બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Those who invest in currencies like Bitcoin need to read once

દિલ્હી / ક્રિપ્ટોકરન્સીને લઈને સરકારે આપ્યું મહત્વનું નિવેદન, બીટકોઈન જેવી કરન્સીમાં રોકાણ કરાનારા એકવાર જરૂર વાંચે

Ronak

Last Updated: 12:42 PM, 3 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રિપ્ટોકરન્સીને લઈને સરકાર દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં RBI દ્વારા પહેલા ડિજિટલ કરન્સી બહાર પાડવામાં આવશે. જેના પર હાલ ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે

  • ક્રિપ્ટોકરન્સી થોડાક સમયમાં ભારતમાં થશે લોન્ચ 
  • પ્રાઈવેટ ક્રિપ્ટોરન્સી પર બેન યથાવત રહેશે 
  • RBI દ્વારા સૌથી પહેલા ડિજિટલ કરન્સી બહાર પાડવામાં આવશે

ક્રિપ્ટોકરંસીને લઈને આજે રાજ્યકક્ષાના નાણામંત્રીએ  ગૃહમાં માહિતી આપી, જેમા તેમણે કહ્યું કે સરકાર ડિજિટલ ઈકોનોમીને લઈને બ્લોકચેન ટે્કનોલોજીની સંભાનાઓ પર વિચાર કરી રહી છે. સાથેજ તેમણે કહ્યું પ્રાઈવેટ ક્રિપ્ટોકરેંસી પર ઈન્ટર મિનિસ્ટ્રિયલ પેનલ દ્વારા કહેવામાં આવ્યું છે કે તેના પર બેન લગાવામાં આવે. દેશમાં સરકાર જે ક્રિપ્ટોકરન્સી જાહેર કરશે તેજ માન્ય રહેશે.

જરૂરી કાયાદાઓ બનાવામાં આવશે  

રાજ્ય કક્ષાના નાણા મંત્રી દ્વારા કહેવામાં આવ્યું કે ક્રિપ્ટોકરેંસીને લઈને ઈન્ટર મિનિસ્ટ્રિયલ પેનલ સલાહ આપશે ત્યારબાદ સરકાર દ્વારા આ દિશામાં આગળ કામગીરી કરવામાં આવશે. જો તેને લઈને કોઈ કાયદો બનાવો પડશે તો તે કાયદો પણ સરકાર દ્વારા ગૃહમાં રજૂ કરવામાં આવશે. 

RBI થોડાક દિવસમાં ટેસ્ટિંગ શરૂ કરશે 

થોડા દિવસ પહેલા એક રિપોર્ટમાં એવું સામે આવ્યું હતું કે RBI દ્વારા તેમની ડિજિટલ કરંસી બહાર લાવવા ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે. સાથેજ થોડાકજ સમયમાં હવે તેઓ તેના પર ટેસ્ટીંગ પણ શરૂ કરવાના છે. હાલ રિઝર્વ બેંન્ક દ્વારા કોઈ પણ પ્રાઈવેટ કરન્સીને કાયદેસરની માન્યતા આપવામાં નથી આવી. 

RBIના ડેપ્યુટી ગર્વનરનું નિવેદન 

રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નરે પણ કહ્યું કે તેઓ ક્રિપ્ટોકરન્સી મુદ્દે ઝડપથી આગળ વધી રહ્યા છે. સાથેજ તેમણે કહ્યું કે હાલ રિઝર્વ બેન્ક દ્વ્રારા એ મુદ્દે વિચારણા કરવામાં આવી રહી છે કે ડિજિટલ કરન્સીનો ઉપયોગ રિટેલમાં થવો જોઈએ કે પછી હોલસેલમાં.

રોકડ વ્યવહાર ઓછા થશે 

ડિજીટલ કરન્સી પહેલા રિઝર્વ બેંન્ક દ્વારા બહાર પાડવામાં આવશે બાદમાં જુદી જુદી બેન્કો દ્વારા તેને લોન્ચ કરવામાં આવસે જોકે તેને લઈને બેકો દ્વારા જરૂરી નિયમો પણ બનાવામાં આવશે. જો ડિજિટલ કરન્સી બહાર પાડવામાં આવશે તો લોકો રોકડ લેવડ દેવડ ઓછી કરશે. સાથે કરન્સી છાપવા પાછળ જે ખર્ચ થાય છે. તે પણ ઘણા અંશે ઓછો થઈ જશે. 

વેલ્યુ સમાન રહેશે 

ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર શંકરે એવું કહ્યું છે કે ડિજિટલ કરન્સીની વેલ્યુમાં કો ફેરફાર કરવામાં નહી આવે. 100 રૂપિયાની નોટ અને 100 રૂપિયાની ડિજિટલ કરન્સી બંને એક સમાન રહેશે. સાથેજ ડિજિટલ કરન્સી એક્સચેન્જ પણ તમે સરળતાથી કરી શકશો. 

સંકળાયેલા મુદ્દાઓ

Cryptocurrency India Launch ક્રિપ્ટો કરન્સી ભારત લોન્ચ Cryptocurrency
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ