ફ્રાન્સ વચ્ચેના ગાઢ સંબંધો તેમજ ભારતના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રની સફળતાઓને સમજાવે છે. ભારત સરકાર નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને મજબૂત કરવા માટે વિશેષ ધ્યાન આપી રહી છે. છેલ્લા આઠ વર્ષમાં ભારતમાં એરપોર્ટની સંખ્યા 74 થી વધીને 147 થઈ ગઈ છે. આનાથી લોકોના આર્થિક અને સામાજિક વિકાસને પ્રોત્સાહન મળે છે.

ભારતને આગામી 15 વર્ષમાં બે હજાર વિમાનોની જરૂર પડશે
આ સાથે પીએમએ વધુમાં કહ્યું કે, ઘણા અનુમાન મુજબ ભારતને આગામી 15 વર્ષમાં બે હજાર વિમાનોની જરૂર પડશે. ભારતમાં 'મેક ઇન ઇન્ડિયા-મેક ફોર ધ વર્લ્ડ' એરોસ્પેસ મેન્યુફેક્ચરિંગને લઈને ભારતમાં તકોના નવા દરવાજા ખુલી રહ્યા છે. તેમણે એર ઈન્ડિયા અને એરબસ કરારને ઈન્ડો-ફ્રેન્ચ વ્યૂહાત્મક ભાગીદારીની સિદ્ધિ તરીકે પણ ગણાવી હતી. તેમણે એ પણ માહિતી આપી હતી કે અન્ય ફ્રેન્ચ કંપની સેફ્રાન ભારતમાં એરક્રાફ્ટ એન્જિનની સેવા માટે એક સુવિધા સ્થાપી રહી છે.

અમેરિકામાં 10 લાખથી વધુ નોકરીઓનું સર્જન થશે
PM મોદીએ મોડી રાત્રે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. બંને નેતાઓએ બોઈંગ અને એર ઈન્ડિયા વચ્ચેના કરારને ઐતિહાસિક ગણાવ્યો હતો, જે વર્તમાન વ્યૂહાત્મક સંબંધોને વધુ ગાઢ બનાવશે અને રોજગારીની નવી તકોનું સર્જન કરશે. અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં આ સમજૂતીને વૈશ્વિક ઉત્પાદનના નકશા પર અમેરિકાની વધતી શક્તિ તરીકે દર્શાવવામાં આવી છે. જેના કારણે અમેરિકાના 44 રાજ્યોમાં 10 લાખથી વધુ રોજગારીની તકો ઉભી થઈ હોવાનું કહેવાય છે. આમાંથી મોટી સંખ્યામાં એવા લોકોને રોજગારી મળશે જેમણે ઉચ્ચ શિક્ષણ પણ મેળવ્યું નથી. આ સાથે હાલની ભારત-યુએસ આર્થિક ભાગીદારી વધુ મજબૂત થશે.

સેંકડો લોકોને રોજગારી મળશે
બ્રિટિશ પીએમ ઋષિ સુનકે કહ્યું છે કે, એરબસ એર ઈન્ડિયાને જે એરક્રાફ્ટ આપશે તેના ઘણા મહત્વપૂર્ણ પાર્ટ્સ બ્રિટનમાં બનાવવામાં આવશે. આનાથી ખાસ કરીને વેલ્સ અને ડર્બીશાયર વિસ્તારમાં સેંકડો લોકોને રોજગારી મળશે. તેમણે કહ્યું કે, આ ડીલથી બ્રિટનનું એરોસ્પેસ માર્કેટ આકાશની ઊંચાઈઓને સ્પર્શી જશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને કહ્યું કે, આ કરાર ભારતીય બજાર માટે ફ્રેન્ચ કંપનીઓની પ્રતિબદ્ધતા દર્શાવે છે, જે ઉડ્ડયન સિવાયના અન્ય ક્ષેત્રોમાં કામ કરવા માટે તૈયાર છે. તેમણે આ કરારને ભારત-ફ્રાંસના ઊંડા વ્યૂહાત્મક સંબંધોમાં એક સીમાચિહ્નરૂપ ગણાવ્યું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ