બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 1 ડિસેમ્બરથી આ લોકોના પેન્શન નહીં મળે, લિસ્ટમાં તમારું નામ નથી ને?
Last Updated: 09:23 PM, 1 December 2025
દર વર્ષે સિનિયર લોકોએ પોતાનું જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાનું હોય છે જેથી તેઓનું પેન્શન ચાલુ રહે. તેનાથી સરકાર ખાતરી કરે છે કે, લાભાર્થીઓ જીવંત છે અને પેન્શન યોગ્ય વ્યક્તિ સુધી પહોંચી રહ્યું છે. જો આ દસ્તાવેજ સમયસર સબમિટ કરવામાં ન આવે તો આગામી મહિનાનું પેન્શન રોકી દેવામાં આવે છે.
ADVERTISEMENT
જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બ હતી. જે લોકોએ આ સમયમર્યાદામાં સર્ટીફીકેટ સબમિટ નથી કયું તેમનું પેન્શન રોકી દેવામાં આવશે. જીવન પ્રમાણપત્ર સબમિટ કરવા માટે બેંકમાં જઈને કે ડિજિટલ ઓપ્શન મારફતે આ કામગીરી થઇ શકતી હતી. જેમાં આધાર આધારિત ફેસ ઓથેન્ટીકેશન સિસ્ટમ દ્વારા પણ કરી શકાતું હતું. એના માટે મોબાઇલ ફોન અને ઇન્ટરનેટ ઍક્સેસની જરૂર પડતી. જેમાં ફેસ વેરીફીકેશનથી મિનિટોમાં ડિજિટલ જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકતા હતા.
ADVERTISEMENT

સરકારે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવા એપ્લિકેશનની સુવિધા પૂરી પાડી હતી. આ સિવાય જે વૃદ્ધ પેન્શનરોને શારીરિક સમસ્યા હોય અને સ્થળે પહોંચી શકતા ન હોય તેવા લોકો માટે ડોરસ્ટેપ બેંકિંગ પણ ઉપલબ્ધ પણ કરાયું હતું. જેમાં ફોર્મ ભરવા બેન્ક કે પોસ્ટનો એક કર્મચારી ઘરે આવતો અને જરૂરી કાર્યવાહી કરવામાં આવતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
પણ હવે તેની છેલ્લી તારીખ પસાર થઇ ગઈ છે આથી જેને પણ આ પ્રોસેસ પૂરી નથી કરી તેઓનું પેન્શન રોકાઈ શકે છે. હવે આગળ તેની તારીખ લંબાવાય છે કે નહીં તે હજુ જાહેર નથી થયું.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.