બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:37 PM, 22 February 2025
કેન્દ્ર સરકારે GST રિટર્ન ફાઇલ કરવાનું હવે સરળ બનાવ્યું છે. ખાસ કરીને નાના વેપારીઓ માટે આ પ્રોસેસ પહેલા કરતા ઘણી સરળ બનાવવામાં આવી છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) હેઠળ આવતા વેપારીઓ વારંવાર ફરિયાદ કરતા રહ્યા છે કે ફાઇલિંગ પ્રોસેસ ખૂબ જટિલ છે, જેના કારણે તેમને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આથી તેઓ સંપૂર્ણપણે વકીલ અથવા CA પર નિર્ભર રહેતા હોય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સરકારની આ પહેલથી નાના વેપારીઓ સરળતાથી રિટર્ન ફાઇલ કરી શકે છે. એનાથી તેમના વકીલ અથવા CAને ચૂકવવામાં આવતી ફી પણ બચી રહી છે. ડિપાર્ટમેન્ટ દ્વારા આ સંદર્ભમાં સતત જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે, જેથી વધુને વધુ વેપારીઓ આ સર્વિસનો લાભ લઈ શકે. અત્યાર સુધી વેપારીઓને ઝીરો રિટર્ન માટે પણ CAની મદદ લેવી પડતી હતી આથી તેમને વધારાનો ખર્ચ થતો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.