બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વડોદરાના સમાચાર / The tour saw primary school children perched precariously on the beach
Last Updated: 10:28 AM, 31 January 2024
ADVERTISEMENT
Vadodara News : વડોદરા હરણી તળાવ દુર્ઘટના બાદ પણ જાણે શાળા સંચાલકો કે તંત્રએ કોઈ શીખ જ ન લીધી હોય તેવી ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, હરણી તળાવ ખાતે પ્રવાસે આવેલ બાળકો ડૂબી ગયા બાદ વડોદરાની વધુ એક શાળાની બેદરકારી સામે આવી છે. વિગતો મુજબ વડોદરાની સાદરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને દરિયા કાંઠે પ્રવાસમાં લઈ જવાયા છે. આ દરમિયાન બાળકો જોખમી રીતે દરિયા કાંઠે બેસેલા જોવા મળ્યા હતા. જોકે હવે સવાલ થઈ રહ્યો છે કે, જો કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ?
વધુ વાંચો: બજેટ, બિલ સહિતના મુદ્દાઓ પર આજે ચર્ચા, CMની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં કેબિનેટ બેઠક
ADVERTISEMENT
વડોદરાની વધુ એક શાળાની ઘોર બેદરકારી સામે આવી છે. હરણી તળાવમાં બાળકોના મોત બાદ પણ સાદરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને દરિયા કાંઠે પ્રવાસમાં લઈ જવાયા હતા. આ બાળકોને પોરબંદરના માધવપુરના દરિયા કાંઠે પ્રવાસમાં લઈ જવાયા હતા. જ્યાં આ બાળકો જોખમી રીતે દરિયા કાંઠે બેસેલા જોવા મળ્યા હતા. જેથી હવે સવાલ ઊભા થઈ રહ્યા છે કે, જો કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ? હરણી તળાવ દુર્ઘટના બાદ પણ કોઈ શીખ લેવામાં નથી આવી, 14ના મોત બાદ પણ હજુ બેદરકારી જોવા મળી રહી છે. આ ઘટનાને લઈ શાળા સંચાલકો, વાલીઓ, DEO-DDO નિંદ્રામાં હોવાનું દેખાઈ રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.