ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / યાદશક્તિથી લઇને..., ઘણી ગંભીર બીમારીઓમાં કારગર સાબિત થશે આ પાણી, ફાયદા જાણીને ચોંકી જશો

હેલ્થ / યાદશક્તિથી લઇને..., ઘણી ગંભીર બીમારીઓમાં કારગર સાબિત થશે આ પાણી, ફાયદા જાણીને ચોંકી જશો

Last Updated: 02:22 PM, 23 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભોજનમાં ગરમ મસાલા તરીકે વપરાતા તજ સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી હોય છે. જો તેનું પાણીનું સેવન દરરોજ કરવામાં આવે તો સ્વાસ્થ્યને પાચન, હૃદય સહિત અનેક ફાયદા થાય છે.

ADVERTISEMENT

ભોજનનો સ્વાદ વધારવા માટે અલગ અલગ પ્રકારના મસાલાનો ઉપયોગ થાય છે. જેમાં તજ એક મહત્વનો ગરમ મસાલો હોય છે, તેનાથી વાનગીઓનો સ્વાદ વધી જાય છે. આ ગરમ મસાલામાં કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને એન્ટીઓક્સીડેન્ટની માત્રા હોય છે. જો તમે દરરોજ એક ગ્લાસ તજનું પાણી પીવો છો તો સ્વાસ્થ્યને અનેક ફાયદા થાય છે. આજે તેના પાણીના ફાયદા વિશે વાત કરીશું.

  • પાચનમાં આવશે સુધાર

તજમાં નેચરલ ડાઈઝેસ્ટિવ પ્રોપર્ટીઝ હોય છે જે પાચન તંત્રને સ્વસ્થ્ય રાખવામાં મદદ કરે છે. દરરોજ તજનું પાણી પીવાથી ગેસ, પેટ ફૂલવું અને કબજિયાત જેવી સમસ્યાઓ દૂર થાય છે.

  • યાદશક્તિ બનશે મજબૂત

જો દરરોજ તજનું પાણી પીવામાં આવે તો તે તમારા મગજને સારી રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. જે તમારી એકાગ્રતામાં વધારો કરે છે અને તમારી યાદશક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત અલ્ઝાઈમર રોગનું જોખમ પણ ઘટે છે.

PROMOTIONAL 9
  • હૃદયનું સ્વાસ્થ્ય
    જે લોકો તજનું પાણી નિયમિત પીવે છે તેમની નસોમાં બેડ કોલેસ્ટ્રોલનું લેવલ ઘટે  છે, જે બ્લડ પ્રેશર મેન્ટેન કરવામાં મદદ કરે છે. જેથી હૃદયનું સ્વાસ્થ્ય સુધરે છે અને હાર્ટ અટેક જેવી ગંભીર બીમારીઓનો ખતરો ઘટે છે.
  • રોગપ્રતિકારક શક્તિ
    તજમાં એન્ટિ-માઇક્રોબાયલ અને એન્ટિ-વાયરલ ગુણો હોય છે, જે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે. તેનાથી શરદી, ખાંસી, ફ્લૂ અને તાવ જેવા વાયરલ રોગોનું જોખમ ઘટે છે.
  • ત્વચા
    તજનું પાણી ત્વચા માટે પણ ગુણકારી હોય છે. જે સ્વસ્થ રંગને પ્રોત્સાહીત કરે છે અને ત્વચાના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. આ પાણી ખીલ સહિત ત્વચાની ઘણી સમસ્યાઓ દૂર કરી શકે છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cinnamon Cinnamon Water Heart
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ