બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / આ વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ શુ છે, જાણો કેમ 8 માર્ચે જ ઉજવવામાં આવે છે વુમેન્સ ડે?

Women s Day 2026 / આ વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ શુ છે, જાણો કેમ 8 માર્ચે જ ઉજવવામાં આવે છે વુમેન્સ ડે?

Bijal Vyas

Last Updated: 08:26 AM, 8 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દર વર્ષે 8 માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 2026 માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ રવિવારે ઉજવવામાં આવશે. આ દિવસે, તમારે તમારા પરિચિત તમામ મહિલાઓને શુભેચ્છા પાઠવવી જોઈએ.

દર વર્ષે 8 માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 2026 માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ રવિવારે ઉજવવામાં આવશે. આ દિવસે, તમારે તમારા પરિચિત તમામ મહિલાઓને શુભેચ્છા પાઠવવી જોઈએ. આ દિવસ ફક્ત મહિલાઓ પ્રત્યેના આદર વિશે જ નહીં, પરંતુ તેમની ઉપલબ્ઘિઓ અને જેન્ડર ઇક્વાલિટી વિશે પણ જાગૃતિ ફેલાવે છે. આવો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ વિશે કેટલીક ખાસ વાતો જાણીએ.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ થીમઃ

આ વર્ષના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2026 ની થીમ "ચેરિટી બેનિફિટ્સ" છે. તમે કદાચ વિચારી રહ્યા હશો કે આ થીમનો અર્થ શું છે. જ્યારે કોઈ બીજાને મદદ કરે છે, ત્યારે તે બીજી વ્યક્તિ અને મદદ કરનાર વ્યક્તિ બંનેને લાભ આપે છે. આ થીમનો અર્થ એ છે કે લોકો તેમના યોગદાન દ્વારા જેન્ડર ઇક્વાલિટીને પ્રોત્સાહન આપી શકે છે.

આ દિવસનો ઇતિહાસ શું છે?

વર્ષો પહેલા, 1908 માં, ન્યૂ યોર્કમાં આશરે 15,000 મહિલાઓએ કામના કલાકો ઓછા કરવા, વધુ સારા પગાર અને મતદાનના અધિકાર માટે વિરોધ કર્યો હતો. આ વિરોધને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો પાયો ગણી શકાય. લગભગ બે વર્ષ પછી, 1910માં, ક્લેરા જેટકીને કોપનહેગનમાં એક પરિષદમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો. 1911માં, મહિલા દિવસ સૌપ્રથમ ઑસ્ટ્રિયા, ડેનમાર્ક, જર્મની અને સ્વિટ્ઝર્લૅન્ડમાં ઉજવવામાં આવ્યો.

આ પણ વાંચોઃ ત્રીજું બાળક પેદા કરતા સરકાર આપશે ₹ 25,000? જુઓ ક્યાં અને કેમ

8 માર્ચ શા માટે પસંદ કરવામાં આવ્યો?

હકીકતમાં 8 માર્ચ, 1919ના રોજ રશિયન મહિલાઓએ રોટલી અને શાંતિની માંગણી સાથે ઐતિહાસિક હડતાળ પાડી હતી. આ હડતાળ બાદ, રશિયન સરકારને મહિલાઓને મતદાનનો અધિકાર આપવાની ફરજ પડી હતી. આ જ કારણ છે કે ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ 8 માર્ચને મહિલા દિવસ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે 1975 માં, યુએનએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને ઓફિશિયલી રીતે માન્યતા આપી હતી અને ત્યારથી 8 માર્ચે વૈશ્વિક સ્તરે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવાનું શરૂ થયું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

celebrated on 8 march International Women's Day 2026 theme of 2026
Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ