બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / These are the cheapest automatic cars in India, good mileage and easy to drive

ઓટો / આ છે સૌથી સસ્તી 4 ઓટોમેકિક કારો, માઈલેજ અને લુકમાં પણ છે શાનદાર

Noor

Last Updated: 03:56 PM, 17 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અત્યારે ઓટોમેટિક કારનું ક્રેઝ લોકોમાં વધતું જઈ રહ્યું છે. લોકોની વધતી ડિમાન્ડને જોતા ઓટોમોબાઈલ કંપનીઓ પોતાના શાનદાર મોડલ્સ પર ઓટોમેટિકની સુવિધા આપી રહી છે. માર્કેટમાં ઓટોમેટિક કારોની સારી એવી રેન્જ ઉપલબ્ધ છે. જોકે, મોટાભાગની ઓટોમેટિક કાર પ્રીમિયમ સેગ્મેન્ટમાં આવે છે અને તેની કિંમત પણ વધારે હોય છે. પણ તમને હવે ઓછાં બજેટમાં પણ ઓટોમેટિક કાર મળી શકે છે. મારૂતિ, હ્યૂન્ડાઈ અને રેનોની ઘણી લો બજેટ ઓટોમેટિક કાર તમને મળી રહેશે. ચાલો જાણીએ.

  • ઓટોમેટિક કારનું ક્રેઝ લોકોમાં વધતું જઈ રહ્યું છે
  • લોકોની વધતી ડિમાન્ડને જોતા ઓટોમોબાઈલ કંપનીઓ પોતાના શાનદાર મોડલ્સ પર ઓટોમેટિકની સુવિધા આપી રહી છે

Maruti Suzuki Celerio

મારુતિની કારોને ભારતીય બજારમાં સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. મારુતિ સુઝુકીની અનેક કારમાં ઓછી રેન્જમાં પણ તમને ઓટોમેટિક ફીચર મળી જશે. તેમાં મારુતિ સુઝુકીની સિલેરિયોની ખૂબજ ડિમાન્ડ છે. Maruti Suzuki Celerioમાં 998ccનું ત્રણ સિલિન્ડરવાળું એન્જિન આપવામાં આવ્યું છે. જે 50 kwની પાવર અને 90 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ કાર ઓટોમેટિક ગિયરબોક્સથી લેસ છે. તેની એક્સ શોરૂમ કિંમત 5,13,138 રૂપિયા છે.

Maruti Suzuki Alto

મારુતિની સસ્તી અને ટિકાઉ કારમાં અલ્ટોનું નામ પણ આવે છે. અલ્ટોમાં હવે તમને ઓટોમેટિક વર્ઝન પણ મળી જશે. આ કારના એન્જિન અને પાવરની વાત કરીએ તો મારુતિ સુઝુકી અલ્ટો કે10માં 998 સીસી એન્જિન આપવામાં આવ્યું છે. 50 kwની પાવર અને 90 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ કાર ઓટોમેટિક ગિયરબોક્સથી લેસ છે. તેની એક્સ શોરૂમ કિંમત 4,43,559 રૂપિયા છે.

Hyundai Santro

Hyundaiની કારને લોકો લાંબા સમયથી પસંદ કરતા આવ્યા છે. Hyundai Santroમાં 1.1 લીટરનું ત્રણ સિલિન્ડરવાળું એન્જિન આપવામાં આવ્યું છે, જે 69 પીએસની પાવર અને 101 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. આ કાર ઓટોમેટિક ગિયરબોક્સથી લેસ છે. કિંમતની વાત કરીએ તો તેની એક્સ શોરૂમ કિંમત 5,25,990 રૂપિયા છે.

Renault Kwid RXL Easy-R

રેનો ક્વિડના ફીચર્સની વાત કરીએ તો Renault Kwid RXL AMTમાં પાવર સ્ટીયરિંગ, ફ્રન્ટ પાવર વિન્ડો, એર કન્ડીશનર, યૂએસબી સાથે સિંગલ- DIN મ્યૂઝિક સિસ્ટમ જેવી સુવિધા આપવામાં આવી છે. આ કારમાં તમને 1.0 લીટર, 999 ccનું ટ્રિપલ સિલેન્ડર એન્જિન મળશે જે 67 bhpની મેક્સિમમ પાવર અને 91 Nmનું પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન સાથે Easy-R AMT 5 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ આપવામાં આવ્યો છે. તેમાં મેન્યુઅલ ટ્રાન્સમિશનનું પણ ઓપ્શન અવેલેબલ છે. કારની એક્સ શોરૂમ કિંમત 4.54 લાખ રૂપિયા છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

India Mileage cheapest automatic cars Auto
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ