ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / this company 19700 employees will get bonus of 3 lakhs 50 thousand rupees during layoffs
ADVERTISEMENT
ADVERTISEMENT
એક બાજુ વૈશ્વિક મંદી અને કંપનીઓને થઈ રહેલા નુકસાનને કારણે છટણી થઈ રહી છે. બીજી તરફ એક કંપનીએ પોતાના કર્મચારીઓને બોનસ આપવાની જાહેરાત કરી છે. આ બોનસની રકમ હજાર, 10 હજાર રૂપિયા નહી પરંતુ 3.5 લાખ રૂપિયા છે અને આ બોનસ વર્ષના અંતમાં કંપની તરફથી કર્મચારીઓને આપવામાં આવશે. 19,700 કર્મચારીઓમાંથી દરેકને 3.5 લાખ રૂપિયાનું બોનસ આપવામાં આવશે.

ADVERTISEMENT
ફ્રાન્સની લક્ઝરી ડિઝાઈનિંગ ફર્મે કહ્યું કે ફેબ્રુઆરીના અંતમાં 4,000 યુરો અથવા 3 લાખ 50 હજાર રુપિયા કંપનીને થયેલા નફા પર ભેટ તરીકે આપવામાં આવશે. ગયા વર્ષની તુલનામાં આ વર્ષે કંપનીનું વેચાણ અને કમાણી ઝડપથી વધી છે, જે કારણે કંપની કર્મચારીઓને બોનસ આપી રહી છે.
કેટલી વધી રેવન્યૂ
ADVERTISEMENT
પેરિસની હેર્મેસ કંપનીના 17 ફેબ્રુઆરીએ આવેલા ચોથા ક્વાર્ટરના રિપોર્ટ મુજબ, ગયા વર્ષની સરખામણીમાં 23 ટકા રેવન્યૂમાં વધારો થયો છે. લૂઈ વુઈટન અને ચેનલ બાદ લેધર બનાવવાના મામલામાં આ કંપનીનો રેન્ક વધ્યો છે અને આ કંપની હવે ત્રીજી સૌથી મોટી લક્ઝરી ફેશન બ્રાન્ડ છે. લેધર મેન્યૂપેકચરિંગના મામલે કંપનીએ 29 ટકા વધુ રેવન્યૂ મેળવી છે, જે 1 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. કંપનીના નફામાં પણ ગયા વર્ષની સરખામણીએ વધારો થયો છે.
દર વર્ષે ભરતી અને બોનસ આપશે કંપની
ADVERTISEMENT
હેર્મેસ કંપની એક ફેશન ડિઝાઇનિંગ કંપની છે, જે ફ્રાન્સના પેરિસમાં છે. 1837 થી આ કંપની કાર્યરત છે અને તેના સારા ઉત્પાદનો અને સારી સામગ્રી માટે જાણીતી છે. કંપનીના CEO એક્સેલ ડુમાસે જણાવ્યું હતું કે કંપની દર વર્ષે કર્મચારીઓની ભરતી કરવાનું અને બોનસ આપવાનું ચાલુ રાખશે. વર્ષ 2022 દરમિયાન કંપનીએ 2,100 લોકોને નોકરીઓ આપી હતી.

ADVERTISEMENT
વર્ષ 2023માં કર્મચારીઓની મોટી સંખ્યામાં થઈ છટણી
આ વર્ષની શરૂઆતથી જ આઈટી સેક્ટરની કંપનીઓએ કર્મચારીઓની સંખ્યામાં ઝડપથી ઘટાડો કર્યો છે. ફેસબુકની પેરેન્ટ કંપની મેટા, ટ્વિટર, એમેઝોન, માઇક્રોસોફ્ટ અને ઘણી સ્ટાર્ટઅપ કંપનીઓએ હજારો કર્મચારીઓની સંખ્યા ઘટાડી દિધી છે. કેટલીક કંપનીઓ બીજા રાઉન્ડમાં કર્મચારીઓની છટણી કરવાની તૈયારી કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Gold Silver Price / ના હોય, ફરીથી સોનું-ચાંદી સસ્તું થયું! જાણી લો આજના લેટેસ્ટ રેટ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Gold Silver Price / ના હોય, ફરીથી સોનું-ચાંદી સસ્તું થયું! જાણી લો આજના લેટેસ્ટ રેટ
ADVERTISEMENT