બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / વડોદરા / This royal family of Gujarat lives in the most luxurious residence in the world

રાજાશાહી ઠાઠ / દુનિયાના સૌથી ભવ્ય આવાસમાં રહે છે ગુજરાતની આ રોયલ ફેમિલી, અંગ્રેજોના બંકિંઘમ પેલેસ-અંબાણીના એન્ટિલિયા કરતાં પણ મોટું છે મહેલ

Priyakant

Last Updated: 11:56 AM, 17 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lakshmi Vilas Palace News: HRH સમરજિત સિંહ ગાયકવાડ જેઓ અગાઉના શાહી પરિવારના વડા હતા અને તેમની પત્ની રાધિકારાજે ગાયકવાડ રહે છે આ મહેલમાં

  • ગુજરાતનાં આ મહારાણીનો મહેલ છે Antilia પણ છે મોટો 
  • વડોદરામાં આવેલ છે વિશ્વનું સૌથી મોટું ખાનગી રહેઠાણ લક્ષ્મી વિલાસ પેલેસ 
  • લક્ષ્મી વિલાસ પેલેસ બકિંગહામ પેલેસ કરતાં લગભગ 4 ગણો મોટો

Lakshmi Vilas Palace : દેશના સૌથી મોંઘા મકાનોમાં પહેલું નામ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના મુંબઈ સ્થિત એન્ટિલિયાનું આવે છે. પરંતુ શું તમે જાણો છો કે એન્ટિલિયા કરતા પણ મોટા મહેલમાં એક રાજવી પરિવાર રહે છે, જેની રાણી રાધિકારાજે ગાયકવાડ છે. અમે વાત કરી રહ્યા છીએ લક્ષ્મી વિલાસ પેલેસની જે ગુજરાતના વડોદરામાં સ્થિત છે અને તેની માલિકી બરોડાના ગાયકવાડ પરિવારની છે. HRH સમરજિત સિંહ ગાયકવાડ જેઓ અગાઉના શાહી પરિવારના વડા હતા અને તેમની પત્ની રાધિકારાજે ગાયકવાડ તેમાં રહે છે. 

 સમરજિત સિંહ ગાયકવાડ અને રાધિકારાજે ગાયકવાડની ફાઇલ તસવીર 

વિશ્વનું સૌથી મોટું ખાનગી રહેઠાણ
રિપોર્ટ અનુસાર આ વિશ્વનું સૌથી મોટું ખાનગી રહેઠાણ હોવાનું કહેવાય છે અને લક્ષ્મી વિલાસ પેલેસ બંકિંઘમ પેલેસ કરતાં લગભગ 4 ગણો મોટો છે.

લક્ષ્મી વિલાસ પેલેસ (ફાઇલ તસવીર)

ગુજરાતનો લક્ષ્મી વિલાસ પેલેસ 700 એકર અથવા લગભગ 3,04,92,000 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે, જ્યારે બકિંગહામ પેલેસ 828,821 ચોરસ ફૂટમાં બનેલો છે.

લક્ષ્મી વિલાસ પેલેસ (ફાઇલ તસવીર)

લક્ષ્મી વિલાસ પેલેસ અંબાણીના ઘરથી પણ મોટો 
જો મુકેશ અંબાણીના ઘર સાથે સરખામણી કરવામાં આવે તો તેમનું એન્ટિલિયા 48,780 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે, એટલે કે લક્ષ્મી વિલાસ પેલેસ તેનાથી ઘણો મોટો છે. લક્ષ્મી વિલાસ પેલેસ 170થી વધુ ઓરડાઓ ધરાવતો મહેલ મહારાજા સયાજીરાવ ગાયકવાડ III દ્વારા 1890 માં બનાવવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર તે સમયે આ મહેલ બનાવવાનો ખર્ચ 180,000 GBP હતો.

લક્ષ્મી વિલાસ પેલેસ (ફાઇલ તસવીર)

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ