બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / સ્પોર્ટસ / Cricket / These star players can retire after the World Cup, see who's name in the list

ક્રિકેટ / છેલ્લી વાર રમતા જોઈ લો! વર્લ્ડ કપ બાદ આ સ્ટાર ખેલાડીઓ લઈ શકે છે સંન્યાસ, જુઓ લિસ્ટમાં કોનું કોનું નામ

Megha

Last Updated: 12:40 PM, 30 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ODI વર્લ્ડ કપ ભારતના વર્તમાન દિગ્ગજો માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે, કેપ્ટન રોહિત શર્માની આ છેલ્લી ટૂર્નામેન્ટ હોવાની શક્યતાઓ છે તો અન્ય બે ખેલાડીઓ પણ નિવૃત્તિની જાહેરાત કરી શકે છે.

  • ODI વર્લ્ડ કપ 2023 આ વર્ષે ભારતમાં યોજાવવાનો છે
  • રોહિત શર્માની આ છેલ્લી ટૂર્નામેન્ટ હોવાની ઘણી શક્યતાઓ
  • અન્ય બે ખેલાડી પણ વર્લ્ડ કપ પછી નિવૃત્તિની જાહેરાત કરી શકે

ODI વર્લ્ડ કપ 2023 આ વર્ષે ભારતમાં યોજાવવાનો છે અને હાલ આ વર્લ્ડ કપને લઈને 2011ના વર્લ્ડ કપ જેવી જીત મળે એવી ધારણા પણ શરૂ થઈ ગઈ છે. આ સાથે જ દિગ્ગજ ખેલાડીઓની વિદાય અને યુવાનોના આગમનનો સિલસિલો શરૂ થઈ ગયો હતો. આગામી ટુર્નામેન્ટ ભારતના વર્તમાન દિગ્ગજોમાંના ઘણા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે. જ્યાં કેપ્ટન રોહિત શર્માની આ છેલ્લી ટૂર્નામેન્ટ હોવાની ઘણી શક્યતાઓ છે. આ સાથે જ અન્ય બે ખેલાડીઓ છે જે આ વર્લ્ડ કપ પછી નિવૃત્તિની જાહેરાત કરી શકે છે.

રોહિતની ફિટનેસને લઈને ઘણા સમયથી સવાલો ઉઠી રહ્યા 
એ વાત તો નોંધનીય છે કે ભારતીય ટીમ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામેની મેચથી વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. તે પહેલા ટીમ એશિયા કપ અને ઓસ્ટ્રેલિયા સામે વનડે સીરીઝ પણ રમવાની છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં હાર બાદ ટીમ વેસ્ટ ઈન્ડિઝનો એક મહિનાનો પ્રવાસ કરશે. આમાં બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ ટી-20 મેચ રમાશે. આ બધી વાતમાં ખાસ કરીને દરેકની નજર કેપ્ટન રોહિત શર્મા પર રહેશે. રોહિતની ફિટનેસ અને ફોર્મને લઈને ઘણા સમયથી સવાલો ઉઠી રહ્યા છે. 

રોહિત શર્મા માટે આ છેલ્લી ટૂર્નામેન્ટ હોઈ શકે છે!
રોહિત શર્માની ઉંમર 36 વર્ષ થઈ ગઈ છે જેને કારણે તેની બેટિંગ સ્ટાઈલમાં પણ વધતી ઉંમરની અસર દેખાઈ રહી છે. જણાવી દઈએ કે રોહિતનો આ ત્રીજો વનડે વર્લ્ડ કપ હશે. આ પહેલા રોહિતે 2015 અને 2019માં રમી ચૂક્યો છે જેમાં તેને શાનદાર પ્રદર્શન કર્યું હતું. નોંધનીય છે કે ભારતીય ટીમ 2015 અને 2019 બંને ટૂર્નામેન્ટમાં સેમિફાઇનલમાં પહોંચી હતી. આ સાથે જ રોહિતે 2019 વર્લ્ડ કપમાં 5 સદી ફટકારી હતી. એવામાં આ વખતે બધાની નજર રોહિત પર રહેશે. સાથે જ એવું કહેવામાં આવી રહ્યું છે કે રોહિત આ ટૂર્નામેન્ટ બાદ નિવૃત્તિની જાહેરાત પણ કરી શકે છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ashwin (@rashwin99)

રવિચંદ્રન અશ્વિને 2010માં વનડેમાં ડેબ્યૂ કર્યું હતું
બીજી તરફ રોહિત શર્મા સિવાય આ યાદીમાં જે બે નામ સામેલ થઈ શકે છે તે છે શિખર ધવન અને રવિચંદ્રન અશ્વિન. અશ્વિને 2010માં વનડેમાં ડેબ્યૂ કર્યું હતું અને 2011માં તે ચેમ્પિયન બનેલી ભારતીય ટીમનો પણ ભાગ હતો. ત્યાર બાદ તે માત્ર 113 વનડે રમ્યો છે. લાંબા સમયથી ODI ટીમમાં તેનું સ્થાન નિશ્ચિત નથી. આવી સ્થિતિમાં સપ્ટેમ્બરમાં 37 વર્ષનો અશ્વિન વ્હાઈટ બોલ ક્રિકેટ છોડીને ટેસ્ટ રમવાનું ચાલુ રાખી શકે છે. અશ્વિને 113 વનડેમાં 151 અને 65 T20 ઈન્ટરનેશનલમાં 72 વિકેટ લીધી છે. તેણે છેલ્લી વનડે વર્ષ 2022માં દક્ષિણ આફ્રિકા સામે રમી હતી જેમાં તેણે પુનરાગમન કર્યું હતું પરંતુ તે પછી તે ફરી ટીમની બહાર થયો હતો. 

શિખર ધવન
શિખર ધવનની વાત કરીએ તો તે ગયા વર્ષે ડિસેમ્બરમાં બાંગ્લાદેશ સિરિઝથી બહાર છે. આ વર્ષની શરૂઆતથી તેને એક પણ સિરીઝમાં તક મળી નથી. આ વખતે આઈપીએલમાં પણ તેનું બેટ કંઈ ખાસ બતાવી શક્યું નથી. આગામી વેસ્ટ ઈન્ડિઝ સીરિઝ માટે પણ તેના નામ પર કોઈ ચર્ચા થઈ નથી. આવી સ્થિતિમાં એ કહેવું ખોટું નહીં હોય કે હવે તેની વનડે ટીમમાં વાપસીનો રસ્તો ઘણો મુશ્કેલ દેખાઈ રહ્યો છે. તે ODI વર્લ્ડ કપ બાદ નિવૃત્તિની પણ જાહેરાત કરી શકે છે. ધવન પહેલા જ ટી20 અને ટેસ્ટ ટીમમાંથી બહાર હતો. ધવને ભારત માટે 34 ટેસ્ટમાં 2315 રન, 167 વનડેમાં 6793 રન અને 68 T20 ઈન્ટરનેશનલ મેચોમાં 1759 રન બનાવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ