બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / these persons can claim money deposited in account bank account after death of a person

તમારા કામનું / એકાઉન્ટ હોલ્ડરના મોત બાદ ખાતામાં જમા પૈસા કોને મળશે? જાણો ડેથ ક્લેમ સાથે જોડાયેલા જરૂરી નિયમ

Arohi

Last Updated: 04:56 PM, 20 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યારે પણ આપણે ખાતું ખોલાવવા બેંકમાં જઈએ છીએ ત્યારે આપણને એક ફોર્મ ભરવાનું કહેવામાં આવે છે. આ ફોર્મમાં ગ્રાહક પાસેથી તેની તમામ અંગત માહિતી લેવામાં આવે છે.

  • ખાતા ધારકના મોત પર જમા રકમનું શું થાય છે? 
  • નોમિની માટે શું છે નિયમ? 
  • જાણો પૈસા ઉપાડવાની સંપૂર્ણ પ્રોસેસ 

દેશમાં બેંકિંગ સુવિધાનો વ્યાપ ખૂબ જ ઝડપથી વધ્યો છે. પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ દેશભરમાં કુલ 44.5 કરોડ ખાતા ખોલવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં, લોકો આજકાલ ઘરોમાં પૈસા રાખવાને બદલે બેંકોમાં એકાઉન્ટ રાખવાનું પસંદ કરે છે. જ્યારે પણ આપણે ખાતું ખોલાવવા બેંકમાં જઈએ છીએ ત્યારે આપણને એક ફોર્મ ભરવાનું કહેવામાં આવે છે. આ ફોર્મમાં ગ્રાહક પાસેથી તેની તમામ અંગત માહિતી લેવામાં આવે છે.

પાછલા થોડા વર્ષોમાં સરકારે ગામથી લઈને શહેરો સુધીના લોકોને બેન્કિંગ વ્યવસ્થા સાથે જોડવા પર વધારે ભારે આપ્યો છે. જન-ધન યોજના હેઠળ 44.58 કરોડ ખાતા અલગ અલગ બેન્કોમાં ખોલવામાં આવ્યા છે. તેનાથી ગરીબ અને કમજોર આવક ધરાવતા વર્ગની પહોંચ પણ બેન્કો સુધી પહોંચી છે. લોકો પોતાના જીવનની કમાણીનો એક મોટો ભાગ બેન્કોમાં સેવિંગની રીતે મુકે છે. પરંતુ ખાતાધારકના અચાનક મોત પર ઘણી વખત લોકોને સમજ નથી આવતું કે તે ધન રાશિનો અસલી હકદાર કોણ હશે? 

ખાતાધારકના મોત પર ખાતામાં જમા રકમ માટે આ છે નિયમ 
બેન્ક એકાઉન્ટ ખોલતી વખતે જ તમારી પાસે ફોર્મ પર નોમિનીને ફીલ કરવાનો ઓપ્શન ભરવા માટે કહેવામાં આવે છે. એવામાં કોઈ પણ ખાતાધારકના મોત બાદ તેના એકાઉન્ટમાં જમા રકમ પર અધિકાર નોમિનીનો હોય છે. તે બેન્કમાં આવીને બધા પૈસા કાઢીને એકાઉન્ટ બંધ કરાવી શકે છે. નોમિની હોવા પર ખાતાધારકનું મોત થવા પર કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો નથી કરવો પડતો. 

નોમિની ન હોવા પર શું છે નિયમ? 
તમને જણાવી દઈએ કે ઘણી વખત ખાતાધારક પોતાના એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારના નોમિનીનું નામ નથી આપતા. એવામાં એકાઉન્ટમાં જમા રકમ ઉપાડવામાં મુશ્કેલી પડી શકે છે. પરંતુ તેના માટે પણ RBIના અમુક નિયમ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. તેના અનુસાર જો કોઈ ખાતાધારકનું મોત થઈ ગયું હોય તેના દરેક ઉત્તરાધિકારીઓને આ પૈસા માટે ક્લેમ કરવો પડે છે.

તેના માટે ઉત્તરાધિકારીને ઉત્તરાધિકારી પ્રમાણ પત્ર (Succession Certificate) આપવું જરૂરી છે. તેનાથી તે વ્યક્તિની ઓળખ ખાતાધારકના કાયદાકીય ઉત્તરાધિકારીના રૂપમાં થાય છે. પરંતુ જણાવી દઈએ કે આ પ્રક્રિયા થોડી જટીલ છે. ઉત્તરાધિકારી પ્રમાણ પત્ર બતાવીને એકાઉન્ટથી પૈસા કાઢી શકે છે. 

જોઈન્ટ એકાઉન્ટનો આ છે નિયમ 
તમને જણાવી દઈએ કે જો ખાતાધારકે પોતાના એકાઉન્ટને કોઈની સાથે જોઈન્ટ ખોલ્યું છે તો કોઈ એક ખાતાધારકના મોત પર બીજાને બધા પૈસા મળી જાય છે. બીજો ખાતાધારક વગર કોઈ મુશ્કેલીએ બધા પૈસા ઉપાડી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Bank rules Succession Certificate nomination withdrawing rules બેન્ક એકાઉન્ટ Banking Rules
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ