બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / This 5 Tea will flush out the dirty cholesterol in the body like water, the effect starts as soon as you drink it on an empty stomach.

આરોગ્ય / શરીરમાં ગંદા કોલેસ્ટ્રોલને પાણીની જેમ બહાર વહાવી દેશે આ 5 Tea, ખાલી પેટ પીતા જ અસર શરૂ

Megha

Last Updated: 11:28 AM, 9 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોલેસ્ટ્રોલને કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો વધે છે, આ હર્બલ ટીનું સેવન કરવાથી હાઈ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરી શકાય છે. ચાલો જાણીએ તેના વિશે..

  • ડાયાબિટીસની જેમ ખરાબ કોલેસ્ટ્રોલ પણ ગંભીર બીમારીઓમાંથી એક છે. 
  • કોલેસ્ટ્રોલને કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો વધી જાય છે. 
  • આ હર્બલ ટીનું સેવન કરવાથી હાઈ કોલેસ્ટ્રોલ ઘટાડે છે. 

ડાયાબિટીસની જેમ ખરાબ કોલેસ્ટ્રોલ પણ ગંભીર બીમારીઓમાંથી એક છે. તે ખરાબ ખાવાની આદતો અને બેઠાડુ લાઇફસ્ટાઇલને કારણે વધે છે. કોલેસ્ટ્રોલ એક ચીકણું પદાર્થ છે, જે નસોના આંતરિક ભાગોમાં રક્ત પરિભ્રમણને ગંભીર અસર કરે છે. જેના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો વધી જાય છે. 

કોલસ્ટ્રોલ ઘટાડવામાં કારગર સાબિત થશે આ 5 પ્રકારની ચા, આજથી જ કરો ડાયટમાં  સામેલ / health five types of tea to lowering down the high cholesterol  level in blood

આ ઉપરાંત વ્યક્તિ માટે ચાલવું, એકલા ઊઠવું કે બેસવું મુશ્કેલ બની જાય છે. બ્લડપ્રેશરથી લઈને હાર્ટ સુધીની અનેક ગંભીર બીમારીઓ વધી જાય છે. જેના કારણે વ્યક્તિ માટે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓનો ખતરો વધી જાય છે. એવામાં જો તમે પણ હાઈ કોલેસ્ટ્રોલથી પરેશાન છો, તો યોગ્ય ખાનપાન અને વર્કઆઉટની સાથે તમે આ હર્બલ ટીને તમારા આહારમાં સામેલ કરી શકો છો. 

ઔષધીય ગુણોથી ભરપૂર આ ચા સવારે ખાલી પેટ પીવાથી કોલેસ્ટ્રોલ દૂર કરે છે. તે નસોમાં જમા થયેલ ખરાબ કોલેસ્ટ્રોલને પિગાળી દે છે. લોહીનું પરિભ્રમણ સુધારવાની સાથે ખરાબ કોલેસ્ટ્રોલનું જોખમ પણ દૂર થઈ જાય છે. ચાલો હર્બલ ટી વિશે જાણીએ જેનું સેવન કરતાની સાથે જ હાઈ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરી શકાય છે.   

તજની ચા ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે
રસોડામાં રાખવામાં આવતા મસાલામાં સમાવિષ્ટ તજ ખાવાનો સ્વાદ તો વધારે છે સાથે સાથે સ્વાસ્થ્યને પણ સ્વસ્થ રાખે છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે, જે ખરાબ કોલેસ્ટ્રોલને બનતા અટકાવે છે. તે ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. સવારે ખાલી પેટ આ ચાનું નિયમિત સેવન કરવાથી પાચન શક્તિ પણ સ્વસ્થ રહે છે. 

શરીરમાં બેડ કોલેસ્ટ્રોલને નહીં વધવા દે આ 5 ચીજો, આજથી જ ડાયટમાં ખાશો તો થશે  લાભ | How to reduce bad cholesterol fast start eating raisins chia seeds  and fenugreek

નાગફની ટી(એક પ્રકારનો થોર) કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરશે
સવારે ઉઠતાની સાથે જ દૂધની ચાને બદલે નાગફની ટી પીવાનું શરૂ કરો. તેનો દરેક ચુસકો સ્વાસ્થ્ય માટે અમૃતથી ઓછો નથી. આ ચા પીવાની સાથે જ નસોમાં જમા થયેલી ગંદકી દૂર થઈ જાય છે. તેમજ ખરાબ કોલેસ્ટ્રોલ પણ ઓછું થાય છે. બ્લડ શુગરને કંટ્રોલમાં રાખવાની સાથે તે રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. 

હળદરની ચા હાઇ કોલેસ્ટ્રોલ ઘટાડે છે
હળદરમાં હાજર શક્તિશાળી એન્ટીઑકિસડન્ટો અને બળતરા વિરોધી ગુણધર્મો તમારા લોહીમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરે છે. તે નસોમાં જમા થયેલી ગંદકીને સૂકવી નાખે છે. તેનાથી બ્લડ સર્ક્યુલેશન બરાબર રહે છે. તેમજ સારા કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે છે. હૃદયની તંદુરસ્તી માટે તે દવાનું કામ કરે છે.   

લસણની ચા પણ ફાયદાકારક છે
જો તમે કાચા લસણને ચાવી શકતા નથી તો તમે તેની ચાનું સેવન કરી શકો છો. સવારે ઉઠતાની સાથે જ ખાલી પેટ લસણની ચા પીવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. તે ધમનીના રોગને દૂર રાખે છે. તે એથરોસ્ક્લેરોસિસને આગળ વધતા અટકાવે છે અને હૃદયને સ્વસ્થ રાખે છે. 

વધુ વાંચો: શું તમને પણ છે વારંવાર પેશાબની સમસ્યા? આયુર્વેદિક ઉપાયથી મળી શકે છે રાહત

ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે ગ્રીન ટી પીવો
ગ્રીન ટી સ્વાસ્થ્ય માટે સૌથી વધુ ફાયદાકારક સાબિત થાય છે. તેના નિયમિત સેવનથી સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર બીમારીઓ દૂર રહે છે. તે વજન અને ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. ગ્રીન ટીની હાજરી એલડીએલ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે અને એચડીએલને બૂસ્ટ કરે છે. તેનાથી હ્રદય રોગનો ખતરો ઘણી હદ સુધી ઘટી જાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ