બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / વડોદરા / The young man left for Pavagarh walking upside down to fulfill his belief after his wife gave birth, his little daughter is supporting him.

પંચમહાલ / પત્નીની હેમખેમ પ્રસૂતિ થતાં માનતા પુરી કરવા ઉંધુ ચાલી પાવાગઢ જવા નીકળી પડ્યો યુવક, નાની દીકરી આપી રહી છે સાથ

Vishal Khamar

Last Updated: 07:58 PM, 19 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંચમહાલનાં શહેરાનાં નસીરપુરનો યુવક ઉંધો ચાલતો ચાલતા પાવાગઢ માનતા પુરી કરવા નીકળ્યો હતો. ત્યારે યુવકે માનતા માની હતી કે પ્રસૃતિ દરમ્યાન તેની પત્નિનું બીપી લો થઈ જતાં બાળક બચવાની સંભાવના નહિવત હોવાનું તબીબે જણાવતા યુવકે માતાજીની માનતા રાખી હતી.

  • શહેરાનો યુવક ઉંધો ચાલતા ચાલતા માનતા પુરી કરવા નીકળ્યો
  • પત્નિની પ્રસૃતિ વખતે તબીયત લથડતા રાખી હતી બાધા
  • બાધા પુરી કરવામાં તેની પુત્રી આપી રહી છે સાથ

 પંચમહાલનાં શહેરાનાં નસીરપુરનો યુવક ઉંધો ચાલતા ચાલતા પાવાગઢ માનતા પુરી કરવા નીકળ્યો હતો. ત્યારે જશવંતની પત્નિને પ્રસૃતિ વેળાએ બીપી લો થઈ જતા બાળક બચવાની સંભાવના નહિવત હોવાનું તબીબે જણાવતા યુવકે માતાજીની માનતા રાખી હતી. પત્નિ અને બાળકી બંને પ્રસૃતિ દરમ્યાન હેમખેમ રહેતા જ જશવંત માનતા પુરી કરવા નીકળ્યો હતો.  દિકરી પણ પિતાનો સાથ આપી રહી છે. અંદાજીત 80 કિલોમીટરની યાત્રા દરમ્યાન જશવંતને ગોધરા, વેજલપુર અને કાલોલનાં ભારે ટ્રાફિકમાંથી પસાર થવું પડ્યું હતું. ત્યારે યુવક ગોધરામાંથી હેમખેમ રીતે જશવંત વેજલપુર સુધી પહોંચ્યો હતો. ત્યારે વિષય શ્રદ્ધાનો તો પુરાવાની શું જરૂર ઉક્તિ સાર્થક કરી રહ્યો છે જશવંત. આ બાધા પુરી કરવામાં તેની સાડા ચાર વર્ષની પુત્રી પણ સાથ આપી રહી છે.

બાધા પૂર્ણ કરવા ઉંધા ચાલતા પાવાગઢ જઈ રહ્યો છુંઃ યુવક
આ બાબતે યુવત જશવંતને પૂછતા તેણે જણાવ્યું હતું કે,  મારી પત્નિને પ્રસૃતિ વખતે અચાનક તબીયત બગડી હતી. જે બાદ ર્ડાક્ટરે મને જણાવ્યું હતું કે બાળકને બચાવવાની સંભાવનાં નહિવત છે.  ત્યારે મેં બાધા રાખી હતી. જે બાદ મારી પત્નિની પ્રસૃતિ થઈ હતી અને બાળક પણ સ્વસ્થ હતું. રાખેલી બાધા પૂર્ણ કરવા માટે ઉંધા ચાલતા ચાલતા બાધા પૂરી કરવા પાવાગઢ જઈ રહ્યો છું.  તેમજ મારી સાથે મારી પુત્રી પણ મારો સાથ આપી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ