બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મારી યોજના પોર્ટલ: આ રીતે મેળવો 680થી વધુ સરકારી યોજનાઓની માહિતી
Last Updated: 04:08 PM, 6 January 2025
સરકાર આપણી મદદ માટે ઘણી યોજનાઓ ચલાવે છે, પરંતુ આપણી પાસે બધી જ યોજનાની માહિતી નથી હોતી. વિચારો કે આપણને બધી જ યોજનાની માહિતી એક જ જગ્યા પરથી મળી રહે તો? બસ આ જ વિચારીને આપણી રાજ્ય સરકારે એક પોર્ટલ શરૂ કર્યું છે જેનું નામ છે મારી યોજના પોર્ટલ અને ખાસ વાત એ છે કે આ પોર્ટલમાં રાજ્યની 680 યોજનાઓની માહિતી મળી રહેશે અને એટલું જ નહીં આ યોજનામાં ઓનલાઈન એપ્લાય પણ તમે આ જ પોર્ટલમાંથી કરી શકો છો. આ મારી યોજના પોર્ટલ કેવી રીતે કામ કરે છે ચાલો એ જાણીએ.
ADVERTISEMENT
મારી યોજના પોર્ટલ આ વિશે તમે છેલ્લા થોડા દિવસોમાં ઘણા સમાચારમાં સાંભળ્યું હશે, પણ આ પોર્ટલ કેવી રીતે તમને ઉપયોગી બનશે તેના વિશે આપણે આજે જાણીએ.
સામાન્ય રીતે લગભગ લોકોને કોઈને કોઈ રીતે મદદ મળી રહે એ માટે સરકાર અનેક યોજના ચલાવતી હોય છે, પણ ઘણી વખત આપણે એ યોજના વિશે ખબર ન હોય કે સંપૂર્ણ માહિતી ન હોય કે ઘણી વખત એ યોજનામાં એપ્લાય કેવી રીતે કરવું એ પણ ન જાણતા હોઈએ અને એ સમયે આપણે ઘણી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. જો કે આ બધી જ સમસ્યાથી છુટકારો મળી રહે એ માટે જ સરકારે મારી યોજના પોર્ટલ શરૂ કર્યું છે.
ADVERTISEMENT
આ પોર્ટલ કેવી રીતે કામ કરે છે એ જાણવા માટે સૌથી પહેલા ગુગલમાં સર્ચ કરો મારી યોજના અને mariyojana.gujarat.gov.in આ સાઇટ પર જાઓ.
ADVERTISEMENT
અહીં તમને હોમપેજ જોવા મળશે જ્યાં શરૂઆતમાં જ તમને કોર્નરમાં ન્યુ સ્કીમનો ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરશો એટલે તાજેતરમાં જે સ્કીમ બહાર પડી છે તેનુંનામ તમને જોવા મળશે અને તે યોજના પર ક્લિક કરશો એટલે તમને બધી માહિતી જાણવા મળશે.
હવે પહેલા આપણે આખું પોર્ટલ સારી રીતે જોઈ લઈએ એ માટે એ જ ફરી હોમ પેજ પર આવીને થોડું નીચે સ્ક્રોલ કરો એટલે તમને ઓપ્શન મળશે કે શબ્દ લખીને તમારી યોજના શોધો. એટલે જો તમને કોઈ યોજના વિશે જાણકારી છે કે તેનું નામ લખીને તમે એ યોજનાને ફટાફટ શોધી શકો છો.
ADVERTISEMENT
હવે ફરી હોમપેજ પર થોડું નીચે સ્ક્રોલ કરો એટલે યોજનાઓ, સેવાઓ સહિત તમને કુલ 17 ઓપ્શન આપવામાં આવ્યા છે જ્યાં તમે યોજના સર્ચ કરી શકો છો જેમ કે તમે યોજનાઓ પર ક્લિક કરશો એટલે બધી જ યોજનાના નામ અને તમને મળી રહેશે અને ત્યાંથી તમે વાંચીને આ યોજના વિશે જાણી શકો છો. હજુ પણ પોર્ટલને સારી રીતે સમજવા માટે ફરી હોમ પેજ પર આવી જઈએ અને ફરી થોડું નીચે સ્ક્રોલ કરો.

ADVERTISEMENT
હવે તમને ઓપ્શન મળશે કે તમે સેક્ટર પ્રમાણે તમારી યોજના શોધી શકો છો ત્યાં વ્યૂ ઓલ પર ક્લિક કરો એટલે તમને ઘણા સેક્ટરના ઓપ્શન દેખાશે અને તમારા સેક્ટર પર ક્લિક કરી તેના રિલેટેડ ફિલ્ટર કરીને યોજના શોધી શકો છો.
હવે ફરી હોમ પેજ પર આવી જાઓ અને નીચે સ્ક્રોલ કરો ત્યાં આ પોર્ટલ કેવી રીતે કામ કરે છે How It Works અને યોજના શોધવાની સરળ રીત કઈ છે તેના વિશે માહિતી આપી છે. જેમાં સર્ચમાં તમે યોજના શોધો. એના રિલેટેડ જરૂરી વિગતો ભરો અને યોજના સિલેક્ટ કરી અપ્લાય કરો. હવે નીચે એક્સપ્લોર નાવ પર ક્લિક કરો.
ADVERTISEMENT
વધુ વાંચો:HMPV વાયરસને લઇ નવી એડ્વાઇઝરી કરાશે જાહેર, શું વિદેશથી આવનાર માટે RTPCR ટેસ્ટ ફરજીયાત!
ઉદાહરણથી સમજીએ તો અહીં વ્યક્તિગત યોજના શોધો પેજ ખૂલ્યું છે હવે નીચે સેક્ટર સિલેકટ ક્રોનો ઓપ્શન આપવામાં આવ્યો છે જેમાં તમે તમારા કામનું સેક્ટર પસંદ કરો જેમ કે આપણે Women Development એટલે કે મહિલા વિકાસ સિલેકટ કરીએ, એ બાદ તેની પાસે યોજનાની માલિકી પર ક્લિક કરો જેમાં આ યોજના કેન્દ્ર કે રાજ્ય સરકારની છે એ સિલેકટ કરવાનું રહેશે આપણે Centre & State (કેન્દ્ર અને રાજ્ય) ઓપ્શન પસંદ કરીએ અને હવે નીચે સ્ક્રોલ કરીને શોધો પર ક્લિક કરો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT