બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / HMPV વાયરસને લઇ નવી એડ્વાઇઝરી કરાશે જાહેર, શું વિદેશથી આવનાર માટે RTPCR ટેસ્ટ ફરજીયાત!

કહેર / HMPV વાયરસને લઇ નવી એડ્વાઇઝરી કરાશે જાહેર, શું વિદેશથી આવનાર માટે RTPCR ટેસ્ટ ફરજીયાત!

Last Updated: 03:37 PM, 6 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

HMPV વાયરસનો પહેલો પોઝિટિવ કેસ આવતાની સાથે જ ગુજરાત સરકાર એક્શનમાં આવી ગઈ છે. રેપિડ એક્શનના ભાગ રૂપે સરકારે RTPCR ટેસ્ટ ફરજિયાત કરવાની સાથે વિદેશથી આવનાર માટે HMPVની એડવાઈઝરી પણ ટૂંક સમયમાં જાહેર કરવાની વાત કરી છે.

HMPV વાયરસનો પહેલો પોઝિટિવ કેસ આવતાની સાથે જ ગુજરાત સરકાર એક્શનમાં આવી ગઈ છે. રેપિડ એક્શનના ભાગ રૂપે સરકારે RTPCR ટેસ્ટ ફરજિયાત કરવાની સાથે વિદેશથી આવનાર માટે HMPVની એડવાઈઝરી પણ ટૂંક સમયમાં જાહેર કરવાની વાત કરી છે.

HMPV વાયરસના બે કેસ બેંગલોરમાં અને એક કેસ ગુજરાતમાં નોંધાયો છે. ગુજરાતમાં 2 માસની બાળકીનો કેસ સામે આવતા તંત્ર સફાળું જાગ્યું છે. ઋષિકેશ પટેલે નિવેદન આપતા કહ્યું છે કે " ચિંતા કરવાની જરૂર નથી, વાયરસની ઇન્ટેન્સિટીના આધારે વિદેશથી આવતા યાત્રીઓ માટે ગાઈડલાઇન નક્કી કરવામાં આવશે."

તે ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્રમાંથી જે મુજબ ગાઈડ લાઇન આવશે તે મુજબ કામગીરી હાથ ધરવામાં આવશે. જો કે રાજ્ય સરકારે ટેસ્ટિંગ માટેની કીટ ખરીદવા માટેની મંજૂરી આપી દીધી છે. શરદી, તાવ, ઉધરસ, ગળામાં દુખાવો થવો તેવા લક્ષણો આ વાઇરસમાં છે. વાઇરસને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર બિલકુલ તૈયાર છે.

રાજ્યનો આરોગ્ય વિભાગ સચેત થઈ ગયો છે. અને કેસના મોનીટરીંગ, નિદાન, જનજાગૃતિ સહિતની વ્યવસ્થાઓ અંગેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. નાગરિકોએ HMPV વાઈરસના ચેપના લક્ષણો સમજીને શું કરવું અને શું ન કરવું એની સમજણ કેળવવી આવશ્યક છે.

હાલમાં ચીનમાં માનવ મેટાન્યુમોવાઈરસ(HMPV)ના કેસો જોવા મળી રહ્યા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, હ્યુમન મેટાન્યુમોવાઈરસ (HMPV) એ કોઈ નવો વાઈરસ નથી, વર્ષ ૨૦૦૧થી આ વાઈરસની ઓળખ થયેલ છે. ગુજરાત રાજ્યનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ આ વાઇરસને લઈને તમામ તૈયારીઓ અને વ્યવસ્થાઓ સાથે સચેત છે. આરોગ્ય વિભાગ દ્વારા અગમચેતીના ભાગરૂપે તા. ૪ જાન્યુઆરી ના રોજ બેઠક કરીને રાજ્યના દરેક જિલ્લાના દરેક CDHO, MoH, સિવિલ સર્જન, SDH સુપ્રીન્ટેન્ડન્ટને આ વાઇરસના ચેપ સંબંધિત બાબતો પર સંપૂર્ણ ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં HMPV વાઈરસ સંબંધિત કેસના નિદાન માટે રાજ્યની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ થી લઇ મેડિકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ ખાતે વ્યવસ્થા ઊભી કરવામાં આવનાર છે. આગામી અઠવાડિયાથી રાજ્યમાં પણ આ કેસનું નિદાન થઈ શકશે.

સામાન્ય નાગરિકોએ હ્યુમન મેટાન્યુમોવાઈરસ (HMPV)થી ગભરાવવાની જરૂર નથી, પરંતુ વાઇરસના લક્ષણો સમજીને તેના ચેપ સાથે સંબંધિત બાબતો જાણવી અને અપનાવવી જરૂરી છે.

મેટાન્યુમોવાઈરસ (HMPV) વિશે જાણવા જેવી બાબતો

  • મેટાન્યુમોવાઈરસ (HMPV) અન્ય શ્વસન વાયરસ જેવો જ વાયરસ છે.
  • વર્ષ ૨૦૦૧થી આ વાઈરસની ઓળખ થયેલ છે.
  • આ વાઈરસ શિયાળાની ઋતુ દરમિયાન ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોમાં દેખાય છે અને તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને ફલુનો સમાવેશ થાય છે.

મેટાન્યુમોવાઈરસ (HMPV)ના લક્ષણો દેખાય તો શું કરવું ?

  • જ્યારે ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોઢું અને નાકને રૂમાલ અથવા ટિસ્યુથી ઢાંકવું.
  • નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવાં કે સેનેટાઈઝરનો ઉપયોગ કરવો.
  • ભીડભાડવાળા સ્થળોથી દૂ૨ રહેવું અને ફલૂથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું.
  • તાવ, ઉધરસ કે છીંક આવે છે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું.
  • વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો.
  • પ્રબળ પ્રતિરોધક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી.
  • બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશન વાળા વાતાવરણમાં રહેવું.
  • શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું, બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.

વધુ વાંચો: HMPV વાયરસને હળવાશમાં ન લેતા! જો-જો શું કરવું, શું ન કરવું? સમજો એક જ ક્લિકમાં

મેટાન્યુમોવાઈરસ (HMPV)ના ચેપની સ્થિતિમાં શું ના કરવું

  • આવશ્યક ના હોય તો આંખ, નાક કે મોઢાને સ્પર્શ ક૨વો નહિ.
  • ચેપ ગ્રસ્ત વ્યક્તિએ વ્યક્તિગત ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ, રૂમાલ અથવા અન્ય વાસણો બીજા વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ના આવે તેનું ધ્યાન રાખવું.
  • જાતે દવા લેવાનું ટાળવું, લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો.

હાલમાં, ગુજરાતમાં HMPV વાઈરસનો એક પોઝિટિવ કેસ જોવા મળ્યો છે. રાજસ્થાનના ડુંગરપુરથી અમદાવાદ ખાતે સારવાર માટે આવેલા 2 મહિનાના બાળકના સેમ્પલ HMPV પોઝિટિવ જણાયા છે,હાલમાં બાળક સારવાર હેઠળ અને સંપૂર્ણપણે સ્ટેબલ છે.

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને ગભરાયા વિના સાવચેત રહેવા, ઉપર જણાવેલા સૂચનો અપનાવવા અને વાઇરસના લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા આથી જણાવવામાં આવ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

RTPCR HMPV Virus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ